સોલંકી મનોજભાઈ
8401523670
(પ્રેમ ની શોધ માં)
આખરે ગણી મહેનત અને ભૂતકાળ ને વર્તમાન માં લાવી ને આશુ માટે એક ડાયરી તૈયાર કરી તેના અંદર તમને ખબર છે પહેલી નજર થી મળી ને મને ઇગ્નોર કરવા સુધી બધું લખી નાખ્યું હતું બસ હવે એવી રીતે આપવવી તે નક્કી કરી લીધું હતું હું બાઇક લઈને હાઈવે પહોંચી ગયો ડાયરી મારે તેને રૂબરૂ જ આપવી છે, ભલે તે લેવા તૈયાર ન હોય. હું હાઈવે પર તે ની રાહ જોઈ રહ્યો હતો અને અંતે તે હાઈવે પર આવી પણ મારી સામે નફરત ની નજર થી જોઈ ને સીધી ઈકો ગાડી આવી તેના બેસી ગઇ મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ આંશુએ મને જોયો છતાં ગાડી ન રોકી. તેનું એ મૌન મને અંદરથી તોડી રહ્યું હતું. તે ગાડીમાં બેસી ગઈ અને ગાડી આગળ વધી.
મેં પણ બાઈક સ્ટાર્ટ કરી. મારા મનમાં કોઈ ડર નહોતો, માત્ર એક જ વાત હતી કે મારે આ ડાયરી તેના સુધી પહોંચાડવી જ છે. થોડે દૂર જઈને ગાડી એક ગામ પાસે પેસેન્જર લેવા માટે ઊભી રહી. આ જ તક હતી!
મેં બાઈક ગાડીની એકદમ બાજુમાં ઊભી રાખી અને ગભરાયા વગર સીધો આંશુ પાસે પહોંચ્યો. મારા આવવાથી તે ચોંકી ગઈ, તેની આંખોમાં આશ્ચર્ય અને થોડો ગુસ્સો હતો. તે કંઈ બોલે એ પહેલાં જ, મેં તેના ખોળામાં પડેલી તેની બેગની ચેન ખોલી, ડાયરી અંદર સરકાવી દીધી અને એક પણ શબ્દ બોલ્યા વગર પાછો વળી ગયો.
મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. હું બાઈક લઈને ત્યાંથી નીકળી તો ગયો, હાઇવે પર તે દિવસે મેં જે રીતે આશુની બેગમાં ડાયરી મૂકી હતી, તે મારા પ્રેમના અસ્તિત્વને બચાવવાનો છેલ્લો પ્રયાસ હતો. પણ તેના બદલામાં મને શું મળ્યું? માત્ર દુરી અને અપાર વેદના.
આશુ ડાયરી વાંચી કે નહીં, એ તો મને ક્યારેય જાણવા ન મળ્યું, પણ એ ડાયરી આપ્યા પછી તે મારાથી વધુ દૂર થવા લાગી. તેનું દરેક વર્તન જાણે મને કહેતું હતું કે હું તેના માટે કોઈ અસ્તિત્વ નથી ધરાવતો. સૌથી વધુ પીડા તો ત્યારે થઈ જ્યારે તેણે મારા જ એક એવા મિત્રની સાથે ફરવા લાગી, જેની નિયત વિશે હું જાણતો હતો. તે મિત્ર, જે પ્રેમમાં નથી માનતો, જે માત્ર સમય પસાર કરવા માટે સંબંધો બાંધે છે—તેની સાથે આશુને જોવી મારા માટે અગ્નિદાહ જેવું હતું.
મને ખાતરી હતી કે આશુ માત્ર મને ઇર્ષ્યા કરાવવા અને મને દુઃખ પહોંચાડવા જ આ બધું કરી રહી છે, પણ તે ક્યાં રમવા જઈ રહી હતી તેની મને ચિંતા હતી. મેં તે મિત્ર સાથે ઝઘડો કર્યો, તેને ચેતવણી આપી કે તે આશુ સાથે રમત ન રમે. પણ તેણે તો ઊલટું મને જ ઠપકો આપ્યો, "હું તારા જેવો નથી, મનુ. હું પ્રેમમાં નથી પડતો. આશુ મારી પાસે સામેથી આવે છે, હું તેને લેવા નથી જતો."
તેના એ શબ્દોએ મને અંદરથી તોડી નાખ્યા. એ ઝઘડાના કારણે તે મિત્ર પણ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું , અને આશુ તો જાણે મારી જિંદગીમાંથી સાવ ભૂંસાઈ જવા માંગતી હતી. મિત્ર થી બોલવા નું બંધ થયું હતું તો પણ આશુ માટે હું તેને ઉપર પડતો બોલાવતો એક દિવસ તેણે મને સ્પષ્ટ કહી દીધું,હું આશુ ને ખૂબ પ્રેમ કરું છું તેના માટે મારવા પણ તૈયાર છું plz તેને છોડી મૂક ...ત્યારે મારો મિત્ર કહે તો ફોન કર વાત કર અને કહે કે મારી પાસે ન આવે ત્યારે મેં કહ્યું કે હું ફોન નથી કરી શકતો અને આશુ ની કહેલી વાત તેને કહી ..આશુ મને કહેલું.."જો તું ખરેખર મને પ્રેમ કરતો હોય, તો હવે ક્યારેય મને મેસેજ કે કોલ ન કરતો. જે દિવસે તારો મેસેજ આવશે, તે દિવસે સમજી લેજે કે તારો પ્રેમ માત્ર દેખાડો હતો, અને હું તને હંમેશ માટે બ્લોક કરી દઈશ." એટલે હું મજબુર છું ફોન નથી કરતો
આ એક એવી શરત હતી જેનાથી મારું મોઢું સીવાઈ ગયું હતું. તે જતી રહી, પણ તેની એ છેલ્લી વાત મારા કાનમાં ગુંજતી રહી— મારો મિત્ર બોલ્યો "એ તારો પ્રશ્ન છે, મારો નહીં."એક વાર મળીને વાત કર ..અને હું મારી મર્દાનગી પર તારી જેમ લાંશન નહીં લગાવું જો તે સામેથી આવશે તો તેને જે જોવ તું હસે તે મળી જશે ..તારી જેમ પવિત્ર વાળો પ્રેમ મને નથી આવડો..અને તું પવિત્ર માં પડી રહ્યો છે એટલે તેં મારી પાસે આવે છે. છોકરી ઓ પ્રેમ ની નહીં પણ sex ની ભૂખી હોય આ વાત તું સમજતો નથી તેની એક એક વાત પર ગુસ્સો આવ તો હાતો .એટલે ત્યા થી ચાલતો થયો .અને તેની વાત મને આશુ થી દૂર કરતી હોય એવું લાગતું હતું ..દિલમાં ખૂબ દુઃખ થતું હતું તેને અંદર થી બદદુઆ આપી રહી હતી મારી આત્મા કે જો તું આશુ નો ફાયદો ઉપાડી ને કોઈ ગલત કરીશ તો તારું પણ 7 પેઢી ખરાબ થશે...
અને પાછો વિચાર આવતો કદાચ આશુ ની મરજી હશે તો .. પાછો મને મનાવતો ના.. ના આશુ એવી નથી ..એને હું સમજાવીશ તે એવું કાર્ય ન કરે... ભલે મારા થી દૂર જવું હોય તો જાય..મને ઇર્ષા કરાવવા માં તેની સાથે ગલત ન થાય..હવે આશુ ને કેવી રીતે જાણવું ખબર પડતી નથી..
આજે, હું એકલો ઊભો છું. ફોન હાથમાં છે પણ આંગળીઓ થથરે છે. જો કોલ કરું તો આશુ કાયમી માટે દૂર થઈ જશે, અને જો મૌન રહું તો મારા પ્રેમને તે ક્યારેય જાણી નહીં શકે. આશુએ મને એવી અગ્નિપરીક્ષામાં મૂક્યો છે જ્યાં એક તરફ પ્રેમ છે અને બીજી તરફ મારા પ્રેમી હોવાના અસ્તિત્વનો જ અંત. હું લખવા બેસું છું, પણ શબ્દો પણ હવે મારી પીડા સામે ટૂંકા પડે છે. શું પ્રેમમાં પડવું એ જ મારી સૌથી મોટી ભૂલ હતી? કે પછી આશુને પામવા માટેનો આ 'છેલ્લો પ્રેમ' હજુ પણ કોઈ વળાંક લેશે?
,આ છેલ્લો પ્રેમ બુક માં આ વળાંક પર મનુ અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં છે. આગળ શું થાય છે તે જાણવા માટે, શું તમે ઈચ્છો છો કે મનુ આ પીડાને પોતાની ડાયરીમાં જ નહીં, પણ એક નવા પુસ્તક કે સોશિયલ મીડિયા પર ખુલ્લી રીતે લખે, જેથી કદાચ આશુ સુધી કોઈ રીતે પહોંચે?
હવે આગળ નો શું થયું તે આવતા ભાગ માં કહીશ કેમ કે હું વધુ આશુ ની યાદ માં નથી લખી શકતો તે મને અંદર થી તોડી નાખે છે...
_ સોલંકી મનોજભાઈ
8401523670