થુવર માં બાળસંસદ ચૂંટણી 2025 નું આયોજન કરાયું
વડગામ તાલુકાના થુવર ગામ માં થુવર પ્રાથમિક શાળા માં તારીખ :-02/08/2025 ને શનિવારે બેગલેશ દિવસ અંતર્ગત કરવામાં આવ્યું હતું.
લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી...
વિદ્યાર્થીઓને ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર કરવા તથા પોતાના મતનું મૂલ્ય સમજાવવા માટે શાળામાં બાળસંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને, પોતાની પસંદગીના વર્ગ નેતા ચૂંટે તે માટે અમૂલ્ય તક આપવામાં આવી હતી. તેની સાથે શાળાનું વ્યવસ્થાપન જાળવવા મહામંત્રી તથા ઉપમહામંત્રીની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી એ. આર. ઉમતીયા સાહેબ દ્વારા તેમજ આચાર્ય દેવજીભાઈ એન માલુણા ના માર્ગદર્શન થી સમગ્ર પ્રક્રિયાનું ડિજિટલ વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર પ્રક્રિયા ઈવીએમ મશીન આધારીત કરવામાં આવી જેથી કરીને આવનારા સમયના ભવિષ્યના મતદાર એવા અમારા વિદ્યાર્થીઓ લોકશાહી પરંપરામાં મતદાનની પ્રક્રિયાથી માહીતગાર થાય અને પોતાના મતનું મૂલ્ય સમજે એવો પ્રયાસ કરવામાં આવ્યો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Prem ni shodh ma/dhaashu news