પ્રકૃતિ પ્રેમનું અનોખું ઉદાહરણ:
થુવર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી આદિત્યએ જન્મદિવસ પર કર્યું લીંબુના છોડનું વાવેતર
આજકાલ જ્યાં બાળકો જન્મદિવસની ઉજવણીમાં કેક કાપીને અને પાર્ટી કરીને પૈસા ખર્ચે છે, ત્યાં થુવર પ્રાથમિક શાળાના ધોરણ 5 માં અભ્યાસ કરતા આદિત્ય ભાઈએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. આદિત્યએ પોતાનો જન્મદિવસ ઉજવવાની પરંપરાગત રીતને બદલીને પ્રકૃતિ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
આદિત્યએ આજે શાળામાં એક લીંબુનો છોડ લાવીને તેનું વૃક્ષારોપણ કર્યું હતું. આજના દિવસને વિશેષ બનાવવા માટે તેણે કેક કાપવાને બદલે શાળાના પરિસરમાં આ લીંબુનો છોડ વાવીને પર્યાવરણની જાળવણી તરફ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.
શાળાના શિક્ષકો અને આચાર્યએ આદિત્યના આ કાર્યને બિરદાવ્યું છે અને જણાવ્યું હતું કે આદિત્યનું આ કાર્ય અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. આ પ્રકારની ઉજવણીથી બાળકોમાં બાળપણથી જ પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વધે છે અને તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે. આદિત્યના આ સુંદર પ્રયાસની ગામમાં પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.