સપ્ટેમ્બર 10, 2024

છેલ્લો પ્રેમ 4(એક ભૂલ)

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેનું ભાન રાખવું નહીતો તમને પ્રેમ માં ખુબ દર્દ મળે છે.આ  પણ મારો અનુભવ છે.....
 સોલંકી મનોજભાઇ 
(પ્રેમ ની શોધ માં)
8401523670
           પ્રેમ માં ભૂલ કરવી અને પ્રેમ માં કોઈ ની પ્રોમિસ તોડવી આ બંને પ્રેમ માં ખુબ મોટા અપરાધ ગણવવા માં આવે છે ચાહે એ ભૂલ જાણતા થાય કે અજાણતા પણ ભૂલ ને ભૂલ જ કહેવાય....
    ચાલો આગળ ની વાત કરીએ હું અને આંશુ પ્રેમ માં હતા અને તમે પણ કોઈ ક ના પ્રેમ મા હશો તમને ખબર હસે પ્રેમ માં પ્રેમી શું કરતા હોય છે...?...રોજ સવારે ઉઠી ને પહેલા good morning કહેવુ, આખો દિવસ ફોન માં વાતો કરવી અને msg કરવા અને રાત્રે સૂતા ની સાથે ગમે તે થાય પણ good night કહેવુ....આમ અમારે પણ રોજ થવા લાગ્યું હવે તો એક બીજા ન ઓળખતા હતા એટલે હું દુકાને હોય અને તે આખો દિવસ હોસ્પિટલ માં હોય આખો દિવસ એક બીજા ને જોવા, તેનું વારંવાર આખો દિવસ કોઈ ને કોઈ બહાને હાથ ધોવાને બહાને ,વગેરે બહાના કાઢી આખો દિવસ માં ગણી વાર બહાર આવવું ,એક બીજા ના દેખાય તો તરત ફોન કરવો ,શનિવારે,રવિવાર,જોયા વગર નથી ફાવતું એવી વાતો કરવી "અડવાની નહિ પણ ખાલી જોવાની ઈચ્છા થાય તો સમજવું કે તમે પ્રેમ ના એહસાસ ને સમજી ગયા" આમ અમે એક બીજા ને બસ જોવાની ઇચ્છા થતી અને અવાજ સાંભળવાની ઈચ્છા હતી આના થી વધુ મે આંશુ પાસે બીજી કોઈ અપેક્ષા ન રાખી .  આમ અમારી પ્રેમ કહાની થોડી ગણી ચાલી હસે ને એક મોટી ભુલ થઈ....આમ નાની મોટી ભૂલો થતી પણ અમે સાંભળી લેતા ગણી વાર રજા  ના  દિવસે હું આંશુ ને કોલ કરતો તો ગણી વાર તેનો ફોન ઘરે હોવા થી તેના પપ્પા,અને ભાઈ,તેમજ અમુક વાર તો આંશુ ના પતિ યે પણ આંશુ નો ફોન ઉપાડી મારી સાથે વાત કરેલી પણ હું ફોન માં દર્દી નો સગા ,કાતો ખુદ દર્દી બની વાત કરતો કોઈ ને શક ના પડે એમ વાત કરતો ક્યાં ગયા મેડમ મારે ફોર્મ માં સહી કરાવવાની હતી....,તો અમુક વાર ક્યાં ગયા મેડમ ટાકા ખોલવાના હતા ?અને આવી રીતે કોઈ બીજું ફોન ઉપાડે તો વાત નું બહાનું કાઢી દેતો અને આંશુ ના  પપ્પા ,ભાઈ કે પતિ ખુદ આંશુ ને ફોન આપી દેતા અને આંશુ પણ બધા ની સાથે હોય તો તે પણ આવીજ રીતે વાત કરતી સારું આજે હું રજા પર છું કાલે સવારે આવીશ.....સવારે ફોન કરીશ.....તમે વહેલા દવાખાને આવી જજો ...અમે એક બીજા નો નંબર સેવ કદી ના કરી રાખતા એક બીજા ને મોઠે જ નંબર યાદ હતા આમ આવી આંશુ પણ ગણી વાર ફોન કરતી આમ તો મારો ફોન હંમેશા મારી પાછે જ હોય છે પણ કદાચ મારો ફોન પણ જો ઘરે ચર્જીગ પર  હોય અને મારી પત્ની કદાચ ફોન ઉપાડી દે તો તે બેંક માંથી,કા તો ક્રેડિટ કાડ ......વગેરે જેવા બહાના બતાવવી.અને જ્યારે વાત થતી તો બને સાથે જે જે બહાના બનાવિયા યાદ કરી સાથે હસતા અને ખૂબ વાતો કરતા પણ કોઈ સાચું જ કહ્યું છે કે તમે ગમે તેવા ચાલક હોય પણ પ્રેમ માં કોઈ ક ભૂલ થઈ જાય છે તો ચાલો અમારી ભૂલ વિશે વાત કરું
    બુધવાર નો દિવસ હતો રશી નો પ્રોગ્રામ હતો આંશુ ને ખૂબ કામ હતું હોસ્પિટલ માં હું પણ સામે દુકાન પર આજે તો આંશુ થી સવારે વાત થઇ તે થઇ પછી વાત પણ ના થઇ કે જોવા પણ ના મળી મે વોટ્સેપ msg કાર્યો પણ સામે કોઈ જવાબ ન મળ્યો લગભગ 1:30 થય ગયા હસે હજુ જમવાનું બાકી હતું એટલે સિધો ફોન કર્યો શું કરો છો 
હું :આંશુ આજે તો msg નો કોઈ જવાબ નહિ            આપતા જમી લીધું કે નહિ...
આંશુ :આજે કામ ગણનું સે તમે જમી લો ....(અમે       એક બીજા સાથે જમવા બેસતા તે હોસ્પિટલ માં     અને હું મારા ઘરે સાથે સાથે જમવાનું પહેલો કોળિયો ભરો તોય સાથે સાથે msg માં એક બીજા ને બતાવી ને ભરતા સાથે msg માં શું જમવાનું બનાવ્યું તેનો ફોટો પણ પાડી મૂકતા ....અને આમ સાથે સાથે પાણી પણ પિતા આવો અલગ પ્રકાર નો અમારો પ્રેમ હતો)હવે તે દિવસે આંશુ ને કામ ખૂબ એટલે તે જમવા ના બેઠી અને મને કહે તમે જમી લો....
હુ: કશો વાંધો નહિ તમે કામ કરી લો પછી સાથે સાથે      જમી લેશું....
આંશુ: ના...ના...તમે જમી લો મારે મોડું થશે...અને          આમે મને ભૂખ નથી...
હું :મને પણ ભૂખ નથી લાગી.....જમી તો તમારી             સાથે નહીતો ચાલશે...
આંશુ : તમે વધાર પડતું કરો છો ? સારું ....તમે દુકાન બંધ કરી ઘરે જાવ હું જમવા ની તૈયારી કરું.....
ત્યાર બાદ હું દુકાન બંધ કરી જલ્દી ઘરે આવી ગયો
મારી પત્ની સૂઈ ગઈ હતી મને જોતા ઉભી થઇ,,, બોલી કેમ આટલી વાર કરી આતો 2વાગવા આવ્યા શું કરતા હતા આટલી વાર..!....
હું :જલ્દી જમવાનું આપ ..
રોજ ની જેમ જમવા બેસો એટલે msg કર્યો
હું :શુ?શુ?લાવ્યા છો જમવામાં
આંશુ: દાળ અને રોટલી..અને તમે
હું : મારે પણ આજે દાળ , ભાત અને મારા માટે રોટલી મને ભાત નથી ભાવતા..
આંશુ : કેમ ?મને તો ભાવે છે.
.હું :મને પણ ભાવતા થય ગયા i love ભાત..તમારી બધી પસંદ મને પસંદ છે..
આંશુ: બસ બસ હવે ખાઈ લો.
હુ:પહેલો કોળિયો ભરું છું તમે પણ ભરો
આંશુ: હા ...
હું: સારું ભૂલી ગયો ફોટો તો મોકલો દાળ,રોટલી નો મે મૂક્યો જુવો
આંશુ: મારે બેટરી નથી હું ચાર્જર માં મૂકું છું ફોન પછી  જમી ને વાત કરીએ..... શાંતિ થી જમી લો તમે...
હું: સારું .....અને ફોન મૂકી મારે પણ બેટરી ઓછી હતી માટે મારી પત્ની ને ફોન આપ્યો ચાર્જર માં મુકવા અને જમવાનું ચાલુ કર્યું
જમતાં જમતાં વિચાર આવ્યો આંશુ છેલ્લે બોલી હતી કે શાંતિ થી જમીલો તમે એનો મતલબ આંશુ જમવવા બેઠી લાગતી નથી (હું જમવા પર કદી ઉતાવળ કે જમતાં જમતા ઊભો નથી થતો આ નિયમ મારે  બચપણ થી છે) છતાં પહેલી વાર જલ્દી થી ખાય ને  શીધો હાથ ધોઈ પાણી પણ ના પીધું અને દુકાન પર આવી ગયો મને વિશ્વાસ હતો કે આંશુ મારી સાથે ખોટું બોલી છે તે જમવા નહતી બેઠી....દુકાન ખોલી અને હોસ્પિટલ સામે જોવા લાગ્યો પણ આંશુ ના દેખાઈ ફોન કરવા ખિસ્સા માં હાથ નાખ્યો ફોન ના મળ્યો પાછું યાદ આવ્યું કે ફોન તો ઘરે ભૂલી ગયો હવે ઘરે ફોન લેવા જાવ તેના પહેલા વેપારી તેમજ થોડા ગ્રહાક આવી ગયા મારે તો 4 બાજુ મગજ થયું 1 આંશુ કેમ મારા થી ખોટું બોલી ,તેને જમી લીધું કે ખોટું બોલી ,કેમ દેખાતી નથી..2 મારો ફોન પણ ઘરે છે...લેવા દુકાન બંધ કરી પાછું જવું પડશે....3 ગ્રાહક ને સમાન આપતો રહ્યો અને વિચારતો રહ્યો....4 અને વેપારી પાસે પણ માલ સમાન લખાવતો.....આ બધા વચ્ચે લગભગ 20 ,25 મિનિટ મારે થઇ ગઈ હસે....એટલી વાર માં તો અમારી હસી ખુશી જીદગી વેરાન બની ગઈ...આ 20,25 મિનિટ માં તો આંશુ એ દુકાન ખુલી જોઈ ને msg કરી નાખ્યાં 
આંશુ: કેમ આટલા જલ્દી દુકાને આવી ગયા...
આંશુ :સોરી હું તમારા થી જૂઠું બોલી...
આંશુ :મે હજી ખાધું નથી....
આંશુ: તમે મારા માટે ભૂખ્યા રહો મને નથી ગમતું
આંશુ :કેમ શું થયું?કશું બોલો તો ખરા...
આંશુ :સોરી ,સોરી પણ બોલો તો કંઈ?
આંશુ :બોલો....plz બોલો
આંશુ :મારી સોગંદ......
અને આ બધા msg અને અમારા જૂના બધા msg તેમજ યાદ સે અમે એક સાથે ચાય પીધી હતી અને આંશુ ના ફોન માં જે સેલ્ફી લીધી હતી તે,અને બીજા ગણા ફોટા અને મારા અને આંશુ ના ફોટા , બાઇક પર ફરેલા ના ફોટા .....કાંકરિયા વાળા અમારા મારી પત્ની સાથે ના ક્રોપ કરેલા ફોટા...વગેરે.. આમ વાત કરું તો મારી અને આંશુ ની આખી ચેટ મારી પત્ની એ બધું જોય લીધું ...ઉપર થી 
આંશુ યે મારા msg નો કોઈ જવાબ ન ગયો એટલે ફોન પણ કરી નાખ્યો સામે થી મારી પત્ની ફોન પર અને આ બાજુ આંશુ બંને વચ્ચે શું વાત થઇ કે મને આજ સુધી ખબર નથી....આ બાજુ હું દુકાન પર ફોન કેવી રીતે લેવા જવ વિચાર તો હતો કે સામે થી મારી પત્ની ખુબ ગુસ્સા સાથે મારી દુકાન પર આવતી દેખાણી મને તરત જ શક પડિયો કે કયક તો થયું લાગે છે મારી પત્ની દુકાને પણ ના ઉભી રહી અને સીધી હોસ્પિટલ સામે જતાં જોઈ ખૂબ ગંદી ગાળ બોલી અને બોલી કે કાળશા નોકરી કરવા આવે છે કે નાગાઈ કરવા આજ તો ગઈ..... મે તરત જ મારી પત્ની ને હાથ પકડી રોકી દીધી તે ખૂબ ગુસ્સા માં હતી મારી વાત પણ સાંભળવા તૈયાર ના હતી મને ખબર છે કે કોઈ પણ પરિણીતા સ્ત્રી પોતાના પતિ સાથે બીજે કાઈ સંબંધ હોય સહન ના કરી સકે તેનો ગુસ્સો પણ જાયજ હતો શું કરું કાઈ સમજતું ના હતું એક બાજુ મારો પ્રેમ અને બીજી બાજુ મારી પત્ની .....એક બાજુ આંશુ ની પ્રોમિસ હતી કે મને કદી ચાવી નહિ કરો બીજી બાજુ આંશુ ની અમારી ઇજજત ની વાત અને કેમ કે પ્રેમ ગમે તેવો સાચ્ચો હોય પણ દુનિયા ને તો નાગાઈ જ દેખાય .....
આ પરિસ્થિતિ માંથી કેવીરીતે નીકળવું સમજાતું ના હતું મારી પત્ની મને કહે  1 કા તો પેલી કાળશા ને મને મારવા દો ...2 કા તો મને પિયર મુકવા આવો ..તમે મને અંધારા માં રાખી ...મારો વિશ્વાસ તોડિયો છે.તમારી પાસે 2 વાત છે જલ્દી નક્કી કરો ખૂબ ગુસ્સા માં બોલી અને મારા થી ઝગડો કરવા લાગી મે મારી પત્ની ને ખુબ સમજાવી plz સમજવાની કોશિશ કર મે મારી પત્ની સામે પહેલી વાર હાથ જોડિયા તું ઘરે જા દુકાન પર ઝગડો મત કર હું ઘરે આવું છું તારી 2 વાતો મને યાદ છે બસ મને ઘરે તો આવવા દે..આટલું કહી મે મારી પત્ની ને ઘરે મૂકી....
    આગળ ની વાત તમને આવતા ભાગ માં કહીશ પણ તમે આવા પ્રોબ્લેમ માં હોય તો તમે કયો નિર્ણય લો એકવાર જરૂર થી મને કહેજો....
   આ બધી ઘટના માં કોની ભૂલ હતી,...એકવાર મને કહેજો ....
રાધે............ રાધે...............
સોલંકી મનોજભાઇ
(પ્રેમ ની શોધ માં)
8401523670


સપ્ટેમ્બર 01, 2024

પ્રેમ ની પરિભાષા 5

નમસ્કાર મિત્રો .... કેમ મજા માં ! પ્રેમ ની પરિભાષા માં આપણે છેક છેલ્લા પડાવ પર આવી ગયા તમે ભય,મોહ, ક્રોધ ઈર્ષા,અને અહંકાર બરાબર સમજી ગયા હશો હવે ખાલી બાકી રહ્યું સમજવાનું તે પડાવ નું નામ છે સમર્પણ હવે આપણે આગળ વધીએ પહેલા તેના પહેલા એક વાત કરવી છે 
સોલંકી મનોજભાઇ
પ્રેમ ની શોધ માં 
(8401523670)
              મારા મિત્ર એ મને કહ્યું કે શું પ્રેમ લગ્ન કરાઇ?..... મારો જવાબ એટલો જ હતો કે હુ પ્રેમ ની પરિભાષા કહ્યુ છું અને જવાબ તમારે જાતે શોધ વાનો રહસે...પ્રેમ માં લગ્ન ની વાત આવી એટલે તમને હું પાછો અહંકાર  ના પડાવ વિશે થોડું બતાવી દઉં અહંકાર ના પડાવ માં જે જોયું તે બરાબર છે પણ થોડું વધું કહેવા માગું છું અહંકાર એટલે અભિમાન આ બધા ને ખબર છે પણ અહંકાર નો બીજો અર્થ એટલે "અધિકાર જે ચીજ વસ્તુ ,પર કોઈ વ્યક્તિ પર તમારો અધિકાર નથી તેને બળ પૂર્વક પોતાનું બનાવવું એ પણ અહંકાર નો બીજો અર્થ થાય છે" આ તમને હાલ નહિ સમય જતાં સમજાશે હવે પ્રેમ માં અહંકાર ના અધિકાર વિશે વાત કરીએ તો ઈર્ષા ના પડાવ ને જે સમજી ગયું હોય જેના પ્રેમ માં ઈર્ષા નો પડાવ આવે છે તેમના પ્રેમ માં  અહંકાર નો પડાવ પણ આવે છે એમાં 90% પ્રેમી અલગ થાય છે.... ક!તો આત્મહત્યા , ક!તો મારી નાખે છે અને જે 10%પ્રેમી વધે છે તે અહંકાર ના બીજો અર્થે એટલે કે અધિકાર માં ફસાય જાય છે તેઓ પોતાના પ્રેમ ને પોતાના અધિકાર થી તેના કબ્જો કરવા , પોતાનો હક માનતા ,તેને એક લગ્ન ના  બંધન માં બાધી નાખે છે(એક વાત  હંમેશા યાદ રાખવાની ....કે પ્રેમ નું કોઈ બંધન નથી પ્રેમ તો મુક્ત છે")  અને પોતાનો પ્રેમ સાચો હોય તેવું બતાવવા માગે છે પણ એક વાત કહું તો લગ્ન પછી પ્રેમ ધીરે ધીરે ભૂલી જાય છે જવાબદારી પરિવાર,સમાજ,આ બધા માં એવા ફસાઈ જાય છે  અને પાછું તેમનું જીવન આખું ભય,મોહ,ક્રોધ,ઈર્ષા, અને અહંકાર માં ફર્યા કરે છે એવા કર્મ કરે છે કે જીવનમરણ ચક્ર માં ફર્યા કરે છે....અને આ એટલું સૂક્ષ્મ જ્ઞાન છે જે મનુષ્ય નું આખું જીવન નીકળી જાય છે પણ સમજી સકતો નથી "પ્રેમ થી કર્મ વિશે જાણો"  બુક એકવાર જરૂર વાંચજો....
    ચાલો આગળ ની વાત કરીએ તો લગ્ન પછી પ્રેમ થાય છે અને પ્રેમ ટકી રહે છે પણ એના માટે તમારે  પ્રેમ લગ્ન ના કુલ 7 વચન ને સમજવા પડે છે અને તેનું પાલન કરવું પડે છે અને આ કયા 7 વચન છે તો ભગવાન વિષ્ણુ 7 અવતાર વિશે જાણવું પડશે આ 7 અવતારો માં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અવતાર તો થાય છે પણ પોતાના પ્રેમ ને અને પોતાના પ્રેમી પાત્ર ને બચાવવા શું...શું...કરે છે આ 7 વચન વિશે પછી વાત કરશું હાલ આપણે આગળ અહંકાર ને સમજી ગયા અને આગળનો પડાવ વિશે વાત કરીએ....
              સમર્પણ
 સમર્પણ ની વિશે બધા મનુષ્ય ની અલગ અલગ વાતો તમે જાણી હસે પણ જો તમે સાચે કોઈ ને પ્રેમ કરો છો તો તમારા માટે કહું કે પ્રેમ માં તમે જે પાત્ર માટે જે સમર્પણ કરવાનું હોય છે તે આ બધા વિકાર જ હોય છે તમારે તમારા અંદર થી 1 ભય, 2મોહ ,3 ક્રોધ 4 ઈર્ષા ,અને  5 અહંકાર આ વિકાર નું સમર્પણ કરવાનું હોય છે જો આ બધા વિકારો તમારા અંદર થી નીકળી જાય છે તો તમે એક પ્રેમી બની જાવ છો તમારા અંદર ખાલી પ્રેમ અને પ્રેમ જ બચે છે તમે તમારો  પ્રેમી તો શું  ! ..તમારી આજુબાજુ તમામ પ્રકૃતિ જેમાં મનુષ્ય,જનાવર, જાડ,જીવજંતુ,કે પક્ષી, પડાડ,કે નદી તળાવ .....અને છેવટે પરમાત્મા ખુદ તમને પ્રેમ કરવા લાગશે અને આ બધા ને તમે એક જ ભાવ તમારા હદય માં રહેશે ખાલી પ્રેમ ....પ્રેમ....અને પ્રેમ...તમે નજર ઉઠાવી તમારા ભૂતકાળ માં જુવો જેને આ 5 વિકારો માંથી 1,2.. પણ વિકાર પોતાના જીવનમાંથી કાઠી નાખયા  છે તેને ઇતિહાસ માં અમર થય ગયા છે અને પૂજનીય બની ગયા છે....અને જે આ તમામ વિકાર મુક્ત થાય છે તે ભગવાન બની જાય છે ક!તો ભગવાન ના ફરિશ્તા બની પ્રેમ અને નેકી ના માર્ગ પર ચાલી દરેક મનુષ્ય ને પ્રેમ અને શાંતિ નો સંદેશો આપે છે.....
     આ તમામ વિકાર તમારા અંદર નહિ હોય તો તમે એવા જ્ઞાન ની પ્રાપ્તિ થશે કે સમાજ ,દુનિયા તમારું ખોટું કરતું હસે સતા તમને તેઓ નાદાન ,મૂર્ખ લાગશે અને તમે તેને સદા ને પ્રેમ જ કરતા હશો.... ઉ.દા તમારી સામે છે.. ગૌતમ બુદ્ધ,.... મહાવીર,...સાંઈબાબા....,ઈસુ,...અને મનુષ્ય માં જુવો તો મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ...વગેરે જેવા મહાન વ્યક્તિ બની ગયા...
      હવે સમર્પણ શું કરવું તમને ખબર પડી ગઈ આ બધા વિકાર ને સમર્પણ કરી દો ,અને પ્રેમ ની સાથે જીવો અને જુવો દુનિયા કેટલી રંગીન છે ....પ્રેમ ની શક્તિ તમને  પરમાત્મા સુધી પહોચવા માં મદદ કરશે અને તમને સાચું જ્ઞાન તેમજ મોક્ષ જરૂર મળે છે.....એક વાર તમે પ્રેમ સમજી જશો તમે સાચા પ્રેમી બની ગયા તો એ જ્ઞાન તમને મળે શે જેમાં તમને સાચું,ખોટું અને પાપ ,પુણ્ય બધું સમજાય જશે પછી તમે જે કર્મ કરશો તે કર્મ શુદ્ધ કર્મ બની જશે....માટે હું કહું શું કે પ્રેમ એક મોક્ષ નો દ્વાર છે...માટે પ્રેમ કરો અને પ્રેમ સમજો...
   શ્રી કૃષ્ણ ભગવાન અને પ્રેમ ની દેવી રાધા આજ સંદેશો આપવા પ્રેમી અને પ્રેમિકા બની તમને સમજાવવા નો પ્રયત્ન કર્યો છે ....છતાં મૂર્ખ મનુષ્ય ને ખાલી પાત્ર પર નજર રાખી તેમના જ્ઞાન અને તેમના ઉપદ્દેશ પર નહિ ...એટલે તો આજ ના પ્રેમી પ્રેમ કરવા પ્રેમી,અને પ્રેમિકા ની શોધ માં છે તમે પ્રેમ ની શોધ માં ફરો  ના કે પ્રેમી ,કે પ્રેમિકા ની તમે જીવન માં પ્રેમ ને સમજવા ગમે તે  એક પાત્ર ને શોધો...પ્રેમિકા,પત્ની,માં બાપ ,ભાઈ,બહેન,ગુરુ,ભગવાન,કે કોઈ જાનવર.....વગેરે...કોઈ એક વ્યક્તિ ને આજીવન પ્રેમ કરતા રહો અને જે દિવસે પ્રેમ સમજાય જસે ત્યારે તમને બધી બાજુ પ્રેમ ...પ્રેમ દેખાશે..અને તમે ખુદ એક મહાન અને સાચા પ્રેમી બની જશો....
પ્રેમ નું કોઈ બંધન નથી તે બંધન થી પરે છે...
પ્રેમ બલિદાન માગે છે...
પ્રેમ  માં સમર્પણ જરૂરી છે...
પ્રેમ ને ખાલી પ્રેમ કરો...
પ્રેમ ને આઝાદી આપો...
પ્રેમ નું કોઈ નામ નથી...માટે નામ ના આપો..
પ્રેમ ને પ્રેમ ની નજર થી જુવો....
પ્રેમ નો આજીવન...ઇન્તજાર કરો... જયા સુધી પ્રેમ ના મળે..કે ના સમજાય.....
પ્રેમ માં મરો નહિ પ્રેમ માટે જીવતા શીખો....તોય પ્રેમ ના સમજાય તો છેલ્લો રસ્તો...
પ્રેમ માટે બધું છોડી દો...નામ , પદ ,પાવર,ધન,અને શૂન્ય થી શરૂવાત કરો ....વિચારો તમારો જન્મ થયો ત્યારે તમારી પાછે કશું ન હતું ત્યારે તમને કેટલો પ્રેમ મળતો હતો અને આજે જુવો કોણ પ્રેમ કરે છે....આજે બધે સ્વાર્થ નો પ્રેમ જોવા મળશે સાચો પ્રેમ નહિ..,
      આમ પ્રેમ ની પરિભાષા માં સમર્પણ ના પડાવ ને જે સમજી જાય છે તેને સાચો પ્રેમ મળી જાય છે અને તે પ્રેમી બની જાય છે અને તેને દરેક જગ્યાએ ખાલી આત્મા જ દેખાય છે અને તે પ્રેમી ખાલી આત્મા ને જ પ્રેમ કરે છે. .પ્રેમ કરતા કરતા પરમાત્મા ના નિરાકાર સ્વરૂપ ને પણ સમજી જાય છે....માટે હંમેશા કહું છું પ્રેમ કરવો અને પ્રેમ ને સમજવો ખૂબ કઠિન કામ છે આવી રીતે મારી પ્રેમ ની પરિભાષા પૂરી થાય છે તમને આ બુક કેવી લાગી એકવાર પ્રેમ થી જણાવજો હું તમારા પ્રેમ ના જવાબ નો હંમેશા ઇન્તજાર કરીશ ...
આ બુક લખવામાં  કે સમજાવવા મારી કાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.... રાધે...રાધે...
(❤️ભૂલ સે અગર કોઈ ભૂલ હુઇ હોતો .... ઉસ ભૂલ કો .......ભૂલ સમજકર ભૂલ જાના.....ભૂલ ના સિફ હમારી ભૂલ કો... ભુલ સે કહી હમે ના ભૂલ જાના❤️)🙏🙏🙏🙏
                          સોલંકી મનોજભાઇ
                               પ્રેમ ની શોધ માં
                               8401523670

ઑગસ્ટ 17, 2024

પ્રેમ ની પરિભાષા 4

        નમસ્કાર મિત્રો પ્રેમ ની પરિભાષા માં તેમને સમજાવવા માટે હું ખુદ મારા અનુભવ કરી ને કહું શું તમે પ્રેમ ની પરિભાષા માં 1 ભય,2 મોહ,3 ક્રોધ,અને 4 ઇર્ષા સુધી તો સમજી જ ગયા હશો ....ઈર્ષા પછી નો જે મનુષ્ય ના અંદર આવતો વિકાર છે તે 5 મો વિકાર અહંકાર છે જેને આપણે સમજવા જયી રહ્યા છીએ...       
સોલંકી મનોજભાઇ .બી
(8401523670)
પ્રેમ ની શોધ માં
                           અહંકાર
નામનો વિકાર દરેક મનુષ્ય ના અંદર હોય છે અને અહંકાર નું નામ આવે એટલે આપણે સીધો રાવણ યાદ આવે કેમ કે રાવણ એક અહંકાર નું પ્રતીક કહો તો ય સાચું જ કહેવાય કેમ કે રાવણ ને પોતાનો વિનાશ અહંકાર ના કારણે જ કર્યો હતો .....અહંકાર વિશે તમે જાણો છો એટલે વધુ નહિ કહું પણ અહંકાર કેટલાય પ્રકાર નો હોય છે...કોઈ ને રૂપ નો..કોઈ ને ધન નો...કોઈ ને તાકાત નો....પણ જો આ અહંકાર કોઈ ને પ્રેમ માં થાય તો શું થાય કદી વિચાર કર્યો છે? હવે તમને થતું હસે કે પ્રેમ નો અહંકાર વળી કેવો !....પણ હા પ્રેમ ની પરિભાષા માં પ્રેમ સુધી પહોંચવા માટે આ અહંકાર નો વિકાર વચ્ચે આવે છે અને આને પાર કરવો ખૂબ કઢીન થય જાય છે...
પ્રેમ માં ઈર્ષા ને જે સમજી જાય છે અને પોતાના પ્રેમ થી અલગ નથી થતું તેની સામે આ અહંકાર નો પડાવ આવી ઉભો રહી જાય છે..પ્રેમ માં અહંકાર કેવી રીતે આવે તે જુવો ...ઈર્ષા માં તમે પ્રેમી ને શક ની નજર જોવા લાગો છો અને પ્રેમી તમને પ્રેમ કરતી કે કરતો હોવાથી બધું સહન કરે છે તે ને તમે ઈર્ષા ના કારણે બધા થી અલગ કરી નાખો છો અને તમારું પાત્ર ખાલી તમારું બની રહે તમે એવું વર્તન કરી તેને તમારું બનાવી નાખો છો પણ સમય જતાં તમારું પ્રેમી બધું છોડી તમારું તો થાય છે પણ તમારા અંદર કે તમારા પ્રેમી ના અંદર થોડા દિવસ પસી અહંકાર નો વિકાર જન્મ લય લેશે....
અહંકાર માં તમને એવો આભાસ થાય છે કે મારો પ્રેમ સાચો છે ...કેટલી યે પરેશાની આવી પણ હું મારા પ્રેમ થી અલગ ના થયો અને હવે દુનિયા ની કોઈ તાકાત નથી કે અમને બંને એ અલગ કરી સકે અને બસ આ અહંકાર નું બીજ જન્મ લય લેશે...
  હવે તમે બધું ભૂલી એક વિચાર કરો કે તમારા ઘર ના આગળ થોડી જગ્યા છે અને તેમાં તમે એક વડ ના વૃક્ષ નું બીજ નું વાવેતર કરો છો પહેલા એ બીજ માંથી છોડ બનશે .....ધીરે ...ધીરે...વૃક્ષ બનશે...અને આખરે...સમય જતાં વિશાળ...વૃક્ષ બનશે...તમારા ઘર ની આગળ જે થોડી જગ્યા હતી એ પણ નહિ રહે અને એ વૃક્ષ એટલું વિશાળ બની જશે કે તમારા બનાવેલા મકાન કે ઘર ને નુકશાન કરશે... હું શું સમજાવવા માગું છું ખબર છે આ અહંકાર પણ એક વડ વૃક્ષ જેવું છે જે ધીરે ધીરે એટલું વિરાટ રૂપ લયલે છે કે આ તમારું મનુષ્ય જીવન ને તમારી ઘર ની જેમ નષ્ટ કરવા લાગે છે અને એના પહેલા તમારા હદય ની થોડી જે પ્રેમ ની જગ્યા હતી તે પ્રેમ ની જગ્યા હવે અહંકાર ના વિકાર થી નષ્ટ થય જાય છે અને હવે તમારા હદય માં ખાલી અહંકાર રહી જાય છે....અને આજ કારણ છે કે પ્રેમ  માં અહંકાર આવે એટલે અહંકાર થી પ્રેમ લૂપ્ત થઈ જાય છે  હવે વિચાર કરો કે જે પ્રેમી ના અંદર પ્રેમ જ નથી રહેતો એ ,પોતાનું જીવન અને પ્રેમી  જીવન બંને સંકટ માં લાવી  દે છે ...અને બધી બાજુ શત્રું બનાવી નાખે છે....અને જયારે પોતાના હદય માં પ્રેમ ના હોવાથી આખરે પોતાના પ્રેમી પાત્ર ને પણ પોતાનો શત્રુ બનાવી બેસે છે.....અને આમ એક બીજા પ્રેમી યો શત્રુ બનવાથી આગળ જતાં અલગ થાય છે . કા ! તો! એક બીજા પ્રેમી ની હત્યા કરી નાખે છે.....અને આમ પોતાના પ્રેમ નો અંત લાવી દે છે.....
   હવે તમે કહો આ પ્રેમી સેના કારણે અલગ પાડયા અહંકાર ના લિધે.! અને બદનામ પ્રેમ ને કરશે..ખરું?.ને?   આના સિવાય એક બીજું પણ કારણ છે..જો કોઈ પ્રેમ અહંકાર ના અલગ થાય તો તેઓ તેમને એવો ખોટો વહેમ જાગે છે કે આમારો પ્રેમ સાચો છે ...એટલે મારા થી દૂર છે..અને સાચો પ્રેમ કદી કોઈ ને મળ્યો નથી અને મળતો નથી "પ્રેમ માં મળવું નહિ મરવું "હોય છે અને આવા ખોટા આભાસ ના કારણે હદય માં પ્રેમ અને કરુણા ના હોવા થી અહંકાર નો અંધકાર ભરેલો હોવાથી જ્ઞાન પણ લૂપ્ત થાય છે અને પોતાનો પ્રેમ સાચો સાબિત કરવા પોતે આત્મહત્યા કરી બેસે છે ....અને પોતાના પ્રેમ ને હમેશાં માટે બદનામ કરી નાખે છે......
    તેઓ ભૂલી  જાય છે કે કેટ કેટલી વિપરીત પરિસ્થિતિ માંથી પસાર થઇ તેઓ પ્રેમ ની સાવ નજીક પહોંચી ગયા હતા ખાલી આ અહંકાર ને જો સમજી ગયા હોત તો તેમને ખાલી આના પછી નો એક જ લેવલ બાકી રહ્યું હતું અને તેનું નામ છે "સમર્પણ" તો હવે પછી આપણે આવતા ભગ માં સમર્પણ વિશે  જાણીશું ત્યાં સુધી તમે તમારા પ્રેમી સાથે પ્રેમ  થી રહેજો ...ના !કે!અહંકાર થી અને મને આશા છે કે તમે જલ્દી અહંકાર ને સમજી જશો અને કોઈ ગલત તમારા સાથે અને તમારા પ્રેમ સાથે વ્યવહાર નહિ કરો કે પાછળ થી પસ્તાવવાનો વારો આવે.... રાધે....રાધે...
              હવે આપણે બીજા ભાગ માં મળીશું ... સદા ખુશ રહો........
                                   @સોલંકી મનોજભાઈ.
                                     પ્રેમ ની શોધ માં
                                    (8401523670)

માર્ચ 04, 2024

શ્રી કૃષ્ણ ભગવાન ના પુત્રો વિશે જાણો..

 કૃષ્ણનાં પુત્રોનાં પણ અનેક લગ્નો થયા હતાં?

આજે જે વાત પર પ્રશ્ન ઊભો થાય છે અને આશ્ચર્ય કરવામાં આવે છે, એ પૂર્વકાળમાં અત્યંત જ સામાન્ય વાત હતી. પહેલા તો આ વાત સમૃદ્ધિ, વૈભવ અને સામાજિક પ્રતિષ્ઠાની સૂચક હતી. જુદા-જુદા પુરાણોમાં યત્ર-તત્ર ફેલાયેલા વિવરણો અનુસાર કૃષ્ણનાં વધારે ચર્ચિત સંતાનોના લગ્નોની યાદી નીચે પ્રમાણે છેઃ

(I) પ્રધુમ્ન : માયાવતી (શંબરાસુરની દાસી), શુભાંગી (મામા રૂકમીની દીકરી), પ્રભાવતી (વજ્રનાભ નામક અસુરની દીકરી).

(II) सांभ : લક્ષ્મણા (દુર્યોધનની દીકરી), ગુણવતી (પ્રભાવતીની કાકાની દીકરી), રામા (બાણાસુરનાં મંત્રી કુંભાંડ કે કૂષ્માંડની દીકરી).

(III) अनिरुद्ध : રોચના (કૃષ્ણનાં સાળા રૂકમીની પૌત્રી), ઉપા (બાણાસુરની દીકરી).

આ સિવાય દ્વારકાનાં રાજકુમારોનાં ભવનોમાં અલગ-અલગ અનેક સ્ત્રીઓ દાસી સહ પત્ની તરીકે રહેતી હતી, જે વૈભવનું પ્રતિક પણ માનવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે અનિરુદ્ધનું અપહરણ થયું ત્યારે તેનાં ભવનની સ્ત્રીઓ વિલાપ કરવા લાગે છેઃ

ततोऽनिरुद्धस्य गृहे रुरुदुः ​​सर्वयोषितः।

प्रियं नाथमपश्यन्त्यः कुर्य इव संघशः।

અનિરુદ્ધનાં મહેલમાં રહેનારી બધી સ્ત્રીઓ પોતાનાં પ્રિય સ્વામીને ન જોતાં ટોળે વળીને

“ ક્રૌંચ પક્ષીની જેમ વિલાપ કરવા લાગી.” સ્પષ્ટીકરણઃ ઉપરોક્ત શ્લોકોથી સ્પષ્ટ થાય છે કે એ સમયે સ્ત્રી કે લગ્નોને લઈને સમાજમાં કોઈ પ્રકારનું બંધન ન હતું...

Prem ni shodh ma
Dhaashu news 

ફેબ્રુઆરી 16, 2024

સમજવાં જેવી કહાની

 પ્રેમ ની શોધ માં

Solanki manojbhai

Dhaashu news 

 

एक दिन किसी ख़ास अवसर पर महिला सभा का आयोजन किया गया, सभा स्थल पर महिलाओं की संख्या अधिक और पुरुषों की कम थी..!!

मंच पर तकरीबन *पच्चीस वर्षीय खुबसूरत युवती, आधुनिक वस्त्रों से* *सुसज्जित, माइक थामें कोस रही थी पुरुष समाज को..!!*

वही पुराना आलाप.... कम और छोटे कपड़ों को जायज, और कुछ भी पहनने की स्वतंत्रता का बचाव करते हुए, पुरुषों की गन्दी सोच और खोटी नीयत का दोष बतला रही थी.!!

तभी अचानक सभा स्थल से...बत्तीस पैंतीस वर्षीय सभ्य, शालीन और आकर्षक से दिखते युवक ने खड़े होकर अपने विचार व्यक्त करने की अनुमति मांगी..!!

अनुमति स्वीकार कर माइक उसके हाथों मे सौप दिया गया .... हाथों में माइक आते ही उसने बोलना शुरु किया..!!

"माताओं, बहनों और भाइयों, मैं आप सबको नही जानता और आप सभी मुझे नहीं जानते कि, आखिर मैं कैसा इंसान हूं..??

लेकिन पहनावे और शक्ल सूरत से मैं आपको कैसा लगता हूँ बदमाश या शरीफ..??

सभास्थल से कई आवाजें गूंज उठीं... पहनावे और बातचीत से तो आप शरीफ लग रहे हो... शरीफ लग रहे हो... शरीफ लग रहे हो....

बस यही सुनकर, अचानक ही उसने अजीबोगरीब हरकत कर डाली... सिर्फ हाफ पैंट टाइप की अपनी अंडरवियर छोड़ कर के बाक़ी सारे कपड़े मंच पर ही उतार दिये..!!

ये देख कर .... पूरा सभा स्थल आक्रोश से गूंज उठा, मारो-मारो गुंडा है, बदमाश है, बेशर्म है, शर्म नाम की चीज नहीं है इसमें.... मां बहन का लिहाज नहीं है इसको, नीच इंसान है, ये छोड़ना मत इसको....

ये आक्रोशित शोर सुनकर... अचानक वो माइक पर गरज उठा...

"रुको... पहले मेरी बात सुन लो, फिर मार भी लेना , चाहे तो जिंदा जला भी देना मुझको..!!

अभी अभी तो....ये बहन जी कम कपड़े , तंग और बदन नुमाया छोटे-छोटे कपड़ों की पक्ष के साथ साथ स्वतंत्रता की दुहाई देकर गुहार लगाकर..."नीयत और सोच में खोट" बतला रही थी...!!

तब तो आप सभी तालियां बजा-बजाकर सहमति जतला रहे थे..फिर मैंने क्या किया है..??

सिर्फ कपड़ों की स्वतंत्रता ही तो दिखलायी है..!!

"नीयत और सोच" की खोट तो नहीं ना और फिर मैने तो, आप लोगों को... मां बहन और भाई भी कहकर ही संबोधित किया था..फिर मेरे अर्द्ध नग्न होते ही.... आप में से किसी को भी मुझमें "भाई और बेटा" क्यों नहीं नजर आया..??

मेरी नीयत में आप लोगों को खोट कैसे नजर आ गया..??

मुझमें आपको सिर्फ "मर्द" ही क्यों नजर आया? भाई, बेटा, दोस्त क्यों नहीं नजर आया? आप में से तो किसी की "सोच और नीयत" भी खोटी नहीं थी... फिर ऐसा क्यों?? "

सच तो यही है कि..... झूठ बोलते हैं लोग कि...

"वेशभूषा" और "पहनावे" से कोई फर्क नहीं पड़ता

हकीकत तो यही है कि मानवीय स्वभाव है कि किसी को सरेआम बिना "आवरण" के देख लें तो कामुकता जागती है मन में...

रूप, रस, शब्द, गन्ध, स्पर्श ये बहुत प्रभावशाली कारक हैं इनके प्रभाव से “विस्वामित्र” जैसे मुनि के मस्तिष्क में विकार पैदा हो गया था..जबकि उन्होंने सिर्फ रूप कारक के दर्शन किये..आम मनुष्यों की विसात कहाँ..??

दुर्गा शप्तशती के देव्या कवच में श्लोक 38 में भगवती से इन्हीं कारकों से रक्षा करने की प्रार्थना की गई है..

“रसे_रुपे_च_गन्धे_च_शब्दे_स्पर्शे_च_योगिनी।

सत्त्वं_रजस्तमश्चैव_रक्षेन्नारायणी_सदा।।”

रस रूप गंध शब्द स्पर्श इन विषयों का अनुभव करते समय योगिनी देवी रक्षा करें तथा सत्वगुण, रजोगुण, तमोगुण की रक्षा नारायणी देवी करें.!!

आज के समाज की सोच ये है कि अपने घर की बेटियां अपने बदन को ढके या ना ढके लेकिन बहु मुंह छिपाकर घुंघट में रहनी चाहिए आज के समाज में बदन ढकना जरूरी नहीं पर मुंह ढकना जरूरी है।

आज के समाज में घूंघट के लिए कोई जगह नहीं है वैसे ही इन अर्ध नग्न वस्त्रों के लिए भी कोई जगह नहीं है।

रिपोस्ट... प्लीज पढ़ने के बाद पेज को follow जरूर कर ताकि आने वाली पोस्ट आप तक आसानी से पहुंच सकें।

Solanki manojbhai

Prem ni shodh ma

(8401523670)

છેલ્લો પ્રેમ (એક કપ ચાય)

       નમસ્તે મિત્રો કેમ મજાના છેલ્લો પ્રેમ 3માં આપણે આગળ વધીએ .
                             સોલંકી મનોજભાઇ
                               8401523670

           કોઈ એ સાચું જ કહ્યું છે કે ખુશી માં કોઈ ને વચન કે પ્રોમિસ ના આપવી અને ગુસ્સામાં માં કોઈ ને કટુ વચન ના બોલવું કેમ કે આનું પરિણામ ખૂબ કઠિન અને દર્દ આપે છે ....તો ચાલો આગળ આશું ને તે દિવસે તેના બર્થડે પર તેને મારા પાસે ગિફ્ટ માં મારો ચેહરો બતાવવા નું કહ્યું અને મે પણ ખુશી માં પ્રોમિસ આપી દીધી અને આ બધી વાતો રાત્રે  ફોન માં થઈ પણ એના પહેલા આંશુ ના જન્મ દિવસ પહેલાં નો મારો એક દિવસ ની વાત કરું કેમ કે આ દિવસ મારા જીવન માં કદી નહિ આવે કેમ કે આ દિવસ મારી જીદગી માં શાયદ કદી નહિ ભૂલી સકુ...ઉતાવળે કદી કામ ના થાય કે કદી પ્રોમિસ ના અપાય માટે આ વાત તમને કહેવા માગું શું....હવે સવારે તેને મારો ચેહરો બતાવવાનો હતો હું મારા ઘરે થી 160 કિલો મીટર દૂર હતો અમદાવાદ માં હા એક વાત તો કહેવાનું ભૂલી ગયો કે મારા લગ્ન થઈ ગયાં છે કયારે થયા..? ,કોની સાથે થયા..?,અને  કેમ ... થયાં..?આ બધી વાતો મારી પહેલી બુક " મારો પ્રેમ "  જોઈ લેજો આજે આપણે આંશુ ની વાત કરીએ છીએ..અને હું અને મારી પત્ની અમદાવાદ કાકા ના છોકરા ના લગ્ન માં ગયા હતા અને લગ્ન પૂરા થયા એટલે બીજા દિવસે 5/9/*** આંશુ નો જન્મ દિવસ હતો એટલે હું ખૂબ ખુશ હતો અને એ ખુશી હું એકલો વ્યક્ત કરવા નહતો માગતો માટે મારી પત્ની ની સાથે અમદાવાદ કાંકરિયા તળાવ માં ફરવા લાગી ગયો તે દિવસે મારી પત્ની મારી સાથે જ હતી હું ખુબજ ખુશ હતો મારી પત્ની ચાર થી પાંચ વાર પૂછી રહી કે તમે આજ આટલા ખુશ કેમ લાગો છો અને હું કહેતો બસ એમજ અને મન માં બોલતો કેમ ખુશ ના થાવ કાલ મારી આંશુ નો જન્મ દિવસ સે સાચું કહું તો તમે પ્રેમ માં પડો ને તો બધું સારું જ લાગે સાચું કહું તો બર્થડે  કાલ આંશુ નો હતો પણ ખુશ હું હતો જાણે મારો જન્મ દિવસ હોય જેટલો પણ સમય ને મારી પત્ની સાથે વિતાવ્યો બસ વિચારો માં એક આંશુ જ હતી મારી પત્ની સાથે ગણા બધા ફોટા પાડ્યા અને ખૂબ ફર્યા પણ હા મારી પત્ની ને નથી ખબર કે હું આંશુ ને પ્રેમ કરું છું..અને આમ ફરવા માં ફરવા માં મોડું થય ગયુ એટલે પાછા અમે અમદાવાદ મારા ફઇ ને ત્યાં રોકાય ગયા બસ હવે સવારે આંશુ નો જન્મ દિવસ હતો  એ વાત હજી ભૂલિયો ના હતો રાત્રે જમવાનું ખાઈ ને સૂવાનો ટાઇમ થયો રોજ ની જેમ આંશુ નો msg આવ્યો શું કરો છો મે કહ્યું કાઈ નહિ થોડી વાતો કરી આખા દિવસ ની... તેને ફોટા માગ્યા આમારા તો મે મારા અને મારી પત્ની ના બંને ના સાથે પડેલા ફોટા મોકલ્યા પણ એમાં ચેહરો ક્રોપ કરી નાખ્યો મે તેને કેટલાય ફોટા મોકલ્યા પણ એક પણ ફોટા માં મારો કે મારી પત્ની નો ચેહરો ના હતો અડધા કટીંગ ફોટા મુક્યા અને મારા બધા ફોટા જોયા અને એકજ જવાબ કે ચેહરો તો બતાવો તેને ખુબ ખુશ લાગો છો  અને આમ ને આમ મે વાત વાત માં કહી દીધું કે કેમ ખુશ ના થાવ કાલે તમારો જન્મ દિવસ છે આંશુ... આ વાત સાંભળી કહે I love you .. I love you તમે કેટલું જાણો છો મારું બધું અને હું હજી તમારું નામ કે,ગામ નું નામ ,કે તમારો ચેહરો પણ હજી જોયો નથી કેમ મારી સાથે આમ કરો છો ...હું બોલ્યો sorry સોરી ચાલો કાલે તમારી જન્મ દિવસ ની ગિફ્ટ માં શું જોઈએ છે કહો..આંશુ ખૂબ દુખી થઇ ગઇ કાઈ નથી જોવતું...બસ ગિફ્ટ માં તમારો ચેહરો જોવો છે..અને એના આ શબ્દ સાંભળી ને મારા થી ના રહેવાયું એટલે તેના જન્મ દિવસ ની ખુશી અને એની આ વાત નું દુઃખ જોઈ ને મે તરતજ આંશુ ને પ્રોમિસ કરી નાખી કે કાલે મારો ચેહરો તમારી બર્થ ડે ની ગિફ્ટ બસ અને આટલું કહી ફોન કાપી નાખ્યો....
આટલું કહી હું મારી ખુશી ભૂલી ગયો અને ટેન્શન માં આવી ગયો કે મારો ચેહરો જોતાજ તે મારા બારા માં બધું જાણી લેશે ...મારું નામ,  ગામ ,મારો પરિવાર કાઈ આ બધું જાણી ને મને છોડી તો નહિ જાય..કેટલી મસ્ત જીદગી ચાલતી હતી અમારી જીદગી અને હવે સાચા પ્રેમ ની પરીક્ષા થવા ની હતી 
   ગણી વાર એવું થતું કે જે ચાલે છે તેમ ચાલવા દુ...પછી પાછો વિચાર આવે ના.ના ..હવે આશુને અંધારા માં નથી રાખવી ...પ્રેમ સાચો હસે તો કંઈ નહિ થાય..અને એમાં યે મારી પ્રોમિસ ....હું કદી કોઈ ને પ્રોમિસ આપી તોડી નથી ચાહે ગમેતે થાય.  આ વા વિચારો વચ્ચે મને રસ્તો કાઈ દેખાતો ન હતો જીવન માં પહેલી વાર આટલી ચિંતા અને ટેન્શન મે લીધું હસે..હવે શું કરું સમજાતું ના હતું બરાબર રાતના 12:01 મિનિટે ને પાછો કોલ કર્યો આંશુ પણ એક જ રીંગ માં કોલ ને ઉપાડી નાખ્યો મે કહ્યુ. Happy birthday આંશુ...કેમ ઉગ નથી આવતી ?
આંશુ કહે ના બસ સવાર ક્યારે પડે અને તમારો ચેહરો જોવું એની રાહ જોઈ રહી છું...મે પણ તેને કહ્યું ચેહરો તો બતાવું પણ મારી પણ એક શરત છે...મને એક કિસ કરવા દેવી પડે...બોલો તૈયાર છો....?ખબર નહિ આંશુ મારા પ્રેમ માં હતી કે પછી ચેહરો જોવાની જીદ માટે ....તેને મને તરત જ કિસ માટે હા પાડી ...સારું તમે કહો તેમ કરીશ પણ એક વાર તમારો ચેહરો બતાવો...આમ લગભગ 2 વાગ્યા સુધી વાતો કરી અને ફોન ને મૂક્યો...હસે...
   તમને થતું હસે કે આંશુ ના લગ્ન થય ગયા છે તો આટલી રાતના ફોન પર વાત કેવી રીતે કરતી હસે પણ એવું નથી જયારે આંશુ તેના પિયર માં હોય તોજ અમારી રાતના વધારે  વાત થાય અને સાસરી માં હોય તો દિવસે  વધારે વાત થાય ..એના થી પણ વધારે મારી જીદગી માં ચિંતા રહેતી કેમ કે મારી પત્ની થી સતાય ને હું આંશુ થી વાત કરતો કેમ કે મને ખબર છે કે કોઈ પરણિત સ્ત્રી તેના પતિ ની સાથે પરાઈ સ્ત્રી ની વાત સહન ના કરી શકે ઇતિહાસ જુવો તો પણ ખબર પડે કે રુક્મિણી ખુદ રાધા થી એક વખત ઈર્ષા કરવા લાગી હતી અને જે પ્રેમ સમજે સે તેને કાઈ ફરક ના પડે પણ જે પ્રેમ ને નથી સમજતું તેને આ સહન કરવું ખૂબ કઠિન છે....એટલે મારે તો દિવસ હોય કે રાત બને સમય ખૂબ સાચવવાનું હતું...
  ચાલો આગળ ની વાત પર ફોન મુક્યા પછી ઉઘ તો આવવાનું નામ જ ના લે કે હવે સવારે ચેહરો બતાવવાનો છે હું મારા ઘરે થી દુર છું...મારી પ્રોમિસ ...શું કરું.,એક બે કલાક આમ તેમ મે પસાર કરી નાખ્યાં અને સવારે 4 વાગે અમદાવાદ થી ચાય પણ પીધા વગર ઘરે જવા નીકળી ગયો મારી પત્ની તેમજ મારા ફઇ ગણો સમજાયો કે થોડા મોડા નીકળી જજો એક આટલી ઉતાવળ કેમ કરે છે...આ બધા નો હું કઈ પણ જવાબ ન આપી શક્યો અમદાવાદ થી ઘરે જવા નીકળી ગયા પણ રસ્તા માં એના થી પણ વધુ ચિંતા થવા લાગી કેમ કે આંશુ પણ તેના ઘરે થી વહેલી નીકળી ને બસ સ્ટેશન ઊભી હતી મને ચિંતા હતી કે ક્યાંય મારો ચેહરો બતાવવા ના પહેલા એમણે ઓળખી ના જાય...કેમ કે એનું કારણ એજ હતું કે હું અને મારી પત્ની જે કાંકરિયા ફર્યા હતા તેના ફોટા આંશુ પાસે હતા ભલે ચેહરો નહતો પણ કપડાં તો એના એજ હતા અમે કપડાં બદલ્યા ના હતા...માટે ખૂબ ચિંતા માં હતો કાઈ મને રસ્તા માં ભેગી થય જશે તો ઓળખી જસે તો કેવું વર્તન કરશે કેમ કે એકલો હોત તો ચિંતા ન હતી પણ મારી પત્ની સાથે હતી..અને આ બધી કેવી ચિંતા અને ટેન્શન થતું હસે શાયદ તમે જાણતા હશો...બસ આંશુ ના દેખાય ...ભગવાન ..એવી પ્રાર્થના કરતા કરતા ...
  આખરે અમે ઘરે આવી ગયા રસ્તા માં કાઈ પણ જગ્યા એ આંશુ ના દેખાઈ સમય સમય ની વાત છે એક સમય આંશુ ને દેખવાની પ્રાથના કરતો હું આજે આંશુ ના દેખાય ની પ્રાથના કરતો હતો કેટલું આજીબ લાગતું હસે ને....મને..ઘરે આવી મે તરત જ નાહી ધોઈ ને દીવા બતી કરી આજે તો  મંદિરે પણ ને 1 કલાક ઉપર સમય વિતાવી નાખો બસ આજનો દિવસ ભગવાન તમે સાચવી લેજો આજે મારી આંશુ નો જન્મ દિવસ સે 5/9/***ભગવાન માતાજી એને ખૂબ ખુશ રાખો,મને હિંમત આપો આજે હું આંશુ ને મળવા જવાનો છું ..તેને મારો ચેહરો બતાવવા નો છે...હું ગલત નથી આંશુ ને મારા સાચા દિલ થી પ્રેમ કરું છું ..બસ મને ગલત ના સમજે ...બસ એટલી દુવા કરો કે આંશુ મારા પ્રેમ ને સમજી સકે...આમ મારી જીદગી નો જાણે પહેલો કે આખરી દિવસ હોય એવું લાગતું હતું... આંશુ ને કઈ રીતે ચેહરો બતાવું આવા અઢલક વિચારો વચ્ચે મારી પત્ની એ બૂમ મારી ચાય પીવા તો ચાલો મંદિર માં શું કરો છો કયારના તરત જ મારા બધા વિચારો નો અંત આવી ગયો.હું શીધો ઘરે આવી ગયો...અને ફોન ને ચાર્ચિંગ માંથી કાઢી જેવો સ્વીચ ઓફ ખોલિયો અને જેવો ચાય પીવા બેસતો હતો કે આંશુ નો મિસ કોલ આવિયો... મે ચાય પણ ના પીધી અને મારી પત્ની ને કહ્યું હું દુકાન ખોલવા જાવ શું  વેપારી નો ફોન આવિયો  ..મારી પત્ની પણ ચાય તો પિતા જાવ સવાર ની ચાય નથી પીધી..હું બોલ્યો ચાલશે નથી પીવી...અને આમ બહાનું કરી હું દુકાને આવતો રહ્યો ...દુકાન પણ ના ખોલી ને આંશુ ને કોલ કર્યો ..
 હું :heppy birthday aashu sorry લેટ ફોન કરવા માટે મારા રાત્રે જ ચાર્ચિંગ પતિ ગયું હતું..
 આંશુ :thanks ... કેટલી વાર બર્થ ડે વિશ કરશો રાતે તો કર્યો હતો.. રાત ની પ્રોમિસ તો યાદ છે "મારી ગિફ્ટ તમારો ચેહરો "
હું :હા યાદ છે તમે હાલ ક્યાં છો ...
આંશુ : ગામ ની બસ માં ..
(મને આંશુ ની આ વાત ખૂબ ગમતી કે તે અમારા ગામ માં આવતી બસ ને હંમેશા ગામ ની બસ કહેતી મતલબ એ મારા ગામ ને પણ પોતાનું ગામ માનતી.)
હું : તમને યાદ છે ચેહરો બતાવવા પહેલા કિસ જોઈએ..
આંશુ: તમે વધાર પડતું નથી કરતા..સારું તમે કો એમ 
હું: તો ક્યારે અને કેવી રીતે અને કાઈ બાજુ આવો છો ભેગા થવા એટલે કે ચેહરો જોવા..
આંશુ :આજ સાંજે હું નોકરી પર થી વહેલા ઘરે જવા નીકળી જઈશ.. બાર હાઇવે પર આવી જજો કોલ કરું ત્યારે..
હું : પ્રોમિસ તો કરો ચેહરો જોઈને ભૂલી નહિ જવો..
આંશુ:સારું નહિ ભૂલું.એક વાર ચેહરો તો બતાવો..
સારું હાલ કામ પર છું સાંજે કોલ કરું...ok I love you.  આટલું કહી આંશુ નો ફોન તો બંધ થય ગયો 
મે દુકાન ખોલી અને દુકાન સંભાળ વા લાગ્યો ...2 .3 કલાક પછી મારી પત્ની દુકાન પર આવી ચાલો જમવા ,દુકાન માં છું માલ લીધો ક્યો વેપારી આવ્યો કે ચાય પીવા પણ ઊભા ન રહિયા..ક્યો નવો માલ લીધો..આમ બે ,ત્રણ પ્રશ્ન મારી ઉપર કરી દીધા ..હું થોડો ગુસ્સો કર્યો જાને ઘરે મારે નથી જમવું ...આજે મારે ઉપવાસ છે...મારી પત્ની પણ વધુ કાઈ બોલ્યા વગર સીધી ઘરે જતી રહી.બસ હવે આંશુ નો કોલ ની રાહ જોય બેઠો હતો પહેલી નજર માં આંશુ ને જોઈ ત્યાંથી લય ને આજ સુધી નો સમય સુધી બધું એકલો ને એકલો વિચારો કરતો રહ્યો હું કઈ ખોટું તો નથી કરતો ..બસ એક જ જવાબ મળતો.."મારો પ્રેમ કરવાનો તરીકો ખોટો છે બાકી મારો પ્રેમ સાચો છે" જ્યારે તમે પ્રેમ માં હોય ને .અને કોઈ નો ઇન્તજાર કરતા હોય ને તો 1 મિનિટ તમને 1 કલાક જેવી લાગે છે આ મે ખુદ અનુભવ કર્યો છે...એટલે તો પ્રેમીઓ ઇન્તજાર નથી કરી શકતા ..આખરે સમય ઊભો નથી રહેતો 3:33 મિનિટે આંશુ નો msg આવ્યો હું મારા સ્ટાફ સાથે ગાડી માં છું   એટલે હાઇવે પર નહિ બાજુ ના ગામ માં ઉતરી ને ઉભી રહીશ તમે જલ્દી આવી જાવ..મે તરત જ ફોન કાપી અને દુકાન બંધ કરી ઘરે આવી બાઈક લય ને નીકળવા ગયો કે મારી પત્ની કહે હવે ક્યાં જાવ છો..બીજો કોઈ તારે ધંધો નથી ટોકવા વગર..દુકાન નો સમાન લેવા જાવ શું બાજુ ના ગામમાં ..આટલું કહી બાઈક લય ને નીકળી ગયો આંશુ ને મળવા ના ચક્કર માં મે મારી પત્ની ઉપર ખોટો ગુસ્સો કર્યો પસ્તાવો પણ થયો પણ શું કરું સમજતું ના હતું એમાંય સૌથી વધારે ચાય નો શોખીન સવાર ની ચાય નહતી પીધી એટલે મગજ ક્યાંથી કામ કરે...બાઈક લય ને હાઇવે પર તો આવી ગયો પાછું યાદ આવિયું આંશુ birthday છે કાઈ લીધું પણ નથી બાઈક પાછું વાળી પાછો ગામ માં આવી ચોકલેટ લીધી ...એટલા માં તો આંશુ નો ફોન આવી ગયો ક્યાં છો ..જલ્દી આવો..
હું : બસ 2 મિનિટ..
 (હવે આંશુ જ્યાં ઉભી હતી અને હું જ્યાં ઊભો હતો ત્યાં થી 6 કિલો મીટર ની અંતર હતું )પણ મને મારા બાઈક પર પૂરો ભરોશો હતો મે મારા મોઢા પર રૂમાલ બધી દીધો બસ મારી આંખો દેખાય એવી રીતે અને પછી બાઈક ને ફૂલ સ્પીડ સાથે 1:59 મિનિટે ફીટ આંશુ ની સામે જાય ને ઉભો રહી ગયો અને આંશુ ને પણ મોઢા પર ઓઢણી થી મોં ઢાંકેલું હતું છતાં પણ હું તેને ઓળખી ગયો અને કહ્યું બેસો બાઈક પર....આંશુ પણ કશું બોલ્યા ચાલ્યા વગર બાઈક પર બેસી ગઈ(ખબર નહિ આંશુ એ મારા પર કેટલો ભરોષો કર્યો અને કેટલો વિશ્વાસ કર્યો હસે એક શબ્દ પણ નથી બોલી અને એના માટે અજનબી ,જેને કદી મારો ચેહરો પણ નથી જોયો  એવા પાત્ર પર ભરોષો કેવી રીતે કર્યો હજી સમજાણું નથી તમે આ પલ ને શું કહેશો મને જરૂર થી બતાવજો) આંશુ  heppy birthday....આંશુ આટલી વિશ તો કોઈ એ નથી કરી ...અને બાઈક પાછળ બેસી ને બોલી કે બાઈક થીમુ ચલાવો. (સાચું કહું તો 90અને 100 પર ચાલવા વાળા વ્યક્તિ ને જ્યારે પોતાનો પ્રેમ ધીમું બાઈક ચાલવાનું કહે તો તમે શું કરો હું એ દિવસ થી અત્યાર સુધી 50 ના ઉપર બાઈક નથી ચલાવ્યું) મે બાઈક ધીમું કર્યું આંશુ બોલી પાછળ થી તો તમને જોયેલા છે પણ યાદ નથી આવતું..ચાલો કિસ કરો અને ચેહરો બતાવો..હું બોલ્યો કિસ ની કોઈ જરૂર નથી તમે જે મારા પર ભરોષો કરિયો અને એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે બાઈક પર બેઠા એના થી વધારે મારે કશું નથી જોવતું ..બસ જયારે તમારી મરજી થાય ત્યારે કિસ કરજો આમે મારે પવિત્ર પ્રેમ ની જરૂર છે...(આંશુ ને કેટલો વિશ્વાસ હતો મારી પર કે હજી એ તેને મને બાઈક પર ક્યાં લય જાવ શો એ પણ ન પૂછી યું)હું 5 કિલોમીટર બાઈક ચલાવી ત્યાં હાઇવે પર  બીજા ગામ નું સ્ટેશન આવી ગયું ત્યાં હાઇવે પર એક દુકાન હતી ત્યાં બાઈક રોકી કહ્યું ઉતરો ચાય  સાથે બેસી પીએ એટલે હું મારો રૂમાલ ખોલી ચાય પીવું અને તમે તમારી ઓઢણી ખોલી ચાય પીવો અને એક બીજા નો ચેહરો જોય લો અને આમ આપણી ચેહરો બતાવવા ની રસમ પૂરી થાય . અને આટલું કહેતા આંશુ હસવા લાગી અને હું પણ હસવા લાગ્યો આ મારી ચેહરો બતાવવાની રસમ લગ ભગ 2 ,3 વર્ષ થી ચાલતી હતી અને આ 2,3,વર્ષ માં અમે એટલા નજીક આવી ગયા હતા કે હવે ચેહરો બતાવવા એક કપ ચાય અને ચેહરા પર થી પડદા હટાવવાની બાકી રહ્યું હતું ...ચાય ની દુકાન પર જાય ને ચાય મંગાવી બને ચાય ને હાથ માં પકડી હતી અને એક હાથે હું રૂમાલ અને આંશુ ઓઢણી ખોલતી હતી (સાચું કહું તો આ જે ક્ષણ હતો આજે પણ આંખ બંધ કરું ને તો મારી સામે આવી ઊભો રહે છે અને મને વિશ્વાસ છે કે મારા મારવાના અંતિમ સમય સુધી નહિ ભૂલી શકું )મારો ચેહરો ખોલતા  જ આંશુ બોલી પડી તમે ..મારી આંખો ની સામે રોજ જોતી તમને પણ કદી વિચાર્યું નથી તમે હશો... હું તમને અને તમારા પરિવાર તમારી પત્ની બધા ને ઓળખું છું તમે સાચું કહેતા હતા કે મારો ચેહરો જોતાજ તમે મારા વિશે બધું જાણી લેશો....આંશુ: તમે સાચું જ કહેતા કે મને જાણવાના તમે ખૂબ સમય બરબાદ કર્યો પણ મારે તો તમારો ચેહરો જોતા તમાંરા વિશે બધુ જાણવા મળી જસે... મારું નામ ,મારું ગામ અને મારો પરિવાર.. ,વગેરે...પછી થોડું સાથે હસી પાડ્યા ...હું : આ ચેહરો ભૂલી તો નહિ જાવ ને .
આંશુ: જોવામાં આટલો સમય લાગ્યો હોય તેને કોઈ પણ ના ભૂલી સકે. ત્યાર બાદ આ સમય અહી જ ઊભો રહી જાય માટે મે આંશુ ના ફોન માં એક સેલ્ફી લીધી.....
અને ખૂબ વાતો કરી મે આંશુ ને જે ચોકલેટ લાવી હતી તે આપી  અને કહ્યું Happy birthday  આ ચેહરો જોયા પછી ની વિશ કરી ...
આંશુ : આટલી વિશ મને કોઈએ નથી કરી...ત્યાર બાદ એક બીજા એ હાથ મિલાવી કદી નહિ ભૂલીએ પ્રોમિસ કરી ...એમને તો એમ હતું જે આ સમય અહીજ ઊભો રહી જાય તો સારું પણ સમય ક્યાં ઊભો રહે છે...આંશુ ને  ઘરે જવાનું મોડું થતું હતું એટલે અમે ત્યાંથી ઊભા થયા હું પણ ચાય ના પૈસા આપી વધેલા પૈસા ની kiss me ચૉકલેટ લાવી આંશુ ને આપી ,આંશુ ચોકલેટ લીધી અને હું બોલ્યો  કિસ ની જગ્યાએ kiss me ચૉકલેટ બરાબર આંશુ એ નાનું સ્મિત કર્યું અને મને કહે તમે ચેહરા પર રૂમાલ બધી લો મને તો અહી કોઈ નથી ઓળખતું પણ તમને તો કોઈ ઓળખી જશે..પછી આંશુ કહે પ્રોમિસ કરો કે "કદી મને પ્રેમ માં ચાવી નહિ કરો કેમ કે ચાવા પ્રેમ નું આયુષ્ય ટુંકુ હોય...અને બીજું મારો પતિ તમારી પત્ની જેવો સારો નથી મને જાણ થી મારી નાખશે જો ખબર પડી કે હું કોઈ બીજા ના પ્રેમ મા છું". મે આંશુ ને કહ્યું  મારી પત્ની પણ સારી નથી જો એને ખબર પડી તો સમજો કે આપણે ગયા .......મે તમને પામવા માં આટલો સમય વિતાવી નાખ્યો એનો મતલબ હજી નથી સમજીયા કે હું તમે ખોવા નથી માંગતો અને હું મારા જીદગી ના છેલ્લા શ્વાસ સુધી તમને પ્રેમ કરીશ આ મારી પ્રોમિસ બસ ...
   આમ અમારો પ્રેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો હવે તો એક બીજા ગામ માં કે રસ્તા માં સામે મળીયે તો બસ ખાલી આંખો અને ફોન નો ઈશારો હોય ..ખૂબ પ્રેમ થી અમે જીવતા હતા..પણ કોઈ યે સાચું કહ્યું છે કે વધુ પ્રેમ થય જાય એટલે કોઈ એક એવી ગલતી થાય કે તમારો પ્રેમ ચાવો થય જાય અને અમારે પણ એવું જ થયું
       હવે અમારા પ્રેમ માં એવી તો શું ગલતી થય કે અમારો પ્રેમ ચાવો થયો અને આંશુ અને હું અલગ થયા .. આ બધું જાણવા માટે આપણે નવા ભાગ માં મળી છું.  અને આ અમારી મુલાકાત કેવી લાગી જરૂર બતાવજો ..
... રાધે.. રાધે...

                        સોલંકી મનોજભાઇ
                       (પ્રેમ ની શોધ માં)
                      8401523670

જાન્યુઆરી 22, 2024

થુવર ગામ માં શોભયાત્રા નું આયોજન કરવામાં આવ્યું || 22/1/2024

વડગામ તાલુકાના થુવર ગામ માં શોભયાત્રા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
22/1/2024 ના દિવસે જે અયોઘ્યા માં પ્રતિષ્ઠા કરવામાં આવી તેના નિમિતે થુવર ગામ ના સમસ્ત ગામજનો ભેગા મળીને શ્રી રામ ની અખંડ જ્યોત પ્રજલિત કરી અને આખા ગામમાં ટ્રેકટર તોલી માં શ્રી રામ ની અખંડ જ્યોત અને તેમની પ્રતિમા ને લયને ડી.જે સાથે નાચતા હતા રામ નામ ના નારા સાથે આખા ગામમાં માં શોભયાત્રા ની ઉજવણી કરવામાં આવી હતી

#premnishodhma
Solanki manojbhai
8401523670
Dhaashu news 


500 વર્ષ ની સપનું પૂરું થયું આજે હર ઘર રામ આયે હે...

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....