જયારે સવારે ઊભા થય જોવું તો તનું હતીજ નહી હવે કયા ગઈ હશે..? આમ તેમ ગોતવા લાગ્યો પણ આટલા બધા મહેમાનો વચ્ચે ક્યાં મળે આખરે કંટાળી મારા કાકી ને કહ્યું તનું ક્યાં છે?કેમ દેખાતી નથી !....મારા કાકી થોડું હસી અને કહે તારે શું કામ છે.?હું આગળ કંઈ બોલી જ ના શક્યો ત્યાં થી ચાલતો થયો મારી આંખ પણ ભીની થઇ ગઈ સવાર ની હજી ચાય કે નાસ્તો પણ નથી કર્યો કાઈ બાજુ જાવ કોને કહું ખબર નહતી પડતી એવા માં મારી મમ્મી મને શોધતી શોધતી મારી પાસે આવી કહે શું કરે છે અહી.... ચેહરો પણ હજી ધોયો નથી કે સ્નાન પણ કર્યું નથી લાગતું... કેમ આમ ફરે છે અહી અને ચાય નાસ્તો કર્યો કે નહી ...આ ઘર નથી મનીષ કે તું આવા નાટક કરે છે હમણાં તારા પપ્પા ને ખબર પડશે કે તું આમ આવો ફરે છે તો તેને અને મને બને ને બોલશે ..ચલ જલ્દી તૈયાર થઇ જા કેટલા મહેમાનો વચ્ચે તું આવો ફરે છે ..હું મમ્મી ની વાત પૂરી થાય તેની જ રાહ જોય બેઠો હતો ..મારી મમ્મી જેવી બોલવા નું બંધ કર્યું કે સીધો પ્રશ્ન કર્યો તનું અને તેના મમ્મી,પપ્પા કેમ દેખાતા નથી તે ઓ ક્યાં ગયા ...? મારા મમ્મી કહે તે સવારે જ જતા રહ્યા કેમ કામ કામ હતું ..?ના ના બસ એમજ દેખાણા નહી એટલે પૂછી લીધું મમ્મી કહે ચલ હવે ચાય પીલે જલ્દી... મારે તો તનું જતી રહી ક્યાં હશે.હજી બસ સ્ટેશન હસે વાત યાદ આવતા હુ શીધો બસ સ્ટેશન તરફ ગામમાં દોડ્યો મારી મમ્મી મને ચાય ...કરી પાછળ બૂમો મારવા લાગી મે તેમની વાત પર ધ્યાન ન આપ્યું બસ સ્ટેશન આવીને જોયું તો....એક મિનિટ માટે હું ચૂકી ગયો મે તનું ને દુર થી બસ પર ચડતા જોઈ પહેલી વાર મને સમય ની કિંમત ખબર પડી આ એક મિનીટ માટે મોડો પડ્યો હું મન માં ને મન માં પોતાને કોષતો રહ્યો હું દોડવામાં થોડી જડપ કરી હોતો ,ના મારી મમ્મી યે મારો સમય બગાડિયો,ના હુ ઉઠયો જ મોડો હતો,ના તનું યેજ મને ઉભો ના કર્યો...આમ બધી બાજુ થી વિચાર કરી જોયો કોઈ નો વાંક ના મળ્યો આખરે મે પોતાનો જ વાંક કઢિયો .છેવટે બસ રસ્તા પર થી દેખાતી બંધ ના થઈ ત્યાં સુધી બસ ની સામે એક જ નજર જોતો રહ્યો જાણે મારું બધું લૂંટાઈ ગયું હોય એવું લાગતું હતું જાણે હું હારી ગયો હવે શું કરું મિત્રો આગળ જઈને શું વાત કરું? ઘરવાળાને શું કહીશ તનું આવશે કે નહી ઘણા બધા પ્રશ્નો દીમાગ માં ફરવા લાગ્યા મગજ શાંત નહોતું દિલ શાંત ન હતું હૃદયના ધબકારા વધવા લાગ્યા હતા ત્યાંથી ચાલવા માટે કદમ પણ રાજી ના હતા બસ પણ દેખાતી ન હતી. નિરાશા ઘણી બધી જીવનમાં અંધારું પથરાઈ ગયું હોય એવું લાગતું હતું આંખે નિરાશ થાય હું ઘર તરફ ચાલ્યો.. મમ્મી મારી વાટ જોઈ ને જ બેઠી હતી કહેવા લાગી ક્યાં ગયો હતો આમ સાંભળતો પણ નથી ક્યાં દોડ દોડ કરે છે હજી પણ નાહયો નથી તૈયાર પણ નથી થયો. ચાય પણ નથી પીધી કેમ આમ તું ફરે છે શું કરવા માંગે છે કંઈ ખબર પડતી નથી ચાલ જલ્દી ચા પી લે મેં ધીમા અવાજે જ કહ્યું મેં ચાય છોડ દીધી આમે તમે કહેતા હતા કે ચાઈની પીવાની ચાય પીવો તો દોડી ના શકો બસ આજથી મે ચાય પણ છોડી દીધી મારે હવે ચા નથી પી વી હું દોડવા માગું છું મારે ચા નથી સાચું હું હવે આજથી ચા બંધ બસ તમે કેટલા દિવસથી સમજાવતા હતા કે ચાય મત પીવો તો સારું હતું મારે હવે ચા નથી પી વી મમ્મી મારે ઘરે જાવું છે મારે ખૂબ લેસન આપ્યું છે સાહેબે આટલું કહેતા હતા તો હું રડી ગયો મમ્મી કે કેમ રડવા લાગ્યો મેં કીધું મારે ખૂબ જ લેસન બાકી છે હું લેસન નહીં કરું તો મને માર પડશે મારે લેસન કરવું છે હું ઘરે જાવ છું મમ્મી કહે સારું આપણે એક જ કલાક જમીને અને પ્રસાદ લય આપણે નીકળી જઈએ તું ચિંતા ના કર પછી તું લેસન કરી દેજે બસ હું તારા સાહેબને વાત કરિશ...આમ અમે 2 કલાક પછી અમારા ઘરે આવતા રહ્યા ઘરે આવતા પહેલા અમે મોહલ્લામાં પગ મુક્યો પગ મુકતા સાથે એટલી બધી યાદ.. કે ખબર જ ના પડે જ્યાં જો ત્યાં તનું ,તનું સાથે એક એક દિવસ એક એક પળ મને યાદ આવતો હતો જાણે તનું જ હોય એવું લાગતું તું મને મારા મોહલ્લા થી મારા ઘર સુધી લગભગ ચાલવાનું છે એક એક ડગલે તનું મને યાદ આવતી હતી કંઈ ખબર નથી પડતી કે શું કરું હવે બે દિવસ જ સ્કુલ ખોલવાના દિવસો બાકી હતા મlન મસ્તિક ઉપર તનું જ સવાઈ ગઈ હતી એના સિવાય કશું વિચાર આવતો પણ નહોતો હું વિચાર કરી પણ શકતો ન હતો આખરે હું મૌન થઈ ગયો કશું બોલવું ચાલવું બધું બંધ કરી દીધું કાઇ પણ બોલતો નથી વિચારો સાથે જીવવાનું ચાલુ કર્યું સ્કૂલના દિવસો નજીક આવી ગયા સ્કૂલ ચાલુ થઈ ગઈ સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું દોસ્તારો વચ્ચે મસ્તી મોજ બધું ઓછું થઈ ગયું મિત્રો કહે તું બદલાઈ ગયો છે મનીષ પહેલા જેવો નથી રહ્યો કેમ શાંત થઈ ગયો છે શિક્ષકો પણ કહે મને તું કેમ બોલતો નથી હવે વધારે પેલા તો કેટલી મસ્તી કરતો? હવે તો ભણવામાં પણ તારું ધ્યાન નથી લાગતું કે શું થયું હું હંમેશા કંઈ નહિ જવાબો સાથે સંકળાય ગયો કોઈ પણ પ્રશ્ન પૂછે મારા જવાબ ના જ આવતા કતો કંઈ નહિ,ખબર નથી બસ વધારે બોલવું ગમતું જ ના હતું પહેલા કોઈ મૂવી જોતો તો જુદાઈ માં જે હીરો ,હિરોઈન એક્ટિંગ કરતા તો તેના પર હું હસતો અને આજે આવા સીન કે એક્ટિંગ કે સોંગ જોવું કે સાંભળું તો આખો માં આશુ આવી જતા સાચે જુદાઈ સુ સે એ દિવસે બધો એહસાસ થયો આમ લગભગ 3 મહિના ઉપર મે મારા મન અને દિમાગ ને મનાવી લીધું કે તનું બીજા વેકેશન માં આવવાની છે મને વચન આપ્યું હું કેમ ભૂલી ગયો બસ મારે હવે જીતવાનું છે તનું ની બધી વાતો હું યાદ કરતો રહ્યો દુનિયા જીતવા પ્રેમ અને પવિત્રતા જોવે હવે પવિત્રતા તો તનું સમજાવી ગઈ બસ મારે પ્રેમ સમજવાનો હતો હું મારા બધા વિચારો અને કામ સાઈડ માં મૂકી પ્રેમ ની શોધ માં નીકળી પડ્યો મિત્રો ને પૂછવા લાગ્યો મારા એક મિત્ર યે મને એ વખત માં એક શાયરી કહી "મહેંદી રંગ લાતી હે સુખ જાણે કે બાદ ,તનું કી યાદ આતી હે ઉસકે દુર જાને કે બાદ" મે જીવન માં પહેલી વાર મે શાયરી સાંભળી મને ખૂબ ગમી મારો મિત્ર કહે મને ખબર જ હતી કે તું તનું ને પ્રેમ કરે છે અને એની યાદ માં આવો થય ગયો હતો હું બોલ્યો હા પણ પ્રેમ એટલે શું?કહોતો મને કહે કોઈ છોકરી ,છોકરાને પસંદ કરે અને બોલાવે તેને જ પ્રેમ કહેવાય...પણ મને આ જવાબ ના પસંદ આવ્યો હું જે મને તેને એકજ પ્રશ્ન કરતો પ્રેમ એટલે શું?જેવા લોકો અને જેવો સ્વભાવ તેવી રીતે મને પ્રેમ નું ઉદાહરણ આપતા પણ મને ના સમજાતું બસ મળે તો પ્રેમ શું એ પ્રશ્નનો જવાબ જ જોતો હતો હું ધીરે ધીરે શાયરી નો શોખીન થઈ ગયો મે ખુદ કેટલાય ચોપડા માં શાયરી લખી દીધી બસ એક જ ઈચ્છા સાથે એક જ વિચાર સાથે કે જ્યારે પણ તેનું આવશે એ દિવસે હું આ બુક સારી તનું ને વાંચી સંભળાવીશ બસ આ આશા સાથે મૂકી રાખી છે ત્યારબાદ અમુક અમુક મિત્રો મળ્યા તેમને પ્રેમપત્રોની વાતો કરી તો મેં તનું માટે ઘણા પ્રેમ તો પણ લખી રાખ્યા છે કે ક્યારેક તનુ મળશે ક્યારેક તનુ આવશે પેલા વેકેશનમાં તનુ આવશે તો હું જરૂર આપીશ હું મારા પ્રેમ ને વ્યક્ત કરીશ પ્રેમ કરું છું એવું સાબિત કરીશ જે મિત્રો જે લોકો પ્રેમ વિશે જે જે વાતો કરતા હોય એવો થતો ગયો લોકો કહે આમ કરવાનું તો હું એમ કરતો સાથે સાથે લોકો કહે કે જેમ સામેવાળી છોકરીને ગમે તેવું કરવાનુ હું તેમ કરવા લાગ્યો રહેવા લાગ્યો જે પ્રેમમાં કરવાનુ હોય તે કરતો રહ્યો બસ એક જ આશા સાથે વેકેશનમાં આવશે અને પ્રેમ કરું છું એ સાબિત કરીશ પણ પ્રેમ શું છે હજી તો ખબર નથી પડીએ એ સમયમાં mobile ટેકનોલોજી પણ નથી પ્રેમ ને કેવી રીતે શોધવો શું કરવું કંઈ ખબર નથી પડતી બસ કોઈપણ વાત હોય કોઈપણ પ્રશ્ન હોય તો દોડતા દોડતા મિત્રોને પાસે જઈએ તેનું સોલ્યુશન કાઢીએ બસ વાત મગજમાં ઉતારીએ આના સિવાય બીજું કંઈ ન હતું હવે ધીરે ધીરે સમય થોડો હળવો થતો ગયો અને સ્કૂલના દિવસો પણ કપાતા ગયા અમારી વાર્ષિક પરીક્ષા પણ આવી ગઈ અને અમારું વેકેશન પણ હવે અમારી રાહ જોઈ બેઠો હતો થોડા દિવસોમાં અમે વેકેશનના નજીક જ હતા મારો સાતમા ધોરણનું રિઝલ્ટ પણ થોડું ખરાબ આવ્યું હતું. દર વખતે જે પ્રથમ નંબર મેળવનાર વ્યક્તિ આજે બીજા ક્રમે હતો પણ કશો વાંધો ન હતો કશું દુઃખ નહોતું બસ વેકેશન ક્યારે પડે એની રાહ જોઈ બેઠો હતો. કેમ કે તનું આવવાની હતી બસ આ આશા સાથે મારા વેકેશનના ચાર દિવસ બાકી હતા ચાર દિવસ પછી વેકેશન પડવાનું હતું તનું પણ આવવાની હતી.
કે શું થયું કે કુદરતને મંજૂર નહોતું કે ભગવાનને મંજૂર નહોતું કે અમારી કંઈ ભૂલ થઈ ભૂલ તો કઈ ભૂલ થઈ કે તનું તો આવી પણ એ વેકેશનમાં ન તો અમારે વાત થઈ ના તનું મને જોવા મળી બસ શું થયું એના વિશે હું આગળ વાત કરીશ
એક વર્ષ ના ઇંતજાર પછી તનું તો આવી પણ અમારી મુલાકાત ના થઈ કેમ આના વિશે આગળ બતાવીશ.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Prem ni shodh ma/dhaashu news