જાન્યુઆરી 19, 2023

મારો પ્રેમ (પ્રેમ અનેપવિત્રતા )

  મારો પ્રેમ(વેકેશન ) માં તમને એક પાત્ર મળી ગયું તેનું નામ તનું હતું. તનું કેવી દેખાય  છે એ તો તમને ખબર પડી પણ આગળની કહાની માટે પાછું મારા ભુતકાળ માં જઈએ 

        તે દિવસે બપોરે ચાય પી ને તનું તેના કાકી ના ઘરે જતી રહી તેના મમ્મી ,પપ્પા હજી યે મારા ઘરે જ બેઠા હતા તમને હતું હસે કે તનું કેમ જતી રહી પણ એવું નથી કેમ કે તે ઓ મહેમાન શે પણ મારા કાકી ના ભાઈ અને ભાભી અને તનું અહી નવી શે તો સ્વભાવિક કે તે તેના ફઈ ના ઘરે જ જાય ને બીજે ક્યાં જાય? હું પણ તમને કેવી વાત કરવા લાગ્યો પણ વાધો નથી તમને તનું વિશે થોડી વધારે ખબર પડી કે તમને આગળ કામ આવે હું પણ થોડી વાર માં તનું ના પાછળ પાછળ મારા કાકી ના ઘરે ગયો ત્યાં જાય ને જોઉં તો તનું અને મારા કાકી વાતો માં હતા એટલે હું તેમને કોઈ વાત માં ભંગ ના પડે માટે દુર જાય ખાટલા મો બેસી ગયો અને દુર થી તનું ની સામે જોતો જ રહ્યો સાચું કહું તો દૂરથી જ આખો દિવસ જોય કરું અને બસ આવી રીતે તે હંમેશા મારી આંખો ની સામે રહે એવું હું ચાહતો  ખબર નહતી પડતી કે મારી આ નાની જીંદગી માં મને કોઈ આટલું ગમી જશે બસ બીક એક હતી કે જે ગમ્યું હતું તે એક છોકરી હતી બીજી કોઈ ચીજ વસ્તુ હોત તો ગમે તે કરી એને હાસિલ કરી નાખત પણ કોઈ છોકરી ને હસિલ્ કેવી રીતે કરવી એની ખબર ન હતી કેમ કે હાલ મારી ઉંમર પણ નાની હતી બસ એટલો વિશ્વાસ તો હતો મને કે મેં આજ સુધી કોઈ એવી ચીજ વસ્તુ કે જે મને ગમી હોય અને મેં મેળવી ના હોય આગળના ભાગ મે તમને બતાવ્યું હતું કે કોઈ ચીજ મને ગમે તો કેવી રીતે હશિલ કરતો પણ આ તનું ને મેળવવા શું કરવું પડશે ખબર ન હતી .

   મારા વેકેશન નો આજે 7 મો દિવસ હતો હજી તો તનું થી વાત પણ કરવાની મારી હિંમત નહતી થયું એક વાત તો પાક્કી મે નક્કી કરી કે જયારે કોઈ છોકરી સાથે તમને અંદર થી પ્રેમ થશે તો તમને તેના થી વાત કરતા થોડી ડર લાગશે કેમ કે તનું શિવાય મારે ગણી છોકરીઓ મારી શાળા માં ભણતી અંને એ બધી જોડે હું વાત અને મસ્તી કરતો પણ જે આજે તનું માટે મારા દિલ માં મન માં જે થતું હતું એવું ક્યારે બીજી છોકરીઓ માટે નહતું થયું કયાંક અલગ જ મારા દિલ માં વાત હતી જે હું કહી શકતો નથી બસ મારે હજી સમય જોય તો હતો .આમ તો હું નાસ્તિક હતો કોઈ દેવી કે દેવતા મો નહતો માનતો પણ તનું આવી તેને જોઈ ત્યાર થી મારી કુલ માતાને મનો માન આંદર થી પ્રાથના કરતો કે બસ મારે તનું જોયે , મારે તેનાથી વાત કરવો તમે જ કહો આવા સમય બીજું શું કરવું ખબર ના પડે તેના મમ્મી પપ્પા ની અને મારા મમ્મી પપ્પા ની નજર થી બચી કેટલી વાર મારે છાનું માનું જોવું આમ તો તે લોકો બોલે નહિ પણ મને અંદર થી ડર લાગતી હતી કે હું કોઈ ગલત કામ કરી રહ્યો છું અને એમાંય મારા પપ્પા કેવા છે તમને ખબર જ સે જે તમે આગળ વાચી   ને  આવ્યા છો (વેકેશન) માં પણ કહેવાય સે કે સમય બદલાય સે બસ આજે 8 માં દિવસે સવારે તનું ના મમ્મી પપ્પા તૈયાર થાય છે જવા માટે આ વાત મે મારા ભાઈ ને મારા ઘર માં વાત કરતા સાંભળી તમે વિશ્વાસ નહી આવે એટલી જડપી થી હું મારી  પથારી માંથી ઉભો તો  થય ગયો પણ હિંમત ન હતી કે પથારી માં થી નીચે પગ મૂકું ..એક સાધે ગણા બધા વિચારો મારા મસ્તિક મો ચાલવા લાગ્યા કે તનું જાય છે..? મે તો હજી વાત પણ નથી કરી ,પછી ક્યારે આવશે, તેના નામ શિવાય મને તેના વિશે બીજું કોઈ ખબર પણ નથી,તેમને રોકું તો કેવી રીતે રોકું .....ના જાણે ગણા એવા વિચારો મન માં અને પ્રશ્નો ભેગા થયા પણ તેનો જવાબ ના હતો અને ઉપર થી આ હદય પણ જોર જોર થી ધક ,ધક, ધડક થય રહ્યું હતું લગ ભગ 10,20 મિનીટ સુધી તો કોઈ ખબર જ ના પડી જયારે મમ્મી એ ચાની બૂમ મારી ત્યારે મારું મન ને ભાન આવ્યું હોય એવું લાગ્યું  હું ધીમે થી ઉભો થયો જેમ રોજ ની આદત તેમ અરિશા (દર્પણ) માં જાય મારો ચેહરો જોયો જીવન માં પહેલી વાર મારો ચેહરો કાઈ અ લગ જ હતો ઉદાસ, બિચારો,ફિક્કો ચેહરો ઉપર થી આખો માં પાણી ,આમ સાવ મૂડ વગરનો મે મારા ચેહરા પર હાથ ફેરવ્યો જીવન માં પહેલી વાર ખબર પડી કે હાર છું હોય અને કેવી હોય અને તેનાથી ચેહરો કેવો બને છે .જેમ મારી પાસે કોઈ હોઈ જ નહી એવી હાલત થય હતી એવામો મમ્મી પાછી બૂમ મારી ચાય.......નથી પીવી ચલ જલ્દી મે જવાબ આપ્યો હા...આ ..હા...આવું.......મારા અવાજ માં પણ પહેલી વાર અલગ સ્વર હતો કાઈ ખબર ન પડી ચાલો છોડો આગળ બહાર આવી મારા કાકી ઘર સામે નજર કરી કોઈ દેખાયું નહિ તો તરતજ પાછો ઘર માં જાય ને જલ્દી ચાય પીને બહાર આવી સીધો મારા કાકી ના ઘરે ગયો અને ત્યાં જાય ને જે વાત મને જાણવા મળી ......સાચું ..હું એટલો ખુશ થયો કે બધું ટેન્શન ,તકલીફ,દર્દ,વિચારો,ચેહરો બધું એકીસાથે બદલાય ગયું હોય જેમ ઘર માં આંધરું હોય અને આચનક કોઈ લાઇટ ચાલુ કરે અને જેમ ઘરમાં અજવાળું થાય તેમ મારા જીવન માં જાણે  ખુશી નો માહોલ થય ગયો તમે પણ જાણો એ ખુશ ખબર ........તનું  ક્યાંય જવાની નહતી તેના મમ્મી, પપ્પા તૈયાર થય તેમના ઘરે જતા હતા અને તનું આખું વેકેશન અહી જ રેહવાની હતી તમેજ કહો કે આ કેવા સમાચાર છે ખુશી ના જ ને તમારું તો ખબર નહિ પણ હું ખૂબ ખુશ હતો હવે મને જેવું જો વતું હતું તેવું જ થતું હતું હું તરત જ મારી કુળમાંતા મંદિરે જઈ પગે લગ્યો અને દિલ થી ખૂબ thanks.....thanks..boli khub આભાર માન્યો મારી એ ખુશી કેવી રીતે વ્યક્ત કરું ખબર નથી પડતી કે નથી મારી પાસે શબ્દો જે લખી શકુ ચાલો આગળ ની વાત કરું બસ હવે ગમે તે કરી તનું જોડે મારે વાત કરવાની હતી હું બહાનું શોધ તો હતો રોજ કે કાકી ના ઘરે કેવી રીતે જાવ અને બહાનું પણ મળી ગયું મારા કાકા ના ઘરે ઘરનું નવું કામ કાજ ચાલુ કર્યું તેમાં તમને ઘરમાં પ્લાસ્ટર અને જમીન પર ભોંય તળિયે પ્લાસ્ટર કરવાનુ હતું હવે ત્યાં કામ ચાલુ થયું એટલે હું કામ માં મદદ કરવા  માટે ત્યાં રોજ જવાનું ચાલુ થઇ ગયું બસ અફશોસ એક જ હતો કે હજુ તનું મારી સામે જોતી ના હતી કે વાત પણ ન કરતી હતી અને હું તે વાત કરે તેની રાહમાં ત્યાં રોજ જતો એક દિવસ સવાર સવાર ના પહોર માં હું કાકી ના ઘરે જે જમીન પર ઇટો ના રોડા હોય એ તોડવા માટે લોખંડની જે થેપડી આવે તેને લય ઇંટોના રોડા તોડતો હતો અને મારી નજર સામે જ એક જ બાજુ હતી અને એ તનું તરફ બસ તેને જોયા કરું અને રોડા તોડ્યા કરું અને તે સમય દરમિયાન અચાનક જે લોખંડની થેપડી હતી તે મારા પગ ના અંગુઠા પર જોરથી વાગી અને મારા મોં માંથી એક ચીસ બહાર નીકળી ગઈ...... તે સમય તનું મારી સામે જોઈ રહી એને બોલીઆંખો વગી રાખી કામ કરે તો લાગે નહિ... બસ ખબર નહિ પણ આ વખતે મને જે વાગ્યું હતું તેનાં પર કોઈ દવા લગાવી હોય તેવું લાગતું હતું મને સાચે કોઈ જ તકલીફ ન હતી પડી બસ તનું બોલી એ પણ મને એ વાતની મને અંદર થી ખુશી મળી રહી હતી...

    મારાં કાકી તરતજ ઊભા થયા અને તેમણે મને અંગુઠા પર જોયું અને બૂમ મારી તનું જલ્દી હળદર લાવ તો કેટલું  લોહી નીકળે છે તનું હળદર લય આવે એટલી વાર તો મારા કાકી કેટલું યે મને બોલી રહ્યા તારા પપ્પા અને તારી મમ્મી ને ખબર પડશે તો અમને બોલ છે કે કેમ કામ કરવો છો મને કહે તું કેમ આવું કામ કરે છે મજૂર રાખે લા છે ,અને તને લાગ્યું કેવી રીતે ...એટલી વાર તો તનું પણ હળદર લય આવી ગઈ મારા કાકી મને બોલતી હતી એ જોય તનું પણ બોલી બોલવા થી મટી ની જાય હળદર લગાવો પહેલા લોહી બંધ થાય સાચું કહું છું તે દિવસે તનુ મારી સામે પેેેેલી વખત મારી સામે....... 

નજર થી નજર મળવી  હું ખૂબ ખુશ હતો બધી વાતો બધું દુઃખ કાઈ જ નહતું દેખાતું બસ મનમાં એક જ વિચાર કે જો તનું આવી રીતે મને જોયા કરે અને તો હું તેના માટે અંગૂઠો તો શું ...પણ ગળું કપાવવા પણ ત્યાર છું.જો મારી સાથે વાત કરે અને મારી સામે જોવે તો હું રોજ શરીર માંથી લોહી વહેતું કરી નાખું  બસ તે 10 કે 15 સેકન્ડ જે તેની નજર મારી નજર સાથે મળી જાણે મને બધું મળી ગયું હોય તનું તરત જ ઊભી થય ને પાછી ઘર માં જાય ને કોઈ કાપડ માંથી લાંબો રીબીન જેવો કપડાનો પટો લય ને આવી અને મારા કાકી ના હાથ માં આપ્યો મારા કાકી યે મને યે પાટો બાંધયો સાચું કહું તો આજે પણ યે પાટો જે મને તનું યે કાપડ માંથી બનાવી બાધવા આપ્યો છે હજી યે સચવેલો મારી પાસે છે...આ બધુ જે થયું હું ખુશ હતો અને આ ઘટના પછી તનું યે મારી સાથે વાત કરવાનું ચાલુ કર્યું મે તેની સાથે વાત કરવા મો પહેલી વાર ડર લાગતો હતો સતા પણ હિંમત રાખી આજુ બાજુ જોય મે તેને પહેલો પ્રશ્ન કર્યો..તમને કય રીતે ખબર પડી કે મારી આંખો કામ પર ના હતી.?અને મારી આંખો ક્યાં હતી.?અને તેને શું જવાબ આપ્યો સાંભળો તમારી આંખો તમારી પાસે જ હોય ને ....જો કામ પર હોત તો આ લાગ્યું ના હોત..પણ નજર બીજે હતી યે ખબર છે.આટલું બોલી નજર થી નજર મળવી નાનું એવું સ્મીત આપી ઘર માં ચાલી ગઈ હું પણ લગડા તો લગડા તો અને પાછળ ફરી જોતો જોતો મારા ઘર તરફ નીકળી આવીયો ઘરે બપોર  નુંં જમવા  આવયો ....        

પણ ..મમ્મી યે તો પગ માં લગાડી આવ્યો એટલે ભાષણ એટલું આપ્યું કે હું જમવા જ ના બેઠો મમ્મી જે પણ બોલતી હતી તે મારી કાન ની બારોબાર જતું હતું બસ હું તો તનું યે વાત કરી અને તનું  ના વિચાર માં જ ખોવાયેલો હતો આખરે મમ્મી શું શું બોલી મને તો યાદ પણ ના હતું તે જમવાનુ લય મને આપી ગઈ બસ તેટલું જ યાદ છે બસ મમ્મી મને બોલતી હતી તે ખબર છે.ઘર માં બીજા બધા ની બોલ શા પડી મારા પપ્પા ને આ વાત ની ખબર ન પડે કે પગે લગા ડી આવ્યો માટે તે પાટો પણ મે છોડી મૂકી ને સાચવીને મૂકી દીધો કેમ ના મૂકું મારી તનું ની નિશાની હતી  યેતો .....પાછી સાંજ પડતાં મારા કાકી માં ઘરે ગયો તનું મારી સામે જોઈ બોલી મટી ગયું એટલી વાર માં કે પાટો છોડી મૂક્યો મે ના પાડી તો તે હસવા લાગી હું પણ તેની સાથે થોડું હસ્યો શું વાત કરું તનું હસે તો ખૂબ જ સુંદર લાગતી હતી શબ્દો જ નથી વખાણ કરવા માટે સાચું હવે તો વાત કરવા ની ડર નહતી લાગતી એટલે તેના  થી વાત કરવાં નું ચાલુ કર્યું એક વાત તો અમારા ગામ માં અને આમરા જમાના માં મને સારી લાગી કે અમારી આ ઉંમર માં કોઈ અમારી ઉપર શક કે નજર રાખે તેવું હતું જ નહી એટલે હું અને તનું પણ થોડા દિવસ માં પાક્કા મિત્રો બની ગયા પછી તો ખુલ્લા મો બધાની સામે બેસી ને પણ વાત કરવાની હિંમત આવી ગઈ રોજ ભેગા થયે વાતો કરીયે અને અમારી વાતો સ્કૂલ,ફિલ્મ, મૂવી,સિરીયલ ....જેવી ગણી વાતો કરતા તનું થી વાત કરતા ખબર પડી કે તે મારા થી 6મહિના મોટી હતી તે પણ ભણવામાં હોંશિયાર હતી અને તેને ફેવરિટ હીરો જોન અબ્રાહમ હતો અને હિરોઈન કરીના કપૂર કેમ કે તે પોતે કરીના કપૂર કેવી લાગતી હતી તમે તનું કેવી લાગતી હતી તે જોવા માંગો છો તો કરીના કપૂર નું પહેલું ફિલ્મ રેફ્યુજી જે અભિષેક બચન સાથે છે હું આજે પણ તેનો ચેહરો યાદ છે પણ છતાં ઘણી વાર એ મૂવી જોવું શું અને મારી તનું ને ખુબ યાદ કરું છું અને રહી જોન અબ્રારાયમ ની વાત તો તે વખત ધુમ મૂવી આવેલું હતું અને તેમાં જોન ના વાળ ની સ્ટાઈલ પણ તનું ને ખુબ ગમતી માટે હું પણ જોન અબ્રાહમ ની સ્ટાઈલ મારતો થય ગયો મે પણ તે દિવસ થી મારા વાળ ને જોન અબ્રાહમ જેવા બનાવ વા નું ચાલુ કર્યું તેના જેવી બોડી અને વાળ મારી ફેશન બની ગઈ હુ જોન અબ્રાહમ તો ના હતો પણ મિત્રો મને જોન કહીને બોલાવતા હું આજ પણ જેમ ધુમ મૂવી માં જોન ના વાળ હતા એવાજ મારા હાલ પણ વાળ છે હું પણ તમને કેવી વાતો કરવા લાગ્યો ચાલો આગળ ની વાત પર ધુમ મૂવી માં જે સોંગ હતું ઇશ્ક ઇશ્ક કર ના હે ...કર ...લે....ઇશ્ક ..ઇશ્ક..મે જી.લે... મરલે....ઇશ્ક ના હો દુબારા.......આ સોંગ તનું ને ફેવરિટ હતું અને આ સોંગ તનું મારી સામે ડાન્સ કરી આખું ગાય પણ બતાવ્યું હતું ...મને નાચ તા નથી આવડતું અને આજ સુધી કદી નાચ યો પણ નથી કેમ કે એ દિવસ તનું યે મને તેની સાધે નચા વવાની ગણી કોશિશ કરી પણ મને આવડતું ના હતું અને ઉપર થી શરમ પણ આવતી હતી પણ આ વાત નું તનું ને ખુબ જ ખોટું લાગ્યું હતું અને તેને કહેલું કે આજ મારી સાથે  નાચતા નહતું આવડતું આજ પછી ક્યાંય નાચતા જોય ને તો તમારા થી બોલવાનુ અને વાત કરવાનુ બંધ સમજો બસ આજ કારણ હું આજ સુધી ક્યાંય નાચતો જ નથી અને નચવાં નું શીખ તો જ નથી અને સાચું કહું તો નાચવાનો શોખ જ નથી રહ્યો બસ અફસોસ જ સે આ દિલ માં કે તે દિવસે તનું ની કેટલી જીદ કરી પણ ના નાચ યો એ ને કેટલું ખોડું લાગ્યું હસે જયારે કોઈ માણસ ની જીદ પૂરી ના થાય અને કોઈ પોતાનું કહેવું ના માને નેે બધું.....

    તે દિવસે ગણી કોશિસ કરી પણ હું ના માન્યો માટે મારા થી નારાજ થય ગઈ લગભગ 7 કલાક અને 35 થી 40 મિનીટ મારા થી નારાજ રહી હું પણ તેમ ને મનાવવાની કોશિશ ના કરી અને આખરે હું તેના પાસે રાત્રિ ના 8 વાગે બાજુ માં જાય ને બેસી ગયો અને એનું જ ફેવરિટ સોંગ ઇશ્ક..ઇશ્ક કરના... હે... કરલે...સોંગ ગાવા લાગ્યો અને તેને પણ જાણે કાઈ થયું જ ના હોય તેમ મારી સાથે ઇશ્ક મે ...ખુદ .કો.. ભુલા કે જૂમ.....ધુમ.મચલે.....ધુમ....સોંગ ગાવા લાગી હું ખુશ થયો કે તે ને નારાજગી ભૂલી ગઈ પાછી અમે વાતો ચાલુ કરી મને કહે..મનાવતા તો સારું આવડે છે...તો સમય કેમ આટલો બગાડી નાખ્યો....મને કહે જીવન માં રિસાયેલા વ્યક્તિ ને વધારે સમય આપો તો સંબધ તૂટી જાય કા તો ઓછો થય જાય ધ્યાન રાખજો આગળ કામ આવશે...આવી ગણી વાતો હતી જે મને એ કરતી પણ મને સમજાતી જ ન હતી અને હું આજે પણ વર્તમાન માં જ જીવું છું હું ભવિષ્ય નું જરાય વિચારતો જ નથી બસ તેમ જ તનું મારી સાથે સે એ વાત થી ખુશ હતો પણ ભવિષ્ય માં મારી સાથે રહેશે કે નહી ખબર ના હતી મારા મન માં કે જે હું હાલ વર્તમાન માં તનું સાથે શું તેમ કાયમ માટે સાથે રે છું .

જેમ જેમ વેકેશન ના દિવસો કાપતા હતા તેમ તેમ તનું મારા થી દુર થાય યે વાત નું મને ધ્યાન જ ના રહ્યું વેકેશન ના 2 દિવસ બાકી હતા ને તનું ના મમ્મી ,પપ્પા તનું ને લય જવા માટે આવી ગયા તનું મારા ઘરે જ હતી તેને પણ મારા ઘર માં પોતાનું સ્થાન અને બધાની સાથે એવી હળ મળી ગઈ હતી કે જાણે અમારીજ ફેમિલી ની હોય તનું ની નજર પણ તેના મમ્મી, પપ્પા પર પડી તે તરત જ દોડી ને મારા કાકી ના ઘરે જતી રહી હું પણ થોડી વાર પછી મારા કાકી ના ઘરે ગયો તનું તેની મમ્મી સાથે વાતો કરતી  હતી એ એટલી ખુશ કે મારી તરફ તેનું ધ્યાન પણ ના ગયું હું પણ તેનાથી વાત ના કરી ત્યાંથી અને મારા ઘરે પાછો આવી ગયો મન માં આજે થયું કે તનું જાય છે યે વાત કેમ મને યાદ ના રહી મારી હર ક્ષણે મે જે તનું સાથે વાત કરી બધી વાતો યાદ કરતો કરતો મારા ઘરે મંદિર માં જાય મારી કુલમાતા સામે પહેલી વાર માગ્યું હશે.. મે તનું ને માંગી આજ સુધી મે કાઈ જ નહતું માગ્યું અને એનું કારણ એક કે હું નાસ્તિક હતો હું કોઈ દેવી કે દેવતા માં માનતો જ નહી પાછું યાદ આવ્યું કે દેવ ની સામે આવું ના મગાય કદાચ તનું મને પસંદ નહી કરતી હોય અને કદાચ દેવ મારું સાંભળી લે તો તેને મજબૂર કરી કા તો તકલીફ આપી મારી બનાવ છે ના ના....હું તનું ને કષ્ટ માં નહી નાખું નથી જોવતી માતાજી કે દેવ આવી રીતે નથી જોવ તી બસ મને તનું થી વાત કરવા માટે બસ મને સમય આપો ખાલી 3 દિવસ આપો હુ તેને મારા દિલ ની વાત કરી શકું હું જે કાઈ માગ્યું અને તમે જે કોઈ સાંભળ્યું બધું ભૂલી જાવ માતાજી કે દેવ બસ મને 3 દિવસ આપો મને ખબર નહતી પડતી હું શું માગું કે ના માગું છું કાઈ ભાન ના હતું હું મંદિર માં જ હતો ને તનું ઘરે આવી બૂમ મારી માસી (તે મારી મમ્મી ને માસી કહતી) મનીષ ક્યાં છે ?અને મનીષ... મનીષ બૂમ મારવા લાગી હું તરતજ તનું પાસે આવ્યો યે એટલી ખુશ કે હું તેની સામે મારી પીડા મારું દર્દ કહી ના શક્યો તે બોલી મમ્મી, પપ્પા મને લેવા આવિયા હું જવાની છું હું બોલી તો ના શક્યો પણ હાથ ઊંચો કરી 3 આંગળી બતાવી તનું કહે 3 આંગળી મતલબ છું હું અચકાતો અચકાતો બોલીઓ 3 દિવસ આપીશ હજી તનું હસવા લાગી અરે...આખા 7 કલાક તો છું  3 દિવસ તો મારા હાથ માં નથી હુ બોલ્યો તો મારા પર એક મહેરબાની કરીશ ..આ 7 કલાક નો એક પણ સેકન્ડ મારા થી દુર ના જતા માટે તમને એક વાત કરવી હતી આવી ખોટી પ્રોમિસ તો નથી કરતી પણ હા જતા જતા તમારી પ્રોબલમ જરૂર સોલ કરીશ બસ બોલો શું વાત છે હું ક્યાં થી વાત ચાલુ કરું ,અને કેવી રીતે બોલું વિચાર તો જ હતો કે અમારા ઘરે મારા ફઈ ,ફુવા મહેમાન થય આવી ગયા બધા ને આવો આવો કહેવામાં અને ચા પાણી માં જ ...... લગભગ એક કલાક પસાર.....થયો

હવે મારી પાસે સમય ખૂબ જ ઓછો હતો હું વાર વાર મારા કાકી ના ઘરે જાવ તનું ને જોવું પણ વાત કરવાનો મોકો જ નહતો મળતો પણ કહેવાય છે કે જો તમારું મન સાફ હોય તો ભગવાન જરૂર પ્રાથના સાંભળે બસ મારે પણ એવુજ થયું મારા ફઈ ફુવા અમને આમંત્રણ આપવા આવેલા કે અમારે ઘરે માતાજી ની મૂર્તિ લાવવાની અને મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા હોવા થી તમે આમરી સાથે ચાલો અને 3.4 દિવસ રહેવું પડશે અને આજે જ  આવવું પડશે ત્યાં કામ પણ ઘણું શે માટે અમારા માહોલમાં મારા પપ્પા અને કાકા વાત ચીત કરી તમામ પરિવાર તેમજ તનું અને તેના મમ્મી પપ્પા  અમારે બધાને ત્યાં જવાનું નક્કી થયું અને બધા ત્યાર થયા તનું ના મમ્મી પપ્પા યે પણ સમાન પેક કર્યો કહે અમે ત્યાં માતાજી ના દર્શન કરી પ્રસાદ લય ત્યાંથી બારોબાર નીકળી જયશું હું તો મન માં ખુશ હતો કે મને તો 3 દિવસ તનું સાથે સમય મળી જશે .

અમે તો ઘરે થી 2 ગાડી કરી હું પણ તનું જે ગાડી માં બેઠી તેજ ગાડી માં બેઠો અને પરિવાર સાથે હોય એટલે કેવી વાત હોય વાતોના ગપાટા મારતા મારતા લગ ભગ 2 કલાકે આમે એ જગ્યા યે પહોચી ગયા પણ પણ મને એક વાત ના સમજ વામાં ના આવી તનું યે ગાડી માં તેની મમ્મી ને મારા વિશે વાત કરતાં જોઈ હતી તે ને કહ્યું કે મમ્મી આ મનીષ છે જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે એ ને 1 થી 6 સુધી દરેક ધોરણ માં પ્રથમ નંબર જ પાસ થાય છે મનીષ પાસે મને ગણું બધું શીખવા મળ્યું છે એટલે .....આટલું કહી બંધ થય ગઈ અને મારી સામે તાકી અને એક નાની સ્માઈલ આપી હું બોલ્યો કેમ મારા વખાણ કરો શો બેઠા બેઠા અને એટલે...શું..? કેમ આગળ વાત ના કરી તો તનું બોલી કે જે વખાણ ના લાયક હોય તેનો વખાણ કરવો જોઈએ તેના થી સામે વાળને હિંમત મળે  જે સારું હોય તેને સારું જ કહેવાય એટલામાં તો તનું ની મમ્મી બોલી કે આ ભણવામાં ખૂબ હોશિયાર નથી એટલે એવી વાત કરે છે.હું બોલ્યો કોણ કહે શે હોશિયાર નથી ફિલ્મ ની આખી વાત યાદ રહે સે મે ધુમ મૂવી જોઈ નથી પણ તેની કહાની મને તનું યે કરી તો જાણે મે જોઈ હોય એવું લાગે છે અને ગીત પણ યાદ રહી ગયું બસ તનું ના મમ્મી બોલિયા બીજી બધી રીતે હોશિયાર શે પણ ભણવામાં ખૂબ હોશિયાર નથી અને તનું બોલી કે શું કરું હું જે કંઈ બોલું છું કોઈ સમજી જ નથી શકતું એમાં મારો શું વાક પણ મને હજી યે એટલે...... કહી બધ થઇ તેનો જવાબ ગણી કોશિસ કરી પણ  ના મળ્યો પણ એક વાત મને ખૂબ ગમી કે આ એટલે ..વાળો પ્રશ્ન મને આગળ વાત કરવા ખૂબ કામ આવ છે.

            ફઈ,ફુવા ના ઘરે ઉતરી અને મહેમાન નો ના વચ્ચે એવા ફસાયા કે અમને આખો દિવસ સમય જ નીકળી ગયો હવે રાત નો સમય ભગવાને મને આપ્યો રાતના જમવાનુ ખાય ને બધા ઊંગવા માટે પથારી કરી મહેમાન વધારે હોવા થી મારા ફઈ ના ઘર માં નીચે જમીન પર પાથરી કરી જેમાં મારા મમ્મી, પછી મારો ભાઈ, પછી મારા કાકાનો છોકરો ત્યાર બાદ હું અને મારા બાજુમાં તનું અને તેની બાજુમાં તેની મમ્મી અને ત્યાર બાદ બીજા ઘણા....લોકો ની પથારી કરી કોઈ ને ઉંગવા નું તો હતું જ નહી કેમ કે માતાજી ની મૂર્તિ લાવવાનુ અને વધવવાં નું મુરત રાતના 12 વાગ્યા પછી નું હતું એટલે બધા વાતો કરતા હતા ભેગા થઈ પણ હું ઊંઘવાનું બહાનું કાઢી મારી જગ્યા પર આવી ઊંઘવાનું નાટક કર્યું મને ખબર હતી કે તનું ચોક્કસ આવશે અને થોડી વાર પછી તે પણ મારી બાજુ માં આવી ઊંઘી ગઈ કશુંય બોલ્યા વગર હું તો જાગતો હતો પણ હવે એને કેવી રીતે ઉઠા ડું કાઈ સમજતું ના હતું કેમ કે હું ઉઠાડવા જાવ તો મારું ઊંઘવાનું નાટક પકડાય જાય એટલે હું પણ કશું બોલ્યા વગર ઊંઘવાનું નાટક કરતો રહ્યો સમય વીતતો ગયો 12 વાગતા હશે... અને બધા માતાજી ની મૂર્તિ જે ગામ માંથી લાવવાની તૈયારી થવા લાગી તરતજ બધા વાતો કરવા વાળા અને ગણા ઊંઘેલા ઊભા થયા હું તો હજી નાટક જ કરતો હતો મારા કાકી તેમજ મારા મમ્મી મને ઉભો કરવાની કોશિશ કરી પણ હું ના માન્યો અને ભરી ઊંઘ માં હોવું તેવુંજ નાટક કર્યું તનું ને પણ ઊભી કરવા માં આવી પણ તે ઊભી થાય અને પાછી ઊંઘી જાય આખરે તે પણ મારી સાથે અને બીજા 2,3 નાના નાના છોકરાઓ ઘર માજ ઊંઘી ગઈ મોડું થતું હતું અને રાત હતી એટલે એમને ઊંઘ તા મૂકી ઘર ની બહાર લોક મારી બધા લોકો જતા રહિયા દરવાજો બંધ થતાંજ હું તરત ઊંઘવાનું નાટક બંધ કરી ઉભો થય બેસી ગયો તનું ની સામે નજર કરી અને તેને ઊભી કરવાનુ વિચાર તો હતો કે...... તનું પણ ઊભી થઈ બેસી ગઈ  મારી સામે મારો તો વિચાર અને બોલવાનુ બંધ થય ગયુ હદય ના ધબકારા વધી ગયા હું કશું બોલી જ ના શક્યો તનું કહે શું થયું..? હું ધીરે રહી બોલ્યો તમે જાગો છો ? મને લાગ્યું તમે ઊંઘી ગયા છો તનું હસવા લાગી હું તો ઊંઘવાનું નાટક કરતી હતી મને લાગ્યું તમે ઊંઘી ગયા છો હું બોલ્યો હું પણ નાટક જ કરતો હતો બને જન ના સરખા વિચાર હતા એટલે ખૂબ હસ્યા ખબર ન હતી કે આ હાસ્ય ક્યારેક દર્દ થય જશે તે દિવસ હસતા હસતા આખ માં આશું આવી ગયા મે તનું નો હાથ પકડીલીધો અને કહ્યું હું તમને ખોવા નથી માગ તો મારી સાથે લગ્ન કરીશ હું તમને હંમેશા ખુશ રાખીશ તનું બોલી આપડી ઉંમર ક્યાં છે લગ્ન કરવાની હજી તો ભણવાનુ છે અને લગ્ન મારા હાથ માં નથી યે તો મારા મમ્મી ને પપ્પા જ્યાં નક્કી કરે ત્યાં થાય મને કહે મૂવી જોય જોય તમે બગડી ગયા છો ...તનું થોડી નજીક આવી મારા હાથ ઉપર હાથ મૂકી કહે શું થયું..? કેમ હસતા હસતા રડવા જેવો ચેહરો બનાવી નાખ્યો રડતો ચેહરો ખરાબ લાગે છે તમારો મનીષ ...આમ કહી તે પણ રડતી હોય એવું લાગ્યું પણ સતાં તેને મને હિંમત આપવાની હોય કે શું...તે મારી સામે રડી ના સકી હું બોલ્યો કે તનું મારી કદી આવી હાલત અને આવી પરસ્થિતિ માંથી પસાર થયો નથી મને જે જોવતું હોય તે હું મેળવી લેતો ......

     પણ આજે પહેલી વાર કોઈ છોકરી એટલે કે તમે ગમી ગયા છો ખબર નહિ પડતી કેવી રીતે મેળવું...?હું કદી જીવન માં હાર્યો નથી તનું.....મને હાર થી ખૂબ બીક લાગે છે..આટલું કહેતા હું વધારે રડી પડ્યો ...બસ કરો મનીષ નહીતો હું ઊંઘી જઈશ બસ હવે વધારે થાય છે..એક વાત સાંભળો કોઈ પણ ચીજ કે વસ્તુ અથવા કોઈ વ્યક્તિ એમ નેમ ના મળે તેના માટે કોશિસ કરવી પડે મહેનત કરવી પડે અને સાથે નશીબ જોવે છીનવી ને કોઈ ની પાછે કય નથી રહ્યું હું બોલ્યો તો તમને મેળવવા શું કરવું પડશે એક વાર કહો....દયા ખાય..પ્લીઝ.....તનું...કહો તનું બોલી મને આંસુ થી અને રોવા વાળા વ્યકિત થી નફરત થાય છે દુનિયા માં એવું કાઈ પણ નથી જે મનુષ્ય ના કરી શકે એટલે જે કરવું હોય તે કરો પણ મારા થી લગ્ન કરો ...... મનીષ...આટલું કહી મને ગળે મળી રડવા લાગી..હું ખૂબ ખુશ થયો કે તનું પણ મારા થી લગ્ન કરવા માગે છે પણ આ ઉંમર માં અમે લાચાર હતા અને કોણ અમારી મદદ કરે કોને કહીએ શું આને પ્રેમ કહેવાય ? પ્રેમ એટલે ખબર નહતી પડતી પણ હા અમે ખોટું તો નહતા કરતાં પણ લોકો ખોટું સમજ છે યે પાક્કી ખબર હતી એક પણ બાજુ અમને રસ્તો દેખાતો ના હતો બસ આમારે સમય સાથે વહેવાનું હતું એટલે અમે છેલે નક્કી કર્યું જે નસીબ હશે તો..... પ્રેમ  ને નસીબ ના આધારે મૂકી દીધું તનું કહે આપડા હાથ માં નથી બઘું ભગવાન ના હાથ માં છે ચિંતા ના કરીશ મનીષ ...તનું કહે હું બીજા વેકેશન માં પણ જરૂર આવીશ આ મારી પ્રોમિસ (વચન) છે.આમ કહી તેને મને હાથ ઝાલીને કહ્યું ....ત્યાર બાદ અમે ઘણી વાતો કરી આગળ ભવિષ્ય માં શું શું કરશો કેવી રીતે મમ્મી ને પપ્પા ને વાત કરવી વિશે ઘણી વાતો કરી પણ રસ્તો ના મળ્યો કેમ કે અમારું મેન કારણ અમારી નાની ઉંમર હતું જેથી કોઈ પણ નિર્ણય અમે લય શકતા ના હતા અને રહી વાત અમારા પ્રેમ ની તો એ ખબર નહતી પડતી કે આને પ્રેમ કહેવાય કે શું કહેવાય બસ એક વાત હતી જે હતી અમારી હાર ના થવી જોઈએ ....તનું ને મે કહ્યુ કે તનું ક્યાંક આપડે હારી ગયા તો.... મને હાર થી ખૂબ ડર લાગે છે અને હું કદી હરવા નથી માગતો પ્લીઝ મહેરબાની કરી આની કોઈ દવા છે તો કહો તનું ..તનું બોલી હારની કોઈ દવા ના હોય હાર અને જીત આપડા અંદર જ છે હાર અંને જીત અલગ નથી બસ તેના વિશે વ્યક્તિ ઓ ખોટા હોય છે મને આ તનું ની એક પણ વાત ની ખબર નહતી પડતી હું બોલ્યો કોઈ ક શીધી રીતે સમજણ આવે તેવી રીતે સમજાવ કે જીતવા માટે શું કરવું અને શું ન કરવું જેમ કે( પ્રાથના ,પૂજા,અગરબત્તી,દીવો, ...કે ભણવું....કે.. પછી કસરત કરવી ....... વગેરે જેવું) ગણું બધું મે તેને કહ્યું તે તો .

..હસવા લાગી તમેે હજી યે નાના બાળક જેવી જ વાતો કરો છો મને કયાંથી ખબર હોય હું કેવી રીતે બતાવું તમને મનીષ બોલો. હું બોલ્યો તો શું કરું જયારે થી મને ખબર પડી ત્યાર થી કદી હાર નો સામનો નથી થયો અને આજે પહેલી વાર અંદર થી ડર લાગે છે .તનું બોલી વિશ્વાસ સે મારા પર તો લગ્ન ના થાય ત્યાં સુધી તમે જીતવાની કોશિશ કરો લગ્ન પછી કદી તમને હરવા નહી દવું આ પણ મારી બીજી પ્રોમિસ બસ....હું બોલ્યો તો શું આપડા લગ્ન થશે ? એમ તનું બોલી લગ્ન મારા હાથ માં નથી પણ વિશ્વાસ પાક્કો છે મને મારા ....હું બોલ્યો કેમ તારા પર મારા પર નથી વિશ્વાસ બોલો તનું...તનું બોલી એવું નથી પણ કહેતા થોડી શરમ આવે છે ...હું શરમ....યે વળી શું હોય એવી તો કય વાત છે જે તમને કહેતા શરમ આવે છે નવાય લાગી મને યે વાત તો તમારે કહેવી જ પડશે ....તનું...તનું બોલી તો ધ્યાન થી સાંભળો હંમેશા જીતવું જ હોય ને તો મનુષ્ય પાસે પ્રેમ અને પવિત્રતા આ બને ખૂબ જરૂરી છે આ બે  હોય તો દુનિયા ની કોઈ વ્યક્તિ,કે ભગવાન પણ તમને નહી હરાવી શકે .હું બોલ્યો આ મૂવી માં જે કરે તેને પ્રેમ કહેવાય એવી યે તો ખબર પડી પણ આ પવિત્રતા કંઈ સમજણ માં ના આવી ....

        તનું બોલી પહેલા તમે પ્રેમ ને સમજો પછી પવિત્રતા આ બે સમજાય જશે તો સમજો તમે જીવન માં કદી હારો નહિ હંમેશા જીત છો .અને આમાં 2 પાત્રો જોવે એક સ્ત્રી અને પુરૂષ જો કોઈ ને આવો જીવન સાથી મળી જાય તો તમને બધું મળી જાય એક વ્યક્તિ પણ આ કરી શકે જો તેને પોતાની જાત પર વિશ્વાસ હોય જેમ કે મને છે મનીષ મને મારી જાત પર વિશ્વાસ એટલે જ કહ્યું હતું કે લગ્ન પહેલા તમે કોશિશ કરો લગ્ન પછી બધી મારી જવાબદારી હવે સમજાણું .હું બોલ્યો મને હજી યે સમજતું નથી તમે છું કેહવા માંગો છો તનું કહે એટલે તો હું તમને કહું છું કે સમય સાથે વહેતા જાવ સમય જરૂર એક દિવસ સમજાવશે તમને મારી વાતો બસ સમય ની રાહ જોતા રહો હાલ પવિત્રતા વિશે નાની વાત સમજવું એક શંખચૂર નામનો રાક્ષસ હતો અને તેને માતા તુલસી જેવી પત્ની હતી જે પોતાના પતિ ને ખૂબ પ્રેમ કરતી હતી અને પોતે પવિત્રતા નારી હતી પવિત્રતા એટલે પોતાના પતિ સિવાય બીજા કોઈ પર પુરુષ વિશે વિચાર પણ ન કરે તેને પવિત્રતા નારી કહેવાય એટલે માતા તુલસી ના પ્રેમ અને પવિત્રતા ની શક્તિ થી શંખચૂર રાક્ષસ એટલો શક્તિ શાળી બની ગયો કે ત્રણલોક પર પોતાનો વિજય મેળવી લીધો તે ગમે તે યુદ્ધ માં  હાર્યો ના હતો તેને દેવો ને પણ ખૂબ ત્રાસ આપ્યો તેને કોઈ હરાવી નહતું શકતું..હું બોલ્યો તો પ્રેમ ને પવિત્રતા માં આટલી શક્તિ હોય તો પછી આ રાક્ષસ ને કોને માર્યો .તનું કહે ભગવાન ક્રિષ્ના ....હું વચ માં જ બોલ્યો એક મિનિટ આમ કહો કે કોઈ ના મારી શકે તો કૃષ્ણ કેવી રીતે મારી શકે . તનું વચ્ચે ના બોલો પહેલા પૂરું સાંભળી તો લો !હું સારું ભૂલ થઇ ગઈ આગળ બતાવો તનું બોલી કે કૃષ્ણ એ માટે મારે શક્યા તેના બે કારણ હતા (1) તેમને પણ રાધા પવિત્ર પ્રેમ કરતી રાધા પવિત્ર નારી હતી (2)  કૃષ્ણ યે ચાલ ચલી ને માતા તુલસી ના પ્રેમ અને પવિત્રતા બને નષ્ટ  કરી હતી .માટે ભગવાન કૃષ્ણ શંખચુર ને મારી શક્યા હતા હવે સમજાયું પ્રેમ અને પવિત્રતા માં કેટલી તાકાત છે.હું બોલ્યો તમને આ બધું કયાંથી ખબર પડી ...તનું બોલી એક પુસ્તક માં વાચ્યું હતું અને જીવન ના  દરેક પ્રશ્ન ના જવાબ પુસ્તકો માં લખેલા હોય છે માટે મને લેખક ખૂબ ગમે છે અને મારું સપનું છે કે મારે એક પુસ્તક બનાવી છે.  જે નું નામ મારી કહાની હશે સમય આવશે તો હું આપડી વાતો મુલાકાતો અને બચપણ અનેે યાદો બધું 

લખવા માગું છું હું બોલ્યો શું વાત છે.....  હું પુસ્તક લખવા માં મદદ જરૂર કરીશ તમારી તનું એક વાત તો કહો પવિત્રતા તો થોડી સમજણ માં આવી પણ આ પ્રેમ તો સમજાવો થોડો ? તનું બસ હવે ગણું થયું સામે જુવો દીવાલ પર ઘડિયાળ માં રાતના 3:15 થાય છે અને રહી પ્રેમ ની વાત તો હું પુસ્તક માં લખીશ વાચી લેજો ઓકે હવે ઊંઘી જાવ આખો માં ઊંઘ દેખાય છે આમે હું બીજા વેકેશન માં અહીજ હશું... આગળ વાત થાય તે પહેલાં તો બહાર થી દરવાજા નો લોક ખોલવાનો અવાજ આવ્યો એટલે અમે પાછા ઊંઘ વાનું નાટક ચાલુ કર્યું અને એ નાટક માં હું સાચેજ ઊંઘી ગયો ખબર ના રહી સવારે 9:00 વાગે ઉઠી જોવું તો તનું હતીજ નહી .

(બધી વાતો હું આગળ ના ભાગ માં બતાવીશ મહેરબાની કરી શેર કરજો કે આ પુસ્તક છેક મારી તનું સુધી પહોંચી જાય)

 

 

 

 

 

મારો પ્રેમ (બચપણ)

મારી કહાની માં હું મનીષ મારી ઉંમર 30 વર્ષ આજે  યે ભૂતકાળ વિશે બતાવીશ જેમાં તમને વિશ્વાસ નહી થાય ?કે મેં પ્રેમ ની શરૂઆત મે 12 વર્ષ ની ઉંમરે કરી હતી. જે ઉંમર પ્રેમ એટલે શું ?એ પણ ખબર ન હતી .આજે મારા જીવન ના બધા પ્રશ્નો ના જવાબ મળી ગયા 12 વર્ષ થી માંડી 30 વર્ષ સુધી ના મારા પ્રયત્નો જે હર ક્ષણે મને નવી ઉમીદ,અને નવી નિરાશા સાથે ના અનુભવો તમને બતાવવા માગું છું.

     પ્રેમ ને જે લોકો સમજી શક્યા નથી તેઓ પ્રેમ ના વિરોધી બને છે. મારા આ 19 વર્ષ મે જે પ્રેમ ની શોધ માં ગુજરીયા તેને મને ગણું બધું શીખવાડી દીધું કે એક પ્રેમ જ છે જે આ દુનિયા માં થી આપણને પરમાત્મા સુધી લય જાય છે આજે બધું સમજાય ગયું કે આ સંસાર એક પ્રેમ થીજ ચાલે છે. જે દિવસે આ સંસાર માં પ્રેમ નું નામે નિશાન નહી હોય તે દિવસે આ સંસાર નો અંત જરૂર થશે માફ કરજો હું તમને મારી પાછળની જીદગી માં લય જવાનું ભૂલી ગયો .ચાલો આગળ વધીએ ...

    આજે હું ખૂબ ખુશ હતો .ધોરણ 6 માં પ્રથમ નંબર પાસ થયેલો હોવાથી .મારા જીવન માં બીજું કોઈ હતું નહિ ખાલી ભણવું અને મિત્રો સાથે રમવું અને આમે આ ઉંમર માં બીજું શું હોય એટલે હંમેશા દોસ્તી માં અને ભણવા માં હું આગળ જ હોવું આનાં કારણે મારો પરીવાર પણ ખુશ,મિત્રો પણ ખુશ અને હું પણ ખુશ બસ જીવન માં ના પસંદ હોય તો બે જ એક પપ્પા અને બીજું મારા સ્કૂલ નું વેકેશન હવે તમને લાગતું હસે કે પપ્પા ના પસંદ કેમ તો તેનું કારણ તેમનું વ્યસન એટલે કે દારૂ જે પી ને હંમેશા મારા મમ્મી ની સાથે ઝઘડો કરે આનાં કારણે હુ પપ્પા ને ના પસંદ કરતો અને આમ બીજું કારણ કહું તો મારા પપ્પા નો સ્વભાવ પણ ખૂબ કડક કે તેમના સામે વાત કરવી હોય તોય બીક લાગે ,તેઓ હર નાની નાની વાત માંથી ભૂલ કાઢે આમ તેઓ હિટલર જેવા જ કહો ,કે જંગલ ના રાજા સિંહ જેવા કહો ખબર ન પડે તે સુવે ત્યારેજ અમે ભય મુક્ત હોઈએ બસ તેમની એક વાત મને ખૂબ ગમતી કે "જીવન માં કદી હાર ની માણવાની કોશિશ કરતું રેવા નું અને જીતો તો એવી રીતે જીતવાનું કે બીજી વાર જીતવા વાળો હારી જવો જોઈએ "પણ આ વાત મને સમજ માં કદી ના આયી પણ આપડી તો અલગ સ્ટાઈલ હતી "હાર કદી માણવાની નહી ,જે ગમે તે હસીલ કરવાનુ,પહેલા પ્રેમ થી માંગી જોવા નું, પ્રેમ થી ના  મળે તો ખરીદી લેવાનુ ,ખરીદ વાથી ના મળે તો  ભીખ માં માગવાનું અને ભીખ માં ના મળે તો ચોરી કરવાની પણ જે જુવે તે હસિલ કરવાનુ એટલે કરવાનુ"આવી સોચ હતી મારી ચાલો મારી આગળ ની વાત બતાવું મને જે બીજું પસંદ ન હતું તે હતું સ્કૂલ નું વેકેશન..કેમ કે વેકેશન માં મિત્રો થી દુર થવું પડે આને પપ્પા ની સાથે રહેવું પડે એટલે હું ભગવાન પાસે હંમેશા માગતો કે વેકેશન ના પડે તો સારું અને આજ ધોરણ 6 નું વેકેશન મારી જિંદગી બદલી નાખશે ખબર જ ન પડી ..(ચાલો ભૂતકાળ માં)

          આજે વેકેશન નો 3 દિવસ હતો જેમ બપોરે ખાય ને ગામડા માં ઊંઘ વાનો રિવાજ હોય તેમ હું પણ બપોરે ઊંઘ માં હતો અને મમ્મી બૂમો પાડવા લાગી મનીષ... મનીષ...ઉઠ ચા ત્યાર થય ગઈ છે .મમ્મી ના બૂમો ના કારણે અને ચાય નું નામ પડતાં હું ઊભો થાય ગયો . પનીયારા થી પાણી નો લોટો લય બહાર મોહ ધોવા માટે જેવો એક ખોબો  પાણી ભરી મો ઉપર છાટિયું કે સામે મારા કાકા ના ઘરે કોઈ મહેમાન આવતા દેખાયા મે મારી આંખો પરથી પાણી સાફ કરી હજી મારો હાથ મારા ચેહરા પર જ સે બસ મારા હાથ ની આંગળીયો વચ્ચે ની જે જગ્યા હતી એ જગ્યા યે થી જે મારી આંખે જોઉં કે હું લગભગ 2મિનિટ ઉપર ચેહરા પરથી હાથ હટાવી ના શક્યો કે ના તો મારી આંખો ના પલકારે પર એક પણ વાર પલકાર બંધ કરી  મમ્મી ની બૂમ મારતા હું જાણે ભાન માં આવી યો હોય તેમ લાગ્યું હુ અંદર ઘર માં ચાય પીવા બેઠો મમ્મી એ મને વાટકામાં ચાય કાઢી આપી હું જેવો ચાય પીવા હાથ માં રાખેલી વાટકા માં નજર કરી તો એજ ચહેરો મારી ચાય ના વાટકામાં જે હું બહાર જોય ને આવેલો મને ના સમજાણું કદી મારી સાથે આવું નહતું બન્યું પણ આજે કેમ આવું હું જલ્દી જલ્દી માં ચાય પી જે મહેમાન આવી યા હતા અને તેમાં જે એક ચેહરો ખાલી મને યાદ રહ્યો તેને જોવા હું પાછો મારા કાકા ઘરે ઊભો રહી ગયો મારી આંખો તો તે ચેહરાને જ શોધ તી હતી અચાનક પાછી આમારી એક બીજાની નજર સામ સામે મળી મારી તો બોલવાની ,વિચારવાની,બધી શક્તિ બંધ થય ગઈ હદય ના ધબકારા ધક - ઘક ..... ઘક જોરથી કરવા લાગ્યા કાઈ સમજતું ના હતું કેમ આવું થાય છે.?તે ચેહરો મારાથી દુર થોડો ગયો ત્યારે જાણે મને ભાન આવ્યું હોય તેમ લાગ્યું હદય ના ધબકારા થોડા શાંત થયા .તમને થતું હશે કે આવું થોડું થાય પણ સાચું આવું જ થાય છે જયારે તમરાજીવન માં કોઈ એવી વ્યક્તિ આવે અને તેમની પહેલી નજર નો પ્યાર થાય ચાલો આગળ તમને યે ચેહરા વિશે બતાવું લગભગ 13વર્ષ ની હતી ,આખો ના તો કાળી ના તો કાબરી નહીતો ભૂરી, કાયક અલગ જ પ્રકાર ની આંખો હું કોઈ કવિ નથી કે તમને તેના વખાણ માં આખી પુસ્તક લખી નાખું પણ એટલું તો જરૂર કહીશ કે કોઈ કવિ ની નજર પડે તો તે જરૂર આ આખો પર કવિતા લખી નાખે એવી એની આંખો , આંખો ના ઉપરના ભમર એક આચી પાતળી ગોળાકાર લાઈન માં જાણે આયબ્રો કરાવી હોય પણ વગર આયબ્રો પણ અતિ સુંદર હતી ,તેનું નાક કોઈ ની સરખામણી નહી કરું પણ સાચું ના ગણું નાનું ,ના ગણું મોટું આગળ થી થોડું ગોળાકાર અણી વાળું નાક અને હોઠ તો પૂછો મત એટલા સુદર કે લીપ્સ ટીક ની જરૂર જ ના પડે  અને થોડો ગોળાકાર ચેહરો તેના કપાળ પર નાની તિકલી ને ઉપર થી તેના ખુલા વાળ જાણે લાગે કે ભગવાને તેને  ખૂબ આરામ સાથે તેના બને હાથ થી  બનાવેલી હતી અને હું કેવો જાણે ભગવાન ક્યાંક કામ હોય ને ઉતાવળ મા જોયા વગર બનાવી યો હોય તેવો આમ તે સુંદર ના અતિ સુંદર યે  ચેહરા નું નામ પણ સુંદર હતું અને તેનું નામ હતું તનું .હવે તમને એક નામ પણ મળી ગયું તો ચાલો આગળ હું પાછો  વિચાર તો વિચારતો ઘરે આવી મારા કાકા ના ઘરનું સામે થી દેખાય તેવી રીતે ખાટલો મૂકી બેસી ગયો ક્યારે પછી તનું બહાર આવે અને હું તેને જોવું લગભગ 2 કલાક જેવું થયું પણ બહાર ના આવી ,ખબર નહિ સુ કરે છે ઘરમાં કેવી રીતે જાવ પાછો ત્યાં આમ તો કાકા નું ઘર રોજ જતો પણ આજે જવા માં કેમ મારા પગ પાછા પડતાં હતાં કઈક ખબર ન પડી હદય ના ધબકારા પણ શાંત નહતા હું વિચાર કરું કે જાવ કે ના જાવ એટલામાં મમ્મી યે બૂમ મારી મનીષ જાતો સામે કાકા ના ઘરે જે મહેમાન આવી યા તમને ચાય પીવાનુ કેતાય (આમારા ગામડા માં મહેમાન ને એક બીજાના ઘરે બોલાવી ચાય પીવડાવવા નો રિવાજ હોય છે) પણ આજ પહેલી વાર મને આ રિવાજ આને ચાય પસંદ આવી યા જેને પણ ચાય ની શોધ કરી હસે ,અને જેને પણ મહેમાન ને બોલાવી ચાય પીવાનો રિવાજ બનાવિયો હસે તેમને હું મારા દિલ થી આભાર માનતો  - માનતો હું મારા કાકા ના ઘરે જાય મહેમાન ને મારા મમ્મી ચાય માટે બોલાવે છે તેવું કહેવા લાગ્યો પણ મારી નજર તો ખાલી તનું પર જ હતી તનું ના મમ્મી,પપ્પા અને તનું મારી સાથે મારા ઘરે ચાય પીવા આવી યા હું ખુબજ ખુશ હતો .તનું ચાય પી તિ હતી ત્યારે તેના હોઠ જેવા લાંબા ટૂંકા થાય ત્યાજ મારી નજર પહેલા હુ વાટકામાં ચાય પીતો પણ તનું યે જે દિવસ થી યે વાટકી માં ચાય પીધી ત્યાર થી યે વાટકી મારી ફેવરીટ વાટકી બની ગઈ આજે પણ હું યે વાટકી માજ ચાય પીવું છું અને મારા જીવ થી વધારે વાટકી ને સાચવું  છું 

   ( કોણ છે?આ તનું, અને  મે મારી દિલ વાત બતાવી કે નહી તેના વિશે આગળ બતાવીશ.)

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....