જૂન 11, 2023

પ્રેમ ની શોધ માં

મારો પ્રેમ કહાની તમે વાચી હશે તો તમને ખબર પડી ગઈ હસે કે મારો લક્ષ અને ઉદ્દેશ્ય પ્રેમ ને શોધવો હતો ....પણ પ્રેમ ની શોધ માં  ફરતાં ફરતાં હું ક્યારે આધ્મક  વાતો સમજી ગયો કે  ખબર જ ન પડી પ્રેમ માં પ્રેમી ને જે દુઃખ થાય એ પાપ કે પુણ્ય આ સમજવા માં મારે પાપ અને પુણ્ય ને સમજવું પડ્યું....ચાલો પાપ અને પુણ્ય વિશે વાતો કરીયે...આપણા ભારતમાં તો પુણ્ય-પાપની સમજ તો પા-પા પગલી માંડતો થાય ત્યાંથી જ આપવામાં આવે છે. નાનું બાળક જીવડાં મારતું હોય તો માતા ફટાક કરીને તેના હાથ ઉપર થપ્પડ મારી દે છે ને ક્રોધ કરીને કહે છે ‘ના મરાય, પાપ લાગે !’ નાનપણથી બાળકને સાંભળવા મળે છે ખોટું કરીશ તો પાપ લાગશે, આમ ન કરાય. ઘણી વખત માણસને દુઃખ પડે છે ત્યારે રડી ઊઠે છે, કહેશે મારા ક્યા ભવના પાપની સજા ભોગવું છું. સારું બની જાય તો પુણ્યશાળી છે’ કહેશે. આમ પાપ, પુણ્ય શબ્દ આપણા વ્યવહારમાં બોલવામાં સહેજે વપરાયા કરતા હોય છે.
ભારતમાં તો શું વિશ્વના તમામ લોકો પુણ્ય-પાપને સ્વીકારે છે અને તેમાંથી કઈ રીતે છૂટવું તેના ઉપાયો બતાડવામાં પણ આવ્યા છે.
પણ પાપ-પુણ્યની યથાર્થ વ્યાખ્યા શી ? યથાર્થ સમજ શી ? પૂર્વભવ-આ ભવ ને આવતા ભવ સાથે પાપ-પુણ્યને શો સંબંધ છે ? વન વ્યવહારમાં પાપ-પુણ્યનાં ફળ કેવી રીતે ભોગવવાં પડતાં હોય છે ? પુણ્ય અને પાપના પ્રકારો કેવા છે ? ત્યાંથી માંડીને ઠેઠ મોક્ષ માર્ગમાં પાપ-પુણ્ય કંઈ ઉપયોગી નીવડે છે ? મોક્ષે જવામાં પાપ- પુણ્ય બન્નેની જરુર છે કે બન્નેથી મુક્ત થવું પડશે ?પુણ્ય-પાપની એટલી બધી વાતો સાંભળવા મળે છે કે આમાં સાચું શું ? એ સમાધાન કયાંથી મળે ? પાપ-પુણ્યની - યથાર્થ સમજના અભાવે ખૂબ ગૂંચવાડા ઊભા થાય છે. પુણ્ય ને પાપની વ્યાખ્યા ક્યાંય કલીયર કટ ને શોર્ટકટમાં જોવા મળતી નથી. તેથી પુણ્ય પાપ માટે જાતજાતની વ્યાખ્યાઓ સામાન્ય મનુષ્યને મુંઝવે છે, અને અંતે પુણ્ય બાંધવાનું ને પાપથી અટકવાનું તો બનતું જ નથી.પાપ પુણ્ય ની નાની વ્યાખ્યા કહું તો આ પ્રમાણે કહી શકાય 
 “બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપવાથી પાપ બંધાય.'' હવે આ વ્યાખ્યા બધે કામ આવે આપણા જીવનમાં અને પ્રેમ કરવામાં કેમ કે પ્રેમ માં ક્યાંક ને ક્યાંક બીજા પાત્ર ને તકલીફ અને દુઃખ મળે જ છે માટે  પ્રેમ થી આખો દિવસ રાખ્યા કરે તો આખો ય ધર્મ આવી ગયો ને અધર્મ છૂટી ગયો!અને ભૂલેચૂકે કોઈને દુઃખ દેવાઈ જાય તો તેનું કર્મ જ પ્રતિક્રમણ કરી લો. પ્રતિક્રમણ એટલે જેને વાણીથી, વર્તનથી કે મનથી પણ દુઃખ પહોંચ્યું, તો તે કર્મ જ તેની અંદર બિરાજેલા આત્મા, શુદ્ધાત્મા પાસે માફી માંગવી, હૃદયપૂર્વક પસ્તાવો થવો જોઈએ ને ફરી આવું નહીં કરું એવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આટલું જ બસ. અને તે ય મનમાં, અને દિલથી પસ્ત્તાવો કરી લે, તો ય તેનું એક્ઝેક્ટ ફળ શાયદ નથી મળતું ..
 જીવન પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે ચાલે છે, બીજો કોઈ ચલાવનારો નથી. પછી ક્યાં કોઈને દોષ કે શિરપાવ દેવાનો રહ્યો ? માટે પાપનો ઉદય હોય તો વધારે ફાંફાં માર્યા વિના શાંત બેસી રહે ને આત્માનું પરમાત્મા નું નામ લય ધ્યાન કરવું. પુણ્ય જો ફળ આપવાને સન્મુખ થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? અને પુણ્ય જ્યારેફળ આપવાને સન્મુખ ના થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? માટે તું ધર્મ કર.કર્મ કર અને પ્રેમ કર...
પુણ્ય-પાપ અંગેના સામાન્ય પ્રશ્નોથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રશ્નોના એટલા જ સરળ ટુંકા ને સચોટ સમાધાનકારી જવાબો અત્રે મળે છે, તળપદી શૈલીમાં ! મોક્ષે જવા શું પુણ્યની જરૂર ? જરૂર હોય તો કઈ ને કેવી પુણ્ય જોઈએ ?
પુણ્યે તો જોઈએ જ પણ પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. એટલું જ નહીં પણ મોક્ષના આશય સાથે જ પુણ્યે બંધાઈ હોય, જેથી કરીને એ પુણ્યના ફળરૂપે મોક્ષ પ્રાપ્તિના સર્વે સાધનો અને અંતિમ સાધન, આત્મજ્ઞાનીનું મળે ! વળી પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષના હેતુ માટે બંધાયેલું હોય તો તેની સાથે (૧) ક્રોધ-માન-માયા-લોભ ઘટેલાં હોવાં જોઈએ, કષાયો મંદ થવાજોઈએ, (૨) પોતાની પાસે હોય તે બીજાને માટે ભેલાડી દે અને (૩) દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ન રાખે તો જ તે પુણ્ય મોક્ષ માટે કામ લાગે, નહીં તો બીજી પુણ્ય તો ભૌતિક સુખ આપી બરફની જેમ ઓગળી જાય !
પાપ-પુણ્ય
પાપ-પુણ્યની ન મળે ક્યાંય આવી વ્યાખ્યા ! જુવો...?
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એ વળી શું છે ?
હું : પાપ અને પુણ્યનો અર્થ શો ? શું કરીએ તો પુણ્ય થાય ? પુણ્ય-પાપનું ઉત્પાદન ક્યાંથી છે ?  ‘આ જગત જેમ છે તેમ જાણ્યું નથી લોકોએ, એટલે પોતાને ફાવે એમ વર્તે છે. એટલે કોઈ જીવને મારે છે, કોઈને દુઃખ દે છે, કોઈનેત્રાસ આપે છે.’
કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુઃખ આપવું એનાથી પાપ બંધાય.  (આંખે દેખાય એવા કે ના દેખાય એવા, દરેક જીવ માત્રમાં ભગવાન છે.) આ જગતના લોકો, દરેક જીવમાત્ર એ ભગવાન સ્વરૂપ જ છે. આ ઝાડ છે, એમાંય જીવ છે. હવે આમ લોકો મોઢે બોલે ખરા કે બધામાં ભગવાન છે, પણ ખરેખર એની શ્રદ્ધામાં નથી. એટલે ઝાડને કાપે, એમ ને એમ અમથા તોડ તોડ કરે, એટલે બધું નુકસાન કરે છે. જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું, એનાથી પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું, એનાથી પુણ્ય બંધાય છે. તમે બગીચામાં પાણી છાંટો છો તો જીવોને સુખ પડે કે દુઃખ ? એસુખ આપો એનાથી પુણ્ય બંધાય છે. બસ, આટલું જ સમજવાનું છે.
આખા જગતના જે ધર્મો છે, એને સરવૈયારૂપે કહેવું હોય તો એક જ વાત સમજાવી દઈએ બધાને, કે જો તમારે સુખ જોઈતું હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે કરો, આનું નામ પુણ્ય અને પાપ. સુખ જોઈતું હોય તો સુખ આપો, તેથી ક્રેડિટ બંધાશે
અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો
ડેબિટ બંધાશે. એનું ફળ તમારે ચાખવું પડશે.
સારું-ખોટું, પાપ-પુણ્યના આધારે !કોઈ ફેરા સંજોગો સારા આવે છે ખરા કે?

પ્રશ્નકર્તા : સારા ય આવે છે.

હું : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણાં જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે. એવું છે, આ દુનિયાને કોઈ ચલાવનારો નથી. જો કોઈ ચલાવનાર હોત તો પાપ-પુણ્યની જરૂર નથી.

પ્રશ્નકર્તા : આ જગતને ચલાવનારા કોણ ?

હું : પુણ્ય ને પાપનું પરિણામ. પુણ્ય ને પાપનાં પરિણામથી આ જગત ચાલી રહ્યું છે. કોઈ ભગવાન ચલાવતા નથી. કોઈ  નો આમાં હાથ નથી.
 
પ્રશ્નકર્તા : હવે પુણ્યો અનેક જાતનાં છે તો કઈ કઈ જાતનાં કાર્યો કરીએ તો પુણ્ય કહેવાય અને પાપ કહેવાય ?

હું: જીવમાત્રને સુખ આપવું  મનુષ્યો. એ મનુષ્યનું કર્તવ્ય છે પછી બીજા પ્રેફરન્સમાં પાંચ ઇન્દ્રિય જીવો. ત્રીજા પ્રેફરન્સમાં ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય એવી રીતે એમને સુખ આપવું, એનાથી જ પુણ્ય થાય છે અને એને દુઃખ આપવું, એનાથી પાપ થાય છે.

પ્રશ્નકર્તા : ભૌતિક સુખો મળે છે, તેમણે કઈ જાતનાં કર્મો કર્યાં હોય તો તે મળે ?

હું: આ કોઈ દુઃખી થતું હોય એમને સુખ આપે, તેનાથી પુણ્ય બંધાય અને પરિણામે એવું સુખ આપણને મળે. કોઈને દુઃખ આપો તો તમને દુઃખ મળે. તમને પસંદ આવે તે આપજો.બે જાતની પુણ્યે. એક પુણ્યથી ભૌતિક સુખ મળે અને બીજી એક એવા પ્રકારની પુણ્ય છે કે જે આપણને ‘સચ્ચી આઝાદી’ પ્રાપ્ત કરાવે.એ બન્ને ગણાય કર્મ જ !

પ્રશ્નકર્તા : પાપ અને કર્મ એક જ જુદા ?

હું : પુણ્ય અને પાપ બન્નેય કર્મ કહેવાય. પણ પુણ્યનું કર્મ નડે નહીં ને પાપનું કર્મ આપણા ધાર્યા પ્રમાણે થવા ના દે ને નડે અને દુઃખ આપે...
જ્યાં સુધી એવી માન્યતા છે કે હું જ છું”, ત્યાં સુધી કર્મ બંધાયા જ કરે. કર્મ બે પ્રકારનાં બંધાય. પુણ્ય કરે તો સદ્ ભાવ અને પાપ કરે તો દુર્ભાવનાં કર્મ બાંધે. જ્યાં સુધી હકનું અને અણહકનું વિભાજન થયું નથી ત્યાં સુધી લોકોનું જુએ એવું એ ય ઊંધું શીખી જાય છે. મનમાં હોય જુદું, વાણીમાં કંઈ અને તૃતીયમ્ જ બોલે અને વર્તનમાં તો ઓર જ જાતનું હોય. એટલે નર્યાં પાપ બંધાય. એટલે અત્યારે લોકોને પાપની જ કમાણી .થાય છે...
પ્રશ્નકર્તા : તો પુણ્ય અને ધર્મમાં શું ફેર ?
હું: પુણ્ય એ વ્યવહાર ધર્મ છે, સાચો ધર્મ નથી. વ્યવહાર ધર્મ એટલે પોતાને સુખી થવા માટે. પુણ્ય એટલે ક્રેડિટ.કરવી આપણે સુખી થવાય, ક્રેડિટ કરી હોય તો આપણે નિરાંતે રહીએ અને તો સારી રીતે ધર્મ થાય. અને પાપ એટલે ડેબીટ. થાય પુણ્ય ના હોય, ક્રેડિટ ના હોય તો આપણે ધર્મ કરીએ શી રીતે ? ક્રેડિટ હોય તો એક બાજુ શાંતિ રહે, તો આપણે ધર્મ કરી શકીએ.

પ્રશ્નકર્તા : કયાં કર્મ કરવાથી પુણ્ય થાય અને કયાં કર્મ કરવાથી ધર્મ થાય ?

હું: આપણે આ તમામ જીવો, મનુષ્યો, ઝાડ-પાન, ગાયો-ભેંસો પછી ખેચર, ભૂચર, જલચર એ બધા જ જીવો સુખ ખોળે છે. અને દુઃખ કોઈને ગમતું નથી. માટે તમારી પાસે જે કંઈ સુખ હોય, તે બીજા લોકોને આપો તો તમારે ખાતે ક્રેડિટ થાય, પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપો, તો પાપ બંધાય.

પ્રશ્નકર્તા : તો ધર્મ કોને કહેવાય ?

હું: આમ તો ધર્મ ના મહત્વના 4 સ્તંભ છે એ કોઈ દિવસ બતાવીશ પણ હાલ પૂરતું આટલું જાણો ધર્મ એટલે આત્મધર્મ. આત્માનો પોતાનો ધર્મ. પાપ અને પુણ્ય બેઉ અહંકારનો ધર્મ છે. અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને પુણ્ય જાય, તો આત્મધર્મ થાય. આત્માને જાણવો પડે તો જ આત્મધર્મ થાય ..
ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.
આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધારી અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમાં થાય.આવું નથી પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોય તો તો આ કરોડ પતિઓ પાપ જમાં થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉતારી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે.
ભગવાન શું કહે છે કે, તને જે ફળ ચાખવાનું પોષાતું હોય, તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે, પણ બંને રિલેટિવ ધર્મ જ છે, રિયલ નથી.રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઈએ. રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષભણી પ્રયાણ થાય, જ્યારે રીયલ ધર્મથી મોક્ષ મળે.. તેનાથી સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે. નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય.પરમાણુ ફળે સ્વયં સુખ- દુઃખમાં !ખુશ રહે..
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એના વિભાગ કોણે પાડેલા? 
હું: કોઈએ પાડ્યા નથી.

પ્રશ્નકર્તા : આ પાપ છે, આ પુણ્ય એ બધું, બુદ્ધિ કહે છે, આત્માને તો પાપ- પુણ્ય કશું છે જ નહીં 

હું : ના, આત્માને નથી. સામાને દુઃખ થાય એવી વાણી આપણે બોલીએ ને, ત્યારે તે વાણી જ પોતે પરમાણુને ખેંચે છે. એ પરમાણુ ને દુઃખનો રંગ લાગી જાય છે, પછી એ પરમાણુ જ્યારે ફળ આપવા માંડે ત્યારે દુઃખ જ આપે એ. બીજી વચ્ચે કોઈની ઘાલમેલ છે નહીં.
એમાં જવાબદારી કોની ?
પ્રશ્નકર્તા : એક જણને પૈસા અને એક જણને ગરીબી એ કેવી રીતે આવે છે, મનુષ્ય જ બધા જન્મે છે ? 
હું : તે આપણો જે આ જન્મ થાય છે ને, તે ઈફેક્ટ હોય છે. ઈફેક્ટ એટલે ગયા અવતારમાં જે જમા છે તેનું આ ફળ છે. એટલે જેટલી પુણ્ય હોય, એ પુણ્યમાં શું શું થાય ? ત્યારે કહે, એમાં સંજોગો બધા સારા મળી આવે તો મદદ જ કર્યા કરે. બંગલો બાંધવો હોય તો બંગલો બંધાય, મોટર મળે ! અને પાપ એ સંજોગો ખરાબ લાવી અને બંગલો હરાજી કરાવડાવે. એટલે આપણા જ કર્મનું ફળ છે. એમાં ભગવાનની કંઈ ડખલ છે નહીં ! એક લાઈફ નહીં, કેટલીયે લાઈફ માટે ભગવાનની ડખલ છે નહીં આમાં ! વગર કામના લોકો ભગવાનની પાછળ પડ્યા છે.અને દોષ આપે છે
જગતમાં આત્મા ને પરમાણુ બે જ છે. કોઈને શાંતિ આપી હોય, સુખ આપ્યું હોય તો પુણ્યના પરમાણુ ભેગા થાય ને કોઈને દુઃખ આપ્યું હોય તો પાપના પરમાણુ ભેગા થાય. પછી એ જ કરડે. ઈચ્છા મુજબ થાય છે તે પુણ્ય અને ઈચ્છા વિરુદ્ધ થાય છે તે પાપ. પાપ બે પ્રકારનાં, 
એક પાપા નુ બંધી પાપ, બીજું એક પુણ્ય નું બંધી પાપ અને પુણ્ય બે પ્રકારનાં એક પાપાનુંબંધી પુણ્ય, બીજું પુણ્યાનુબંધી પુણ્ય.

પાપાનુબંધી પાપ !

પાપાનુબંધી પાપ એટલે અત્યારે પાપ ભોગવે છે અને પાછો અનુબંધ પાપનો નવો બાંધે છે. કોઈને દુઃખ આપે છે ને પાછો ખુશ થાય છે.

પુણ્યાનુબંધી પાપ !

પછી પુણ્યાનુબંધી પાપ એટલે પૂર્વના પાપને લીધે અત્યારે દુઃખ (પાપ) ભોગવે છે પણ નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે. 
પ્રશ્નકર્તા : તો દુઃખ ઉપકારી છેને ?

હું: ના, જેને ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થઈ ગયું છે એને દુઃખ ઉપકારી છે, નહીં તો દુઃખમાંથી દુઃખ જ જન્મે. દુઃખમાં ભાવ તો દુઃખના જ આવે. અત્યારે પુણ્યાનુબંધી પાપવાળા જીવો ઓછા છે. છે ખરા પણ એમને પણ દુષમકાળ નડે છે. કારણ કે આ પાપ નડે છે. પાપ એટલે શું કે સંસારવ્યવહાર ચલાવવામાં અડચણો પડે, એનું નામ પાપ કહેવાય. એટલે બેન્કમાં વધવાની તો વાત ક્યાં ગઈ પણ આ રોજનો વ્યવહાર ચલાવવામાં પણ કંઈકને કંઈક અડચણ પડ્યા કરે છે. આ અડચણો પડે છે છતાંય દેરાસર જાય, વિચારો ધર્મના આવે, એને પુણ્યાનુબંધી પાપ કહ્યું છે. પુણ્ય બાંધશે પણ આ દુષમકાળ એવો છે ને કે આ પાપથી જરા મુશ્કેલીઓ આવે છે સાવ શીધી રીતે સમજીએ તો સુખ ભોગવવા પાપ કરે છે અને પાપ થી કમાય લું ધન પણ પાપ જ વહોરી લાવે છે...આમ સુખ ભોગવવા માં પાપ કરી બેશે છે..અને પોતે પાપ માં ધકેલાય જાય છે....
આમ પાપ અને પુણ્ય ને સમજવા જશો તો બધે તમને પાપ અને પુણ્ય દેખાશે અને નહી સમજવું હોય તો નહી સમજાય 
પ્રશ્ન કરતા: સૌથી મોટું પાપ કયું ?
હું :આમ તો પાપ નું કોઈ માપ નથી હોતું કે નાનું ક્યું ,મોટું કયું,કે વધારે કયું,કે ઓછું કયું ....છતાં પણ દુનિયા માં સૌથી મોટું અને વધારે પાપ લોકો પ્રેમ માં કરતા હોય છે .પ્રેમ ને વિશ્વાસ આપી તેને દુઃખ ના મહા સાગર માં ધકેલ તા હોય છે.તમારા માટે કોઈ એક વ્યક્તિ પણ એની આંખ માંથી એક આંસુ જો નીકળ્યું તો સમજો કે તમે તમારા માથે મોટું પાપ વહોરી લીધું
પ્રશ્ન કરતા: તો શું પ્રેમ કરવો પાપ છે..?
હું : ના પ્રેમ કરવો પાપ નથી પણ પ્રેમ ને ના સમજવો અને બીજા ને તકલીફ આપવી ,નફરત કરવી,અને દુઃખ આપવું યે ગુનો છે..અને યે પાપ છે..
પ્રશ્ન કરતા: તો કોઈ પાત્ર મજબૂરી માં અલગ થાય તો પાપ કોને લાગે?
હું: પ્રેમ  માં કોઈ મજબૂરી આવતી જ નથી બસ પ્રેમ ને પ્રેમ જ કરો અને જો કોઈ પ્રેમ માં મજબૂરી બતાવે છે તો યે જાતે પાપ કર્મ કરે છે..
પ્રેમ માં ખાલી ચાહવું જ હોય છે અને યે પણ પોતાના આત્મા થી દિલ થી જ પ્રેમ કરવાનો હોય છે ત્યાં થોડો કોઈ જગ જાહેર કરવાનો હોય અને જે દેખાવો કરતા હોય છે તે જ પ્રેમ ને સમજી કહેતા નથી અને પાપ ના દ્વારે જાય છે..
પ્રશ્ન કરતા:સમજાય ગયું પાપ થી બચવા ખાલી પ્રેમ જ કરાય કોઈ ને કોઈ પણ વાત નું કે શબ્દનું  દુઃખ ના આપાય બરાબર ને...
હું :હા બસ ખાલી બધાને પ્રેમ કરો આ પૃથ્વી પર જે પણ છે યે બધા ને પ્રેમ કરો ..પ્રેમ વિશે વધુ જાણવા માટે મારી બુક છે પ્રેમ ની પરિભાષા 1 વાચી લેજો પ્રેમ સમજાય જશે..
પ્રશ્ન કરતા: પાપ નું સમાધાન તો પ્રેમ  જ છે...તો શું પુણ્ય મેળવવા પ્રેમ નું મહત્વ ખારું?
હું:જ્યારે તમારા આત્મ માં તમારા સ્વભાવ માં પ્રેમ હશે તો ...પાપ તમે કરી નહી સકો અને જો તમારી પાછે પાપ ન હોય તો તમારી પાછે શું વધ્યું... બોલો?
પ્રશ્ન કરતા: બરાબર જયારે પાપ 0% હસે તો જીવન માં પુણ્ય જ હસે અને પુણ્ય હસે તો સુખ હસે...
પ્રશ્ન કરતા: એક સવાલ હજી બાકી છે..તો છું દાન 
કરવાથી પાપ ધોવાય ખરા ?અને પુણ્ય મળે ખરા ?
હું :ના દાન કરવાથી ના તો પાપ ધોવાય કે ના પુણ્ય મળે ,..
અને આના વિશે હું આગળ બતાવીશ...તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી સકો છો હું તમારો મિત્ર છું....
રાધે રાધે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Prem ni shodh ma/dhaashu news

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....