ઑક્ટોબર 12, 2023

ભણ્યો પણ ગણ્યો નહી.... કહેવત કેમ પડી.?

 ઘણી વખત આપણને સાંભળવા મળે છે કે "તું તો ભણ્યો ખરો પણ ગણ્યો નહી"

આ નો અર્થ આજે સમજીએ...

Solanki MANOJBHAi

8401523670


1 ઈંચ = 25.4 મીલીમીટર થાય એ આપણે બધા ને શિખવાડ વામાં આવ્યું છે.

આવાં કન્વર્ઝન સુત્રો શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં શીખવવામાં આવે છે.

એક બીજો કોન્સેપ્ટ લીસ્ટ કાઉન્ટ (least count) નો પણ શિખવવામાં આવે છે. લીસ્ટ કાઉન્ટ એ લઘુતમ માપ છે જે 'પૂરી ખાતરી' સાથે આપણે માપી શકીએ છીએ. દા.ત. ઉપરની ફૂટપટ્ટી માં મીલીમીટર બાજુએ 0.5 મીલીમીટર અને ઈંચ બાજુએ ઈંચના 32માં ભાગ જેટલું ખાતરી સાથે માપી શકીએ. સાયન્સ અને ઇંજીનીયરીંગ નો દરેક વિદ્યાર્થી આ 'માહીતી' જાણે છે. બહુજ સામાન્ય વાત છે.

1994 માં એક ફ્રેશ મેકેનિકલ ઈંજીનીયર નો ઈન્ટરવ્યૂ લઈ રહ્યો હતો - મારે આસીસ્ટન્ટ ની જરૂરત હતી.

એક ઈંચ માં કેટલા મીલીમીટર થાય અને લીસ્ટ કાઉન્ટ એટલે શું બન્ને પ્રશ્નો નાં એણે સાચાં જવાબો આપ્યા. ભણતર ની ખાતરી થઈ ગઈ.

હવે ગણતર ચકાસવાનું હતું.

હું: આ કાગળ છે, આ ફૂટપટ્ટી છે અને આ પેન્સીલ છે. આપણે કાગળ કાપવાનો છે. પહેલાં પેન્સીલ થી માર્કીંગ કરવાની છે. ત્યાર પછી કાગળ એવી રીતે કાપવાનો છે કે નાનાં ટુકડા ની પહોળાઈ 50.8 મીલીમીટર હોય.

ઉમેદવાર: સર, આ શક્ય નથી. આપણે 50.5 અથવા 51.0 મીલીમીટર માર્ક કરી શકીએ પણ 50.8 પર માર્કીંગ ના કરી શકીએ કારણ કે ફૂટપટ્ટી નો લીસ્ટ કાઉન્ટ 0.5 મીલીમીટર જ છે. એટલે 1.0, 1.5 વિગેરે વિશે ખાતરી હોઈ શકે પણ 0.8 કે 1.2 કે 1.6 વિશે ખાતરી ના હોઈ શકે.

મેં એને રિજેક્ટ કર્યો.

કારણકે એ 'માહીતી ' જાણતો હતો પણ એનો ઉપયોગ ન્હોતો જાણતો. 1 ઈંચ = 25.4 મીલીમીટર, 2 ઈંચ = 50.8 મીલીમીટર, ……….., 10 ઈંચ =254 મીલીમીટર એટલો જ ઉપયોગ એ જાણતો હતો, એથી વધુ નહીં!

ફૂટપટ્ટી નાં ઈંચ વાળા ભાગમાં 2 ઈંચ ની લાઈન છે તેનો ઉપયોગ કરી 50.8 મીલીમીટર માપી શકાય છે!

આ છે 1 ઈંચ = 25.4 મીલીમીટર સુત્ર નો બીજો ઉપયોગ!

Prem ni shodh ma 

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

છેલ્લો પ્રેમ 4(એક ભૂલ)

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેન...