પ્રેમ થી સમજીએ..આ દેહ
પ્રેમની ની શોધ માં હવે પ્રેમ થી મનુષ્ય ની વ્યથા વિશે કહાની સમજીએ..
આજ સુધી કેટલાય જન્મોમાં કુટુંબ-પરિવાર તમે બનાવ્યા, સજાવ્યા, શણગાર્યા. એ બધા મોતના એક ઝાટકાથી ભાંગી પડ્યા. આથી હવે કુટુંબનો મોહ મનમાંથી દૂર કરો.અને સાચા પ્રેમ ને સમજો કુટુંબ માં કોઈ મોહ ના રાખ વાનો અને જો પોતાનો મોહ હોય..
જો શરીરની ઇજ્જત-આબરૂની ઇચ્છા હશે, શરીરના માન અને મોભાની આકાંક્ષા હશે તો આધ્યાત્મિક માર્ગમાં અડચણ બની જશે. ફેંકી દો શરીરની મમતાને. નિર્દોષ બાળક જેવા બની જાઓ. શરીરને ઘણું સંભાળ્યું. કેટલીય વાર એને નવડાવ્યું, કેટકેટલું એને ખવડાવ્યું, પિવડાવ્યું, કેટલીય વાર ફરવા લઈ ગયા પરંતુ એ શરીર હંમેશાં ફરિયાદ કરતું જ રહ્યું. ક્યારેક બીમારી તો ક્યારેક અનિદ્રા, ક્યારેક સાંધાનો દુખાવો તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક કબજિયાત તો ક્યારેક અપચો. શરીરની ગુલામી ખૂબ કરી. હવે મનોમન શરીરની મુસાફરી કરી દો પૂરી. શરીરને ક્યાં સુધી ‘હું’ જ છું એવું માનતા રહેશો મનોમન દ્રઢ ભાવના કરો અને અનુભવ કરો કે તમારું શરીર દરિયા કિનારે ફરવા ગયું છે. એક બાંકડા પર બેઠું બેઠું લહેરાતા સાગરનું સૌંદર્ય નિહાળી રહ્યું છે. આવી ગયો કોઈ અંતિમ ઝટકો. તમારી ડોક ઢળી ગઈ. તમે મરી ગયા...ઘરમાં જ હતા ને માથું દુખ્યું. પેટમાં કંઈ ગડબડ થઈ. તાવ આવ્યો અને તમે મરી ગયા…… તમે લખતાં લખતાં અચાનક બેબાકળા થઈ ગયા. થઈ ગયું ‘હાર્ટ ફેલ.’તમે મરી ગયા... તમે પૂજા કરતાં કરતાં, અગરબત્તી કરતાં કરતાં એકદમ લાંબા થઈને સૂઈ ગયા. પતિ ને, પત્નીને, કુટુંબીજનોને, મિત્રોને બૂમ પાડી બોલાવ્યા. એ લોકો આવ્યા. પૂછ્યું : ‘શું થયું... શું થયું ?’ થોડીક મિનિટોમાં જ તમે મરી ગયા...
તમે રસ્તે જઈ રહ્યાા હતા. એકાએક કોઈ ઘટના બની. અકસ્માત થયો અને તમે મરી ગયા... કંઈ ને કંઈ નિમિત્ત જરૂર બની જશે તમારા મોતનું. તમને ખબર પણ નહિ પડે. આથી મોતથી પહેલાં એક વખત સાચો પ્રેમ કરી લો કા તો ઈશ્વરના માર્ગે ચાલી જુઓ. મરી જતાં પહેલાં એક વખત દેહ મારી જુઓ. વિસર્જન થતાં પહેલાં એક વખત વિસર્જિત થઈ જુઓ.
દ્રઢતાપૂર્વક નિશ્ચય કરો કે આ તમારી જે વિશાળ કાયા છે, રૂપકડો જે દેહ છે, જેનાં નામ અને રૂપને તમે ‘હું’માનીને સંભાળી રહ્યા છો એ તમારી કાયાનો, એ તમારા દેહનો અભાસ આજે તોડવો છે. સાધના અને પ્રેમના ઊંચા શિખરે પહોંચવામાં એ અડચણરૂપ છે. દેહની આ મમતાથી પાર થવું જ પડશે. જ્યાં સુધી દેહની મમતા રહેશે ત્યાં સુધી કરેલાં કર્મો બંધનરૂપ બની રહેશે. જ્યાં સુધી દેહમાં આસક્તિ રહેશે ત્યાં સુધી વિકારો તમારો પીછો નહિ છોડે. ભલે તમે લાખ ઉપાયો અજમાવી લો, જ્યાં સુધી દેહ નિવૃત્ત નહિ થાય ત્યાં સુધી પ્રભુનાં ગીત નહિ ગુંજે. જ્યાં સુધી તમે પોતાને શરીર માનતા રહેશો ત્યાં સુધી બ્રહ્મસાક્ષાત્કાર નહિ થઈ શકે. જ્યાં સુધી તમે પોતાને હાડ-માંસ, રક્ત- ત્વચા, મળ-મૂત્ર-વિષ્ટાનો થેલો માનતા રહેશો ત્યાં સુધી દુર્ભાગ્યથી પિંડ નહિ છૂટે. સૌથી મોટું દુર્ભાગ્ય છે જન્મવું અને મરવું. હજા૨ો સુખ- સગવડનાં સાધનો વચ્ચે ભલે કોઈ જન્મ લે. તેથી શું ફરક પડવાનો છે ? એ બિચારાને દુઃખો સહેવાં જ પડે છે.હૃદયપૂર્વક, પ્રામાણિકતાથી પ્રભુને પ્રાર્થના કરો કે : ‘હે પ્રભુ !હે દયાના સાગર ! તારા દ્વારે આવ્યા છીએ. તારી પાસે કશાની ખોટ નથી. તું અમને બળ આપ, તું અમને હિંમત આપ કે તારા માર્ગે ડગ માંડ્યાં છે તો અમે આખરે પહોંચીને જ રહીએ. હે મારા પ્રભુ ! દેહની મમતા તોડીને અમે તારાં ચરણોમાં અમારા દિલને જોડી દઈએ.’આજ સુધી આગળના કેટલાય જન્મોમાં તમારાં પિતાઓ હશે, માતાઓ હશે, કેટલાંય સગાં-સંબંધીઓ હશે, એમનાથી પહેલાંય કોઈક હશે... અને એમનાથી પહેલાં પણ કોઈક હશે. દેહ સાથે તમારી આસક્તિ જેટલી પ્રગાઢ હશે એટલો સગાઈ-સંબંધોનો બોજો તમારા પર વધારે રહેશે. દેહની આસક્તિ જેટલી ઓછી હશે એટલો બોજો હલકો રહેશે. અંદરથી દેહની અહંતા તૂટી જાય તો બહારની મમતા તમને ફસાવવા સમર્થ નહિ થાય. અંદરથી દેહની આસક્તિ તૂટી જાય તો બહારની મમતા તમારા માટે રમત બની જશે. પછી તો તમારા જીવનમાં જીવન્મુક્તિનાં ગીત ગુંજવા લાગશે. બધે પ્રેમ દેખાશે....જીવન્મુક્ત પુરુષ કે સ્ત્રી બધાની વચ્ચે રહેતાં, બધું જ કરવા છતાં સુખપૂર્વક જીવે છે, સુખપૂર્વક ખાય-પીવે છે, સુખપૂર્વક આવે છે, સુખપૂર્વક સ્વસ્વરૂપમાં સમાય છે.માત્ર દેહ નો મોહ દૂર કરવાનો છે. દેહાધ્યાસ દૂર થઈ જાય તો મમતા પણ દૂર થઈ જાય. દેહાધ્યાસ હટાવવા માટે, દેહમાં થઈ ગયેલી અહંતા હટાવવા માટે આજે સ્મશાનયાત્રા કરી લો. જીવતાં જ મરી જાઓ થોડીવાર માટે. આજે મોતને આમંત્રણ આપો ઃ ‘હે મોત ! તું આજે આ શરીર ઉપર ઊતર.’કલ્પના કરો કે તમારા શરીર ઉપર આજે મોત આવી રહ્યું છે. તમારું શરીર ઢીલું થઈ ગયું. કોઈક નિમિત્તથી તમારા પ્રાણ ચાલ્યા ગયા. તમારું શબ પડ્યું છે. જેને આજ સુધી લોકો ‘ફલાણા ફલાણા ફલાણા .. ’ કહેતા હતા, એનું પ્રાણપંખેરું ઊડી ગયું. એ હવે લોકોની નજરે મડદું થઈને પડ્યું છે. વૈદ, ડોક્ટર, હકીમોએ હાથ ધોઈ નાખ્યા છે. જેને તમે આટલું પાળતા-પોષતા હતા, સજાવતા-શણગારતા હતા, ખવડાવતા-પિવડાવતા હતા, જેની ઇજ્જત-આબરૂની કાળજી રાખતા હતા એ શરીર આજે મરી ગયું. પડ્યું છે સામે. તમે એને જોઈ રહ્યા છો. લોકો ટોળે વળ્યા છે. કોઈ ખરેખર આંસુ સારી રહ્યા છે અને કોઈ કોઈ રડવાનો અભિનય કરી રહ્યા છે.
તમે મરી ગયા. શબ પડ્યું છે. લોકો આવ્યા, મિત્રો આવ્યા, પડોશીઓ આવ્યા, સાથીઓ આવ્યા, સ્નેહીઓ આવ્યા, ટેલિફોનની ઘંટડીઓ રણકી રહી છે, તાર કરવામાં આવે છે, સંદેશવાહકો મોકલવામાં આવે છે. મૃત્યુ થતાં જે થવું જોઈએ એ બધું જ કરવામાં આવે છે.આ અંતિમ પ્રેમ છે દેહની, જેને પાર કર્યા વિના કોઈ યોગી સિદ્ધ નથી થઈ શકતો, કોઈ સાધક પૂર્ણ સૌભાગ્યને ઉપલબ્ધ નથી થઈ શકતો. આ છેલ્લી અડચણ છે એને દૂર કરો.
તમારું શરીર પડી ગયું, ઢળી પડ્યું, થઈ ગયું ‘તમે મરી ગયા. લોકો ભેગા થઈ ગયા.ઠાઠડી માટે વાંસડા મંગાવાઈ રહ્યા છે. તમને નવડાવવા માટે ઘરની અંદર લઈ જવામાં આવે છે. લોકોએ તમારા શરીરને ઉપાડ્યું. તમારી ડોક લટકી પડી. હાથ-પગ લબડી રહ્યા છે. લોકો તમને સંભાળીને લઈ જાય છે. તમારા શબને નવડાવે છે. પરંતુ...અરે મનુષ્ય! એ ચમકારો ક્યાં...? એ પ્રકાશ ક્યાં ? એ ચેતના ક્યાં...? જે શરીર માટે કેટકેટલું કમાયા, કેટકેટલું ખાધું, કેટકેટલું પાળ્યું- પોપ્યું, શણગાર્યું–સજાવ્યું, કેટકેટલું એને બતાવ્યું, સંભળાવ્યું એ શરીર આજે શરીર ન રહ્યું, શબ બની ગયું. હવે એક શ્વાસ લેવો પણ એના હાથની વાત ન રહી. મિત્રને ધન્યવાદ આપવો કે પ્રેમી થી વાત કરવી કે કોઈ થી માફી માગવી એના હાથની વાત ન રહી. એક સંત-મહાત્માને પ્રણામ કરવાં એના હાથની વાત ન રહી.આજે એ પરાધીન શરીર બિચારું, શબ બિચારું ચાલી નીકળ્યું આ જગતમાંથી. જેના ઉપર આટલાં ‘ટેન્શન’ હતાં, જે જીવન માટે આટલી ખેંચતાણ હતી, આટલી ચિંતાઓ હતી એ જીવનની આ હાલત ? જે શરીર માટે આટલાં પાપ કર્યાં, આટલા સંતાપ સહ્યા કોઈ નું ખોટું કર્યું ,કોઈ નું દિલ દુઃખવ્યું,કોઈ ને ધોકો આપ્ય એ શરીર આજે આ હાલતમાં પડી રહ્યું છે ! જોઈ લો જરા જ્ઞાનની આંખથી તમારા શરીરની આ હાલત. લાચાર પડ્યું છે. આજ સુધી જે ‘હું... હું...’ કરી રહ્યું હતું, પોતાને બરાબર માની રહ્યું હતું, ડાહ્યું માની રહ્યું હતું, ચતુર સમજી રહ્યું હતું, જોઈ લો એ ચતુરની હાલત. એની બધી જ ચતુરાઈ ધૂળમાં મળી ગઈ. બધું જ જાણેલું અજાણ્યું થઈ ગયું. બધું જ જ્ઞાન એક ઝાટકામાં સમાપ્ત થઈ ગયું. બધા સંબંધો કપાઈ ગયા. ધન અને પરિવાર પારકાં થઈ ગયાં.
જેના માટે તમે કેટલીય રાત્રિઓ જાગ્યા હતા, જેના માટે માથે બોજા ઉપાડ્યા હતા એ બધા જ હવે પારકા થઈ ગયા .. ! જેના માટે તમે પીડાઓ ભોગવી એ બધા હવે તમારા કંઈ જ થતા નથી. તમારા વહાલા શરીરની આ હાલત !!કુટુંબીઓ, મિત્રોના હાથે તમને નવડાવવામાં આવે છે. શરીર લૂછ્યું, ન લૂછ્યું, ટુવાલ ફેરવ્યો, ન ફેરવ્યો ને તમને કપડાં પહેરાવી દીધાં. શબને ઉપાડીને તેઓ વાંસડાની ઠાઠડી પર સુવડાવે છે.
હવે જુઓ તમારા શરીરની હાલત. જેના માટે તમે મોટી મોટી કમાણીઓ કરી, મોટી મોટી વિદ્યાઓ ભણ્યા, ડિગ્રીઓ ભેગી કરી, કેટલીય જગ્યાએ લાચારી કરી, તુચ્છ જીવન માટે ગુલામી કરી, કેટલાયને સમજાવ્યા, સંભાળ્યા એ શરીર પ્રાણપંખેરું ઊડી જવાથી પડ્યું છે ઠાઠડી પર.જીવતાં જ મરવાનો આ પ્રયોગ કરી લો. આમેય તમારું શરીર મરેલું જ છેને ! એમાં દાટ્યું પણ શું છે ?ઠાઠડી ઉપર પડેલા શબ ઉપર લાલ કપડું બાંધવામાં આવી રહ્યું છે. લટકી પડેલી ડોકને વ્યવસ્થિત કરવામાં આવે છે. પગને કાથીથી બરાબર બાંધવામાં આવે છે કે જેથી રસ્તામાં મડદું ક્યાંક પડી ન જાય. ગળાની આસપાસ પણ દોરીના આંટા મારવામાં આવે છે. આખું શરીર કાથી વડે ગુંથી લેવામાં આવે છે. ઠાઠડી બનાવનાર કહી રહ્યો છે : ‘તું ત્યાંથી ખેંચ. ’ બીજો કહે છે : ‘મેં ખેચ્યું છે. તું ત્યાં ગાંઠ માર.’અરે પણ એ ગાંઠો ક્યાં સુધી રહેશે ? દોરી ક્યાં સુધી રહેશે ? હમણાં જ બળી જશે... અને દોરીઓ વડે બંધાયલો પણ બળવા માટે જ જઈ રહ્યો છે !ધિક્કાર છે આ નશ્વર જીવનને ! ધિક્કાર છે આ નશ્વર દેહ ના મોહ ને ! ધિક્કાર છે દેહાધ્યાસ અને દેહાભિમાનને !ઠાઠડીને કસીને બાંધવામાં આવે છે. આજ સુધી તમારું નામ ‘શેઠ’ અને ‘સાહેબ’ બેન ,સર, કે ભાઈ ના લિસ્ટમાં હતું. હવે એ ‘મડદા’ના લિસ્ટમાં આવી ગયું. લોકો કહે છે : ‘મડદાને બાંધો જલદીથી.’ હવે એવું નહિ કહે ‘શેઠને, સાહેબને, નોકરને, સંતને, અસંતને બાંધો. ’તેઓ કહેશે ‘મડદાને બાંધો.’
આવી ગયો તમારા આખા જીવનની ઉપલબ્ધિઓનો અંત. આજ સુધી તમે જે કમાયા એ તમારું ન રહ્યું. આજ સુધી તમે જે જાણ્યું હતું એ મૃત્યુના એક જ ઝટકાથી છૂટી ગયું. તમારા ઈન્કમટેક્ષનાં કાગળિયાંઓને, તમારાં ‘પ્રમોશન’અને ‘રિટાયરમેન્ટ’ની બાબતોને, તમારી ઉપલબ્ધિ અને અનુપલબ્ધિઓને સદાય માટે વિદાય થવું પડ્યું.હાય રે હાય મનુષ્ય તારા શ્વાસ ! વાહ રે વાહ તારી કલ્પના ! હાય રે હાય તારી નશ્વરતા ! વાહ રે વાહ મનુષ્ય તારી વાસનાઓ ! આજ સુધી ઇચ્છાઓ સેવી રહ્યો હતો કે આટલું મેળવ્યું છે અને હજી આટલું મેળવીશ... આટલું જાણ્યું છે ને હજી આટલું જાણીશ... આટલાને પોતાના કર્યા છે ને હજી આટલાને પોતાના કરીશ. . . આટલાને સુધાર્યા છે ને હજી બીજાને સુધારીશ.
અરે ! તું પોતાને તો સુધાર ! પોતાને મોતથી તો બચાવ ! જન્મ- મરણના ચક્કરમાંથી તો છોડાવ ! જોઈએ આગળ તમારું શબ બંધાઈ રહ્યું છે. તમે ઠાઠડી સાથે એક થઈ ગયા છો. સ્મશાનયાત્રાની તૈયારી થઈ રહી છે. લોકો રડી રહ્યા છે. ચાર માણસો તમને ઉપાડીને ઘરથી બહાર લઈ જઈ રહ્યા છે. પાછળ પાછળ બીજા બધા લોકો ચાલી રહ્યા છે. કોઈ હૃદયપૂર્વક સ્મશાનયાત્રામાં આવ્યા છે અને કોઈ માત્ર દેખાવ કરવા આવ્યા છે. કોઈરિવાજ નિભાવવા આવ્યા છે કે સમાજમાં બેઠા છીએ તો...પાંચ-દસ જણ સેવા કરવાના ઈરાદાથી આવ્યા છે. એમને ખબર નથી કે ! તમારી પણ આવી જ હાલત થશે. પોતાને ક્યાં સુધી સારા ગણાવશો ? સમાજમાં પોતાને ક્યાં સુધી ‘સેટ’ કરતા રહેશો ? ‘સેટ’ કરવા જ ઇચ્છતા હો તો પોતાને પરમાત્મામાં ‘સેટ’ કેમ નથી કરતા સાચો પ્રેમ કેમ સમજતા નથી..બીજાઓની સ્મશાનયાત્રામાં જવાનું નાટક કરો છો ? પ્રામાણિકતાથી સ્મશાનયાત્રાઓમાં જવાનું રાખજો. પોતાના મનને સમજાવતા રહેજો કે તારી પણ આવી જ હાલત થવાની છે. તું પણ આ જ પ્રમાણે ઊપડવાનો છે, આ જ પ્રમાણે જવાનો છે. ઓ બેઈમાન. ...મન ! તું ઠાઠડી વખતે પણ ઈમાનદારી નથી રાખતું ? ઉતાવળ કરાવે છે ? ઘડિયાળ જોતું રહે છે ? ‘ઓફિસે જવું છે... દુકાને જવું છે...’ અરે ! આખરે તો સ્મશાનમાં જ જવાનું છે એ પણ તું જરા સમજી લે. ઓફિસે જા, દુકાને જા, સિનેમામાં જા, ક્યાંય પણ જા, આખરે તો તું મશાણમાં જ જવાનો છે. તું બહાર કેટલે સુધી જઈશ ?
અરે પાગલ મનુષ્ય ! ઓ માયાનાં રમકડાં ! સદીઓથી માયા તને નચાવતી આવી છે. તું ઈશ્વર માટે ન નાચ્યો, પરમાત્મા માટે ન નાચ્યો તો માયા તને નચાવતી રહેશે. તું પ્રભુપ્રાપ્તિ માટે ન નાચ્યો તો માયા તને કેવી કેવી યોનિઓમાં નચાવશે ? ક્યારેક વાંદરાનું શરીર મળશે તો ક્યારેક રીંછનું, ક્યારેક ગંધર્વનું શરીર મળશે તો ક્યારેક વળી ગધેડાનું, ક્યારેક કિન્નરનું તો ક્યારેક વળી કૂતરાનું. પછી એ શરીરોને તું ‘હું’ માનીશ. કોઈને પ્રેમી,તો કોઈ ને પ્રેમિકા,કોઈ ને પોતાની મા, માનીશ તો કોઈને બાપ, કોઈને બેટો માનીશ તો કોઈને બેટી,તો કોઈ ને પતિ કે પત્ની, કોઈને કાકા માનીશ તો કોઈને કાકી. એ બધાંને તું પોતાનાં કરીશ. પછી ત્યાં પણ એક ઝાટકો આવશે મોતનો અને એ બધાંને છોડવાં પડશે, પારકાં કરવાં પડશે. આવી મુસાફરીઓ તું કેટલાય યુગોથી કરતો આવ્યો છે ! આવા સંબંધો તું કેટલાય સમયથી ગોઠવતો આવ્યો છે.
‘મારા દીકરાનાં લગ્ન થઈ જાય... વહુ મારા કહ્યામાં રહે.. મારો નોકર વફાદાર રહે... દોસ્તોનો પ્યાર ટકી રહે...' ધારો કે આ બધું થઈ જાય તોય છેવટે ક્યાં સુધી ? ‘પ્રમોશન મળી જાય...’ મળી ગયું પ્રમોશન. પછી શું ? ‘લગ્ન થઈ જાય...’થઈ ગયાં લગ્ન. પછી શું ? ‘બાળક થઈ જાય...' બાળકો પણ થયાં. પછી શું કરશો ? છેવટે તમે પણ આ પ્રમાણે ઠાઠડીમાં બંધાશો. આ જ પ્રમાણે તમને ખભા ઉપર ઉપાડવામાં આવશે. છેવટે તમારા શરીરની જે હાલત થવાની છે એ જરાક જોઈ લો.આ સનાતન સત્યથી કોઈ બચી શકતું નથી. તમારા લાખો રૂપિયા તમને મદદ નથી કરી શકતા. તમારા લાખો પરિચયો તમને બચાવી નથી શકતા. આ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું જ પડશે. બીજી બધી જ ઘટનાઓથી તમે બચી શકો છો પરંતુ આ ઘટનામાંથી તમને બચાવનાર આ પૃથ્વી પર આજ સુધી કોઈ થયું નથી અને થશે પણ નહિ. આથી આ અનિવાર્ય મોતને તમે અત્યારે જ જ્ઞાનની આંખ દ્વારા નિહાળી લો.તમારા પ્રાણહીન દેહને ઠાઠડીમાં બાંધીને લોકો લઈ જઈ રહ્યા છે સ્મશાન તરફ. લોકોની આંખોમાં આંસુ છે. એ આંસુ વહાવનારા પણ બધા આ જ પ્રમાણે જવાના છે. આંસુ વહાવવાથી જીવ નહિ બચે, આંસુ રોકવાથી પણ જીવ નહિ બચે. શબને જોઈને ભાગી જવાથી પણ જીવ નહિ બચે અને શબને વળગી પડવાથી પણ જીવ નહિ બચે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે તેમને પ્રેમ થશે અને આત્મસાક્ષાત્કાર થશે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે સંત-મહાત્માનો કૃપા- પ્રસાદ તમને પચી જશે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે ઈશ્વર સાથે તમારી એક થશે.. ! તમે આ મોતની દુર્ઘટનાથી કદી બચી નથી શકતા. આ કમ નસીબીથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. आया है सो जायेगा, राजा रंक फकीर ।
કોઈની ઠાઠડી સાથે પચાસ માણસો હોય કે પાંચસો માણસો હોય, કોઈની ઠાઠડી સાથે પાંચ હજાર માણસો હોય કે માત્ર પાંચ માણસો હોય. એનાથી શું ફરક પડવાનો છે ? આખરે તો એ ઠાઠડી ઠાઠડી જ છે, શબ શબ જ છે.તમારા શબને ખભા ઉપર ઉપાડીને લઈ જવામાં આવે છે. કોઈએ એના પર ગુલાલ છાંટ્યો છે. કોઈએ ગલગોટાનાં ફૂલ મૂક્યાં છે. કોઈએ ફૂલનો હાર પહેરાવ્યો છે. કોઈ તમારી સાથે વિશેષ વ્યવહાર નિભાવે છે તો તમારા પર અત્તર છાંટે છે, ‘સ્પ્રે’ કરે છે. હવે શું ફરક પડવાનો છે અત્તરથી ? ‘સ્પ્રે’તમને હવે શું કામ લાગશે ....
શબ ઉપર ભલે ઈંટ-પથ્થર નાખી દો કે સોનાની ઈમારત ઊભી કરી દો, એના ઉપર ફૂલો ચડાવી દો કે હીરા-ઝવેરાત ન્યોચ્છાવર કરી દો. હવે એનાથી શું ફરક પડે છે ?ઠાઠડી ઘરથી બહાર જઈ રહી છે. લોકો ઠાઠડીને ઘેરી વળ્યા છે. ચાર જણે ખભા ઉપર ઠાઠડી ઉપાડી છે. બીજા ચાર એમની સાથે છે. ‘રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ...' તમારી સ્મશાનયાત્રા થઈ રહી છે જે ઘર માટે તમે કેટકેટલા ‘પ્લાન’ બનાવ્યા હતા એ ઘરથી તમે હવે જઈ રહ્યા છો... એ દ્વારથી તમે સદાયને માટે વિદાય લઈ રહ્યા છો... જે ઘરને બનાવવા માટે ઈશ્વરીય ઘરનો ત્યાગ કરી બેઠા હતા, જે ઘરને નિભાવવા માટે તમે પોતાના પ્યારા પરમાત્માના ઘરનો તિરસ્કાર કરી બેઠા હતા એ ઘરેથી તમે મડદાના રૂપમાં કાયમ માટે વિદાય લઈ રહ્યા છો. ઘરની દીવાલો ભલે રડતી હોય કે હસતી હોય, તમારે તો જવું જ પડે છે સમજુ લોકો કહી રહ્યા છે કે ‘શબને જલદી લઈ જાઓ. રાતનો મરેલો છે કા તો મરેલી છે તેથી જલદી લઈ જાઓ. નહિતર એનાં ‘વાયબ્રેશન’, એના જીવાણુઓ (બેક્ટેરિયા) ફેલાઈ જશે. બીજા લોકો બીમાર પડશે.’હવે તમને ઘડીભર રાખવાની કોઈની હિંમત નથી. ચાર દિવસ સંભાળવાનું સાહસ કોઈનામાં નથી. બધા પોતપોતાની જિંદગી જીવવા માગે છે. તમને બહાર કાઢવા માટે ઉત્સુક છે સમજુ લોકો. ‘જલદી કરો. સમય થઈ ગયો. ક્યારે પહોંચશો ? જલદી કરો જલદી કરો !' આવાં સૂચનો અપાઈ રહ્યાં છે.
તમે ક્યાં સુધી ઘરને ચોંટ્યા રહેશો ? છેવટે લોકો તમને બાંધી- જકડીને જલદીથી સ્મશાનમાં જ લઈ જશે.
દેહ નો મોહ તોડવો પડશે. આ મોહ કારણે તમે ફસાઈ ગયા છો. આ મોહ ના કારણે તમે જન્મ-મરણના ચક્કરમાં ફસાયા છો. આ મોહ તમારે તોડવો પડશે. ભલે આજે તોડો કે એક જન્મ પછી તોડો અથવા એક હજાર જન્મ પછી તોડો.
લોકો તમને ખભા પર ઉપાડીને લઈ જઈ રહ્યા છે. તમે ખૂબ દૂધ- મલાઈ, માખણ-ઘી ખાધાં હશે તો ચરબી વધારે હશે. એનાથી લોકોને પરિશ્રમ વધારે પડશે અને ચરબી ઓછી હશે તો લોકોને પરિશ્રમ ઓછો પડશે. ગમે તે હોય, તમે તો અત્યારે ઠાઠડી પર આરૂઢ થઈ ગયા છો.યારો ! हम बेवफाई करेंगे. तुम होगे हम कंधे चलेंगे ।
हम पड़े रहेंगे तुम धकेलते चलोगे। यारो ! हम बेवफाई करेंगे | તમે લોકોના ખભે ચઢીને ત્યાં જઈ રહ્યા છો કે જ્યાં બધાએ અવશ્ય જવાનું છે. ‘રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ.'ઠાઠડીવાળા ઝડપથી જઈ રહ્યા છે. એમની પાછળ પચાસ, સો માણસો જઈ રહ્યા છે. તેઓ અંદરોઅંદર વાતચીત કરી રહ્યા છેઃ ‘ભાઈ કે બહેન સારા હતા... માલદાર હતા... સુખી હતા...’ અથવા ‘ભાઈ ગરીબ હતા... દુખી હતા... બિચારા જતા રહ્યા...'એ મૂર્ખાઓને ખબર નથી કે આપણે પણ આ જ રીતે જવાના છીએ. એ તમારા ઉપર દયા ખાઈ રહ્યા છે ને પોતાને શાશ્વત માની રહ્યા છે નાદાન! ઠાઠડી રસ્તા પર આગળ વધી રહી છે. બજારના લોકો બજાર તરફ દોડી રહ્યા છે. નોકરીવાળા નોકરી તરફ દોડી રહ્યા છે. તમારા શબ ઉપર કોઈની નજર પડે છે તો ક્ષણવાર ‘ઓ... હો’ કરીને વળી પાછા પોતાના કામ તરફ, પોતાના વ્યવહાર તરફ ભાગવા માંડે છે. એમને ખયાલ નથી આવતો કે હું પણ આ પ્રમાણે જવાનો છું. હું પણ મોતને ભેટવાનો છું. સાઈકલ, સ્કૂટર, મોટરમાં સવાર થયેલા લોકો સ્મશાનયાત્રા જોઈને ‘આહા...ઊહૂ’ કરતા આગળ ભાગી રહ્યા છે
વ્યવહારને સંભાળવા માટે કે જેને છોડીને મરી જવાનું છે. છતાંય બધા એ વ્યવહાર તરફ જ જઈ રહ્યા છે.હવે તમે ઘર અને સ્મશાન વચ્ચેના રસ્તા પર છો. ઘર દૂર સરકતું જાય છે... સ્મશાન નજીક આવતું જાય છે. ઠાઠડી સ્મશાન પાસે પહોંચી. એક જણ સ્કૂટર લઈને ભાગ્યો અને સ્મશાનમાં જઈને લાકડાંની વ્યવસ્થા કરવા લાગ્યો. સ્મશાનવાળાને એ કહી રહ્યો છે : ‘લાકડાં આઠ મણ તોળો... બાર મણ તોળો... સોળ મણ તોળો. મરનાર સજ્જન હતા, સારા હતા તેથી લાકડાં વધારે વપરાઈ જાય તો કાંઈ વાંધો નહિ.' જેવી જેની પરિસ્થિતિ હોય છે એ પ્રમાણે લાકડાં ખરીદવામાં આવે છે. હવે શબ આઠ મણ લાકડાંમાં બળે કે અઢાર મણ લાકડાંમાં બળે, તેથી શું ફેર પડે છે ? ધન વધારે હશે તો દસ મણ લાકડાં વધારે આવશે અને ધન ઓછું હશે તો બે-પાંચ મણ લાકડાં ઓછાં આવશે. એથી શું ફેર પડવાનો છે હવે ? તમે તો દોસ્ત ! થઈ ગયા પારકા.હવે સ્મશાન બિલકુલ નજીક આવી ગયું છે. શુકન કરવા માટે ત્યાં બાળકોના વાળ વિખેરવામાં આવે છે. સાથે લાડુ લાવ્યા હતા એ કૂતરાને ખવડાવવામાં આવે છે.જેમને ખૂબ ઉતાવળ છે એ લોકો ત્યાંથી જ સરકીને જઈ રહ્યા છે. બાકીના લોકો તમને ત્યાં લઈ જાય છે કે જ્યાં બધાને જવાનું જ છે.
લાકડાં ગોઠવવાવાળા ત્યાં લાકડાં ગોઠવી રહ્યા છે. બે-પાંચ મણ લાકડાં નીચે ગોઠવવામાં આવ્યાં. એના ઉપર તમારા શબને લોકો મૂકી રહ્યા છે. બોજો ખભેથી ઊતરીને હવે લાકડાં ઉપર પડી રહ્યો છે. ત્યાં પણ બોજો કેટલીવાર સુધી રહેશે ભાઈ !
ઘાસના પૂળા, નાળિયેરની કાચલી, માચીસ, ઘી અને દીવેટ તૈયાર કરવામાં આવે છે. તમારું અંતિમ સ્વાગત કરવા માટે આ ચીજો અહીં લાવવામાં આવી છે. અંતિમ વિદાય....
આ શરીરને તમે હલવો-પૂરી ખવડાવીને પાળ્યું કે લૂખી-સૂકી રોટલી ખવડાવીને ટકાવ્યું તેથી હવે શું ફરક પડે છે ? ઘરેણાં પહેરીને જીવ્યા કે ઘરેણાં વગર જીવ્યા તેથી શું ફરક પડે છે ? આખરે તો એની સંભાળ અગ્નિ દ્વારા લેવામાં આવશે. માચીસ દ્વારા તમારું સ્વાગત કરવામાં આવશે.આ શરીર માટે તમે કેટકેટલાં પાપ કર્યાં ? કેટકેટલા સંતાપ સહ્યા ? આ શરીર માટે તમે કેટલાય લોકોનાં દિલ દુભાવ્યાં ? આ શરીર માટે જ તમે પરમેશ્વર સાથેનો સંબંધ તોડ્યો હતોને.જુઓ, હવે શું થઈ રહ્યું છે ? ચિતા ઉપર પડ્યું છે તમારું શરીર. એના ઉપર મોટાં મોટાં લાકડાં ગોઠવાઈ રહ્યાં છે. આગ જલદી લાગે એટલા માટે સાથે સાથે નાનાં લાકડાં પણ મૂકવામાં આવે છે.બધાં જ લાકડાં ગોઠવાઈ ગયાં. વચ્ચે વચ્ચે ઘાસ પણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ ભાગ કાચો ન રહી જાય, માંસનો એક પણ ટુકડો બચી ન જાય.એક માણસ દેખરેખ રાખે છે, ‘મેનેજમેન્ટ’ કરી રહ્યો છે. ત્યાં પણ નેતાગીરી નથી છૂટતી. એની ખોપડીમાં આગેવાની ચાલુ છે. ‘આમ કરો... તેમ કરો...' એ સૂચનાઓ આપી રહ્યો છે.અરે ચતુરાઈ બતાવનારા ! તારું પણ એ જ થવાનું છે. સમજી લે મનુષ્ય મારા ! મડદું બાળવામાં પણ આગેવાની જોઈએ ? ત્યાં પણ કંઈક વિશેષતા જોઈએ ? વાહ વાહ !!હે અજ્ઞાની મનુષ્ય ! તું શું શું ઇચ્છે છે ? હે નાદાન માનવ ! તેં શું શું કર્યું છે ? ઈશ્વર સિવાય તે કેટલાં નાટક કર્યાં ? ઈશ્વરને છોડીને તેં ઘણું બધું પકડ્યું છે. હજારો વખત તારી પાસેથી છોડાવવામાં આવ્યું છે અને આ જન્મમાં પણ છોડાવવામાં આવશે. તું જરાક સાવધાન થઈ જા, મનુષ્ય મારા !ઠાઠડી ઉપર લાકડાં ‘ફીટ’ થઈ ગયાં છે. તમારા પુત્રો, તમારા બાંધવો, તમારા સ્નેહીઓ મનમાં કંઈક ભાવ લાવીને આંસુ સારી રહ્યા છે. કેટલાક સંબંધીઓ આંસુ નથી આવતાં તેથી શરમિંદા થઈ રહ્યા છે. બાકીના લોકો ગપ્પાં મારવા બેસી ગયા છે. કોઈ સ્કૂટરની સફાઈ કરી રહ્યા છે તો કોઈ પોતાનાં કપડાં બદલવામાં વ્યસ્ત છે. કોઈ દુકાને જવાની તજવીજમાં છે તો કોઈ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે. તમારી ચિંતા કોણ કરે છે ? ક્યાં સુધી લોકો તમારી ચિંતા કરશે ? તમને સ્મશાન સુધી પહોંચાડી દીધા, ચિતા પર સુવડાવી દીધા. દીવાસળી દાનમાં દીધી. વાત પૂરી થઈ ગઈ.લોકો હવે જવા માટે આતુર થયા છે. ‘હવે ચિતાને દીવાસળી ચાંપો. ઘણું મોડું થઈ ગયું. જલદી કરો જલદી કરો...’ ઇશારા થઈ રહ્યા છે. આ મિત્રો જ પહેલાં તમને કહેતા હતા : ‘બેસોને... તમે મારી સાથે જ રહો. તમારા વિના ચેન નથી પડતું. ' હવે તેઓ જ કહી રહ્યા છે : ‘જલદી કરો... આગ લગાડો... અમે હવે જઈએ... જાન છોડો અમારો...’વાહ રે વાહ સંસારના મિત્રો ! વાહ રે વાહ સંસારના સગા- સંબંધીઓ ! ધન્યવાદ... ધન્યવાદ ! તમારી પોલ જોઈ લીધી.પ્રભુને મિત્ર નહિ બનાવો તો આવા જ હાલ થવાના છે. આજ સુધી જે લોકો તમને ‘સાહેબ... શેઠ... દોસ્ત...’કે ..બહેન... કહી રહ્યા હતા, જેઓ તમારા લંગોટિયા મિત્ર હતા તેઓ જ આજે જલદી કરી રહ્યા છે. એ લોકોને ભૂખ લાગી છે. બહાર તો નથી કહેતા પણ અંદર કહી રહ્યા છે કે : ‘હવે વાર ન લગાડો. એમને જલદી સ્વર્ગે પહોંચાડો. માથા તરફથી આગ લગાડો જેથી જલદી સ્વર્ગે જાય.’એ તો શું સ્વર્ગમાં જશે ! એનાં કર્મ અને માન્યતા જેવી હશે એવા સ્વર્ગમાં એ જશે. પરંતુ તમે ભોજનરૂપી સ્વર્ગે જરૂર પહોંચશો. તમને અહીંથી રજા મળશે.
નાળિયેરની કાચલીમાં ઘી નાખે છે. જ્યોત પ્રગટાવે છે. તમારા જીવનને સદાય માટે નષ્ટ કરવા જ્યોત સળગાવવામાં આવે છે. આ જ્યોત બ્રહ્મજ્ઞાની ગુરુની નથી, સદ્ગુરુની જ્યોત નથી. આ તમારા મિત્રોની જ્યોત છે. જેમના માટે તમે પોતાનું સમગ્ર જીવન ખોઈ રહ્યા હતા એ લોકો તમને આવી જ્યોત આપશે. જેમની પાસે જવા માટે તમારી પાસે સમય ન હતો એ સદ્ગુરુની જ્યોત હજી તમે જોઈ જ નથી ભાઈલા !
લોકો જ્યોત સળગાવે છે. માથા તરફ લાકડાં વચ્ચે જે ઘાસ છે એને જ્યોતનો સ્પર્શ કરાવે છે. ઘાસના પૂળાને આગ ઘેરી લે છે. પગ તરફ પણ એક જણ આગ લગાડી રહ્યો છે. ભભુક. . . ભભુક... આગ ચાલુ થઈ ગઈ. તમારા ઉપર વીંટાળેલાં કપડાં સુધી આગ પહોંચી ગઈ. લાકડાં ધીરે ધીરે અગ્નિ પકડી રહ્યાં છે. હવે તમારા મિત્રોને જરૂર નથી કે ફાયર બ્રિગેડ બોલાવી લે. હવે ડોક્ટર-હકીમોને બોલાવવાના સંજોગો નથી. જરૂર પણ નથી. હવે બધાને ઘરે જવું છે. તમને છોડીને વિદાય થવું છે.ધૂમાડો નીકળી રહ્યો છે. આગની જ્વાળાઓ લપકારા મારી રહી છે. જેઓ નજીકના સ્નેહી અને સાથી હતા તેઓ પણ અગ્નિના તાપથી દૂર ભાગી રહ્યા છે. ચારે બાજુ પ્રજ્વલિત અગ્નિ વચ્ચે તમારે એકલા બળવું પડે છે. મિત્રો-સ્નેહીઓ, સંબંધીઓ, બાળપણના ગોઠિયા બધા દૂર સરકી રહ્યા છે.હવે કોઈ કોઈનું નથી. બધા જ સંબંધો મોહ ના સંબંધો... મોહ માં જરાક તાપ સહેવાની તાકાત ક્યાં છે ? મૃત્યુનો એક ઝાટકો સહેવાની તાકાત ક્યાં છે ? તમારાં સગાં-સંબંધીઓમાં મોતની એક ચિનગારી સહેવાની તાકાત ક્યાં છે ? છતાં પણ તમે સંબંધોને પાકા કરવા મથી રહ્યા છો. તમે કેટલા ભોળા મહેશ્વર છો ! તમે કેટલા નાદાન મહેશ્વર છો ! હવે જોઈ લો હકીકત.ચિતાને આગ ઘેરી વળી છે. લોકોને ભૂખ ઘેરી વળી છે. કેટલાક લોકો ત્યાંથી હળવે રહીને ખસી ગયા. કેટલાક લોકો હવે ત્યાં રહ્યા છે.
એક નોકર પણ હાથમાં ચીપિયો લઈને ત્યાં ઊભો છે. એ કાળજી રાખે છે કે લાકડાં આડાં-અવળાં ન થઈ જાય. લાકડું નીચે પડી જાય તો એ ફરીથી તમારા માથા ઉપર ચડાવી દે છે. હવે આગ બરાબર ફેલાઈ ગઈ છે. ચારે બાજુ ભભુક...ભભુક... અગ્નિ બળી રહ્યો છે. માથા બાજુ આગ... પગ બાજુ આગ. વાળ તો એવા બળ્યા કે જાણે ઘાસ બળ્યું ! માથાને પણ આગે ઘેરી લીધું છે. મોંમાં ઘી નાખેલું હતું, વાટ નાખેલી હતી, આંખો ઉપર ઘી ચોપડેલું હતું.
મત કર રે ભાયા ગરવ ગુમાન ગુલાબી રંગ ઉડી જાવેલો. મત કર રે ભાયા ગરવ ગુમાન પ્રેમીરો રંગ ઉડી જાવેલો ॥ ઉડી જાવેલો રે ફીકો પડ જાવેલો રે કાલે મર જાવેલો, પાછો નથી આવવો... મત કર રે ભાર રે પ્રેમી તારી ફરી કો ની રે વેલા...इने जातें नहीं लगे वार गुलाबी रंग उड़ी जावेलो ॥ પતંગી રંગ ઉડી જાવેલો... મત કર મોહ.. ધન રે દૌલત તારા માલ ખજાના નો... છોડી જાવેલો રે પલમાન ઉડી જાવેલો || પાછો નથી આવેલો... મત કર મોહ ઘણા રે લાયો ને ઘણા લે જાવેલો ભાયા.... ઘણા કોની હાલે થરે સાથે ગુલાબી રંગ ઉડી જાવેલો પતંગી રંગ ઉડી જાવેલો...મત કર રે
તમારા આખા શરીરને સ્મશાનની આગે ઘેરી લીધું છે. લાકડાં પૂરજોશથી બળી રહ્યાં છે. એક જ ક્ષણમાં એણે પોતાના ભોગનો સ્વીકાર કરી લીધો છે. આખું શરીર કાળું થઈ ગયું. કપડાં બળી ગયાં. કફન બળી ગયું. ચામડી બળી ગઈ. પગનો ભાગ નીચે લબડી રહ્યો છે, પડવા લાગ્યો છે. ચરબીને આગ સ્વાહા કરી રહી છે. હજી યે મનુષ્ય તમને જીવતા તમારી હાલત બતાવી દીધી જો સમજાય જાય તો સમજી જાઓ..
કાઈ નથી આ મનુષ્ય જીવન માં તમે આ જીવન પરમાત્મા તરફ વાળી લો પરમાત્મા માં એક થય જાવો..એક મોક્ષ નો માર્ગ તમને આ બધા બધન માંથી મુક્ત કરી શક્શે અને જો મોક્ષ નો માર્ગ સમજવો હોય તો પહેલાં પ્રેમ ને સમજી જાવો.....પ્રેમ તમને મોક્ષ ના માર્ગ સુધી લય જશે એવી પરમાત્માને હું પ્રાથના કરીશ...
_ મનોજભાઈ સોલંકી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Prem ni shodh ma/dhaashu news