કૃષ્ણનાં પુત્રોનાં પણ અનેક લગ્નો થયા હતાં?
આજે જે વાત પર પ્રશ્ન ઊભો થાય છે અને આશ્ચર્ય કરવામાં આવે છે, એ પૂર્વકાળમાં અત્યંત જ સામાન્ય વાત હતી. પહેલા તો આ વાત સમૃદ્ધિ, વૈભવ અને સામાજિક પ્રતિષ્ઠાની સૂચક હતી. જુદા-જુદા પુરાણોમાં યત્ર-તત્ર ફેલાયેલા વિવરણો અનુસાર કૃષ્ણનાં વધારે ચર્ચિત સંતાનોના લગ્નોની યાદી નીચે પ્રમાણે છેઃ
(I) પ્રધુમ્ન : માયાવતી (શંબરાસુરની દાસી), શુભાંગી (મામા રૂકમીની દીકરી), પ્રભાવતી (વજ્રનાભ નામક અસુરની દીકરી).
(II) सांभ : લક્ષ્મણા (દુર્યોધનની દીકરી), ગુણવતી (પ્રભાવતીની કાકાની દીકરી), રામા (બાણાસુરનાં મંત્રી કુંભાંડ કે કૂષ્માંડની દીકરી).
(III) अनिरुद्ध : રોચના (કૃષ્ણનાં સાળા રૂકમીની પૌત્રી), ઉપા (બાણાસુરની દીકરી).
આ સિવાય દ્વારકાનાં રાજકુમારોનાં ભવનોમાં અલગ-અલગ અનેક સ્ત્રીઓ દાસી સહ પત્ની તરીકે રહેતી હતી, જે વૈભવનું પ્રતિક પણ માનવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે અનિરુદ્ધનું અપહરણ થયું ત્યારે તેનાં ભવનની સ્ત્રીઓ વિલાપ કરવા લાગે છેઃ
ततोऽनिरुद्धस्य गृहे रुरुदुः सर्वयोषितः।
प्रियं नाथमपश्यन्त्यः कुर्य इव संघशः।
અનિરુદ્ધનાં મહેલમાં રહેનારી બધી સ્ત્રીઓ પોતાનાં પ્રિય સ્વામીને ન જોતાં ટોળે વળીને
“ ક્રૌંચ પક્ષીની જેમ વિલાપ કરવા લાગી.” સ્પષ્ટીકરણઃ ઉપરોક્ત શ્લોકોથી સ્પષ્ટ થાય છે કે એ સમયે સ્ત્રી કે લગ્નોને લઈને સમાજમાં કોઈ પ્રકારનું બંધન ન હતું...
Prem ni shodh ma
Dhaashu news